બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Reason behind big cyclones coming to Gujarat including Biparjoy

કારણ / 5 વર્ષમાં ચોથું વાવાઝોડું: અચાનક ગુજરાત તરફ કેમ વધી રહ્યા છે તબાહીના ચક્રવાત? જુઓ શું કહે છે રિસર્ચ

Vaidehi

Last Updated: 04:39 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય પહેલાં પણ ગુજરાત છેલ્લાં 5 વર્ષોમાં 4 મોટા ચક્રવાતનો સામનો કરી ચૂક્યું છે. પરંતુ શા માટે આ મોટા વાવાઝોડાં ગુજરાત તરફ જ વળે છે?

  • બિપોરજોય પહેલાં ગુજરાતમાં આવ્યાં છે મોટા ચક્રવાત
  • છેલ્લાં 5 વર્ષોમાં 4 મોટા વાવાઝોડાનો કર્યો છે સામનો
  • નજીકનાં ભવિષ્યમાં પણ આવી શકે છે મોટાં ચક્રવાત

હવામાન વિભાગનાં અધિકારીઓ કહે છે કે છેલ્લાં 5 વર્ષોમાં ગુજરાતનાં કિનારે આવનારું આ ચોથું મોટું વાવાઝોડું છે. આ પહેલાં 2019માં ચક્રવાત વાયુનાં લીધે ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ હતી જે બાદ 2020માં મહારાષ્ટ્રમાં આવેલ નિસર્ગ વાવાઝોડાએ ગુજરાતનાં તટ પર ભીષણ વરસાદને લીધે ભારે નુક્સાન પહોંચાડ્યું હતું. વર્ષ 2021માં તોક્તેએ દીવ-ઉના પાસે ભૂસ્ખલન સર્જ્યું હતું જેનાથી વ્યાપક વિનાશ થયો હતો. ગુજરાતે 1998થી લઈને અત્યાર સુધી 20 વર્ષોમાં 4 મોટા ચક્રવાતનો સામનો કર્યો છે. કંડલા સાથે અથડાયેલ એક સુપર-ચક્રવાતે માનવજીવન અને સંપત્તિનું ભારે નુક્સાન કર્યું. પરંતુ આ વાવાઝોડાનું ગુજરાતનાં તટ પર આવવા પાછળ કારણ શું ?

જળવાયુ પરિવર્તને ગુજરાતને પહોંચાડી અસર
વિશેષજ્ઞો માને છે કે જળવાયુ પરિવર્તને લીધે આવતાં ચક્રવાતોએ ગુજરાતને અતિ સંવેદનશીલ બનાવ્યું છે. ભારતનાં હવામાન વિજ્ઞાન વિભાગનાં ગુજરાતનાં પ્રમુખ મનોરમા મોહંતીએ કહ્યું કે,' જળવાયુ પરિવર્તન અરબ સાગર ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની સંખ્યા વધારવા માટે જવાબદાર પરિબળોમાનું એક છે. 

'ભવિષ્યમાં વધુ ચક્રવાત આવી શકે છે'
હવામાન વિભાગનાં અધિકારીઓએ કહ્યું કે લક્ષદ્વીપ સમૂહની આસપાસ ચક્રવાતોની ઉત્પતિથી લઈને ગુજરાત સુધી ફનલ આકારની તટીય રેખા હોવાને લીધે આ વાવાઝોડાં સૌરાષ્ટ્ર અને કચ્છના કિનારા સાથે અથડાય છે. એક અધિકારીએ કહ્યું કે,' ભવિષ્યમાં હિંદ મહાસાગર ક્ષેત્રનાં સમુદ્રની સપાટીનાં તાપમાનમાં વૃદ્ધિ થવાને કારણે રાજ્યમાં વધુ સંખ્યામાં ચક્રવાત આવી શકે છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ