બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Red alert for youth! Energy drinks on the market will increase heart attacks research warns

હેલ્થ / યુવાનો માટે રેડ એલર્ટ! બજાર મળતા એનર્જી ડ્રિંક હાર્ટ એટેકને નોતરશે, રિસર્ચના પરિણામ ચેતવતા

Vishal Dave

Last Updated: 02:22 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજારમાં મળનાારા એનર્જી ડ્રિંક ખુબજ લોકપ્રિય થઇ રહ્યા છે.. ખાસ કરીને યુવાઓમાં .. પરંતુ શું આપ જાણો છો કે આ એનર્જી ડ્રિંકસ આપના હાર્ટ માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

  • તુરંત એનર્જી આપનારા એનર્જી ડ્રિંક્સ સ્વાસ્થ્ય માટે જોખમી 
  • વધુ પડતું સેવન હૃદય માટે નુકસાનકારક સાબિત થાય છે
  • ઇમ્યુનિટિને નબળી પાડે છે વધુ પડતું એનર્જી ડ્રિંક્સનું સેવન 

 

હૃદયરોગનું જોખમ વધી જાય છે

બજારમાં મળનાારા એનર્જી ડ્રિંક ખુબજ લોકપ્રિય થઇ રહ્યા છે.. ખાસ કરીને યુવાઓમાં .. પરંતુ શું આપ જાણો છો કે આ એનર્જી ડ્રિંકસ આપના હાર્ટ માટે ખતરનાક સાબિત થઇ શકે છે.  નર્જી ડ્રિંક્સમાં ઉપલબ્ધ કૈફીન અને અન્ય પદાર્થ રક્તનું દબાણ અસ્થાયી રૂપે વધારી દે છે..આનાથી હૃદય પર વધારાનું દબાણ પડે છે, અને હૃદયરોગનું જોખમ વધી જાય છે. 

હૃદયના ધબકારાની અનિયમિતા

જ્યારે આપણે એનર્જી ડ્રિંક પીએ છીએ ત્યારે ક્યારેક ક્યારેક આપણા હૃદયના ધબકારા તેજ થઇ જાય છે.. આનો મતલબ એ છે કે આપણું હૃદય વધારે ઝડપથી ધબકવા લાગે છે. આનાથી હૃદયના ધબકારાની અનિયમિતા , જેને અરિથમિયા કહેવામાં આવે છે તે થઇ શકે છે.. આ એક એવી સ્થિતિ છે જ્યાં હૃદયના ધબકારા સામાન્યથી અલગ હોય છે જે સ્વાસ્થ્ય માટે બિલકુલ ઠીક નથી . 

ઇમ્યુનિટીને નુકસાન

જો આપણે રોજનું એક એનર્જી ડ્રિંક પીએ છીએ તો લાંબા સમય પછી આપણને હૃદયની બિમારીઓનું જોખમ વધી જાય છે. ખાસ કરીને તો એ લોકોને જેને પહેલેથી હૃદય સાથે જોડાયેલી કોઇ બીમારી હોય. તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં ખુલાસો થયો છે કે એનર્જી ડ્રિંક્સમાં મીઠાશ માટે નાંખવામાં આવતા સ્વીટનર આપની ઇમ્યુનિટીને નુકસાન પહોંચાડી શકે છે.. અને કેન્સરની જેવી અનેક બીમારીઓ સામે લડવાની આપની ક્ષમતાને નબળી પાડી શકે છે. 

 

હૃદયની નસો કમજોર પડી શકે છે

એનર્જી ડ્રિંક્સ વધારે પીવાથી હૃદયની નસો કમજોર પડી શકે છે.. જેને કોરોનરી ધમની રોગ કહેવામાં આવે છે.. એટલે કે હૃદયની નસો સંકોચાઇ જાય છે.. જેનાથી હૃદય સુધી લોહી પહોંચાડવામાં મુશ્કેલી ઉભી થાય છે.. 

આ પણ વાંચો ઃ 100 બીમારીની એક જ દવા! આ જંગલી ફળ પેટના કચરાનો કરશે સર્વનાશ, ડાયાબિટીસમાં પણ કારગર

હૃદય અને મસ્તિષ્ક પર નકારાત્મક અસર 

એનર્જી ડ્રિંકસમાં કેટલાક કિસ્સામાં કૃત્રિમ રૂપે બનાવવામાં આવેલા કેટલાક રાસાયણિક પદાર્થોનો પણ ઉપયોગ થાય છે.. જે અમારા શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે.. જેમ કે ટેરી નામનો રંગ જે ડ્રિંકને રંગીન બનવવા માટે ઉમેરવામાં આવે છે, કે પછી ગ્લુકોરોનોલેક્ટોન જે ખાંડના સ્ત્રોતના રૂપમાં ઉપયોગમાં લેવાય છે તે હૃદય અને મસ્તિષ્કને પ્રભાવિત કરી શકે છે. 

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ