બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / rbi allows banks to issue pre sanctioned loan on upi

તમારા કામનું / હવે UPI ની મદદથી ચપટી વગાડતા મળશે નાની લોન, ક્રેડિટ કાર્ડની જેમ કરશે કામ, RBIએ કર્યું એલાન

Manisha Jogi

Last Updated: 05:35 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોન લેવા બેન્ક જવાની અથવા નેટ બેન્કિંગની મદદથી લોગિન કરવાની જરૂર નથી. તમને તમારા UPIથી લોન મળી જશે. RBIએ આ બાબતે વધુમાં શું જણાવ્યું છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • હવે તમને UPIથી જ લોન મળી જશે
  • લોન માટે નેટ બેન્કિંગની મદદથી લોગિન કરવાની જરૂર નથી
  • ગ્રાહકોને UPI પર પ્રિ-સેંક્શંડ લોન આપવાનો આદેશ

લોન લેવા બેન્ક જવાની અથવા નેટ બેન્કિંગની મદદથી લોગિન કરવાની જરૂર છે. તમને તમારા UPIથી લોન મળી જશે. જે માટે RBIએ બેન્કોને દિસા નિર્દેશ આપ્યા છે. RBIએ દેશની તમામ બેન્કોને ગ્રાહકોને UPI પર પ્રિ-સેંક્શંડ લોન આપવાનો આદેશ આપ્યો છે. જેનો મુખ્ય હેતુ UPI પેમેન્ટ સિસ્ટમને વધુ પ્રોત્સાહન આપવાનો છે. RBIએ આ બાબતે વધુમાં શું જણાવ્યું છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

UPI પેમેન્ટ સિસ્ટમની લિમિટ વધારવાનો ઉદ્દેશ્ય
RBIએ જણાવ્યું છે કે, હાલના સમયમાં સેવિંગ એકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ, પ્રિપેઈડ વોલેટ અને ક્રેડિટ કાર્ડને પણ UPI સાથે જોડી શકાય છે. હવે UPIની લિમિટ પણ વધારવામાં આવી રહી છે. UPIથી ક્રેડિટ લાઈંસને ફંડિંગ એકાઉન્ટ તરીકે શામેલ કરીને એક્સપાન્ડ કરવામાં આવી રહ્યું છે. RBIએ જણાવ્યું છે કે, આ સુવિધા હેઠળ પર્સનલ કસ્ટમર્સ પૂર્વ મંજૂરીથી શિડ્યુલ્ડ કમર્શિયલ બેન્ક તરફથી લોકોને પ્રિ-સેંક્શંડ લોનના માધ્યમથી પેમેન્ટ UPI સિસ્ટમનો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શન એનેબલ કરવામાં આવશે. 

બેન્કે બોર્ડ પાસેથી અપ્રૂવલ લેવાનું રહેશે
બેન્કોએ એક પોલિસી બનાવવાની રહેશે અને બોર્ડ પાસેથી અપ્રૂવલ લેવાનું રહેશે. આ પોલિસીમાં કોને કેટલું દેવું આપવામાં આવી શકે છે તે જણાવવામાં આવ્યું છે. લોનનું ટેન્યોર કેટલું હશે અને કેટલું વ્યાજ વસૂલવામાં આવશે, તે જણાવવામાં આવ્યું હશે. આ તમામ બાબતો આ પોલિસીમાં નક્કી કરવામાં આવશે. ત્યારપછી લોનની પ્રોસેસ શરૂ કરવામાં આવશે. 6 એપ્રિલના રોજ કેન્દ્રીય બેન્કે મોનેટરી પોલિસી મીટિંગ દરમિયાન બેન્ક તરફથી પ્રી-અપ્રૂવ્ડ ક્રેડિટ લાઈનના ટ્રાન્સફરના માધ્યમથી ચૂકવણી કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જેનો ઉદ્દેશ્ય UPIની લિમિટ વધારવાનો હતો. 

ઓગસ્ટમાં રેકોર્ડબ્રેક UPI ટ્રાન્ઝેક્શન થયું હતું
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અનુસાર UPIએ પહેલીવાર ઓગસ્ટમાં એક મહિનામાં 10 બિલિયન ટ્રાન્ઝેક્શન પાર કરી લીધું છે. 30 ઓગસ્ટ સુધીમાં એક મહિના દરમિયાન UPIએ 10.24 બિલિયન ટ્રાન્ઝેક્શનની સૂચના આપી હતી. જેની વેલ્યૂ 15.18 લાખ કરોડ રૂપિયા હતી. જુલાઈમાં UPI પ્લેટફોર્મ પર 9.96 અરબ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. ઓગસ્ટ દરમિયાન UPIથી દરરોજ 330 મિલિયન ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ