બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ક્રિપ્ટોકરન્સીમાં પૈસા લગાવનાર લોકોને આ ખબર ઝટકો આપી શકે છે. કારણ કે ભારતીય રિઝર્વ બેંકે ફરી આ મુદ્દા પર પોતાનો પક્ષ મુક્યો છે. RBIના કાર્યકારી નિર્દેશક પી વાસુદેવને કહ્યું છે કે ક્રિપ્ટો કરન્સીને 'મુદ્રા' ન માની શકાય. કારણ કે તેની કોઈ મૂલ્ય નથી હોતું. વાસુદેવનને ભારતીય મેનેજમેન્ટ સંસ્થાન-કોઝિકોડમાં એક કાર્યક્રમમાં કહ્યું, "ક્રિપ્ટો મુદ્રાઓને મુદ્રા ન કહી શકાય કારણ કે તેમની કોઈ Underlying Value નથી."
.jpg)
ADVERTISEMENT
તેમણે કહ્યું કે આખરે નિર્ણય સરકારને એ લેવાનો છે કે ક્રિપ્ટો કરન્સીથી કેવી રીતે ડીલ કરી શકાય. RBIએ બિટકોઈન જેવા નવા જમાનાની ક્રિપ્ટો કરન્સીને લઈને આલોચનાત્મક વલણ અપનાવ્યું છે. તેમનું કહેવું છે કે આ મુદ્રાઓ નાણાકીય પ્રણાલીઓ માટે પ્રણાલીગત જોખમ પેદા કરે છે.
વધુ વાંચો: 2 કરોડ લોકોને RBIની મોટી રાહત, પરંતુ PAYTM ફાસ્ટેગ યુઝર્સે કરવું પડશે આ કામ
ADVERTISEMENT

'બિટકોઈનને દેશમાં કાયદાકીય સમર્થન નહીં'
વર્તમાનમાં બિટકોઈનને ભારતમાં કોઈ કાયદાકીય સમર્થન નથી અને રોકાણકારોને તેમાં વ્યાપારથી અર્જિત આવક પર ટેક્સ આપવો પડે છે. પેટીએમ પેમેન્ટ્સ બેંકના સામે નિયામકીય કાર્યવાહી અને અમુક આંતરરાષ્ટ્રીય કાર્ડ પ્રદાતાઓ પર લાગાવવામાં આવેલા પ્રતિબંધો પર વાસુદેવને કહ્યું કે સ્વ-નિયમન નાણાકીય પ્રૌદ્યોગિકી ક્ષેત્રની સારી સુરક્ષા કરી શકે છે. તેના પહેલા RBI ગવર્નર શક્તિકાંત દાસ પણ કહી ચુક્યા છે કે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ ખૂબ જ જોખમ ભરેલું છે. તેમનું કહેવું છે કે ક્રિપ્ટોકરન્સીને લઈને રિઝર્વ બેંકનું સ્ટેન્ડ નહીં બદલાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.