બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ravindra Jadeja's brilliant performance in the match between India and Australia

VTV Exclusive / સર્જરી પછી આ રીતનું પરફોર્મન્સ કઇ રીતે, તલવારની જેમ રવિન્દ્ર જાડેજા બેટ શું કામ ફેરવે છે? પત્ની રિવાબાએ ખોલ્યાં રાઝ, જાણો શું કહ્યું

Malay

Last Updated: 10:01 AM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાંબા સમયના બ્રેક પછી મેદાનમાં ઉતરીને રવિન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેને લઈને ક્રિકેટરસિકો પણ ખુશ છે, પરંતુ જાડેજાના પરિવારમાં પણ એટલી જ ખુશી જોવા મળી રહી છે. સર્જરી પછી જાડેજાના આવા પ્રદર્શન મુદ્દે પત્ની રિવાબાએ મુક્તમને વાત કરી હતી. આવો જાણીએ રિવાબાએ શું કહ્યું...

  • રવિન્દ્ર જાડેજાએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં મચાવ્યો તરખાટ 
  • પહેલા ડોમેસ્ટિક, પછી ઈન્ટરનેશનલ રમવું નિર્ણય સારો પૂરવાર સાબિત થયો
  • તલવાર એ શક્તિનું પ્રતિક છે આજ તેમનું નાનું એક સેલિબ્રેશન છે: રિવાબા 

સર્જરી બાદ એક લાંબા સમયના બ્રેક પછી રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે. ઈજાના કારણે લગભગ 5 મહિના સુધી મેદાનથી દૂર રહ્યા બાદ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વાપસી કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નાગપુરના વિદર્ભ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો એક ઇનિંગ અને 132 રને શાનદાર વિજય થયો હતો. જેમાં લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા રવિન્દ્ર જાડેજાએ પણ આ મેચમાં તરખાટ મચાવ્યો હતો. તેમણે સાત વિકેટ લીધી હતી અને બેટિંગ દરમિયાન 70 રન બનાવ્યા હતા.

રીવાબાએ કોચ અને ફિઝિયોનો માન્યો આભાર
ત્યારે આ મામલે vtvgujarati.com દ્વારા રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે, 'સર્જરી પછી જ્યારે મેદાનમાં વાપસીની વાત આવે તો ચોક્કસપણે થોડું મુશ્કેલ લાગે છે, કારણે કે બોડી કેવી રીતે રિએક્ટ કરે છે, કેવી રીતે તેનું આઉટકમ આવશે. તેના માટે થઈને જ હું દિલથી તેમના કોચ અને ફિઝિયોનો આભાર માનું છે. તેમણે સતત ફોલોઅપ લઈને તેમનું કોન્ફિડન્ટ લેવલ પણ ડેવલોપ કર્યું અને ફિઝિકલી તેમની સ્ટ્રેન્થને રી-ડેવલોપ કરી. તેમણે નક્કી કર્યું હતું કે તેઓ પહેલા ડોમેસ્ટીક ક્રિકેટ રમશે અને પછી જ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમશે. મારા માનવા પ્રમાણે રવિન્દ્રસિંહ માટે આ નિર્ણય જ સારો પૂરવાર થયો, ડોમેસ્ટિકમાં રમ્યા બાદ તેમનો આત્મવિશ્વાસ પણ વધી ગયો. આનંદની વાત છે કે તેઓ દેશ માટે સતત પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપતા રહે છે.'

દેશ માટે રમવાનો જુસ્સો તેમને સતત પ્રેરિત કરતો રહે છેઃ રિવાબા જાડેજા
રિવાબાએ જણાવ્યું કે, 'તેઓ જ્યારે મેન ઓફ જ મેચ થયા ત્યારે ખૂબ ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. તેમને મેં ફોન કરીને શુભકામનાઓ પાઠવી હતી. તેઓએ ઇન્ટરનેશલ ક્રિકેટમાં 14 વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે તેમને ટીમનો સંપૂર્ણ અનુભવ છે. સાથે જ તેઓ સામેની ટીમની સ્ટ્રેન્થ અને વીકનેસથી પણ વાકેફ હોય છે. તેમનો અનુભવ, ટીમ અને દેશ માટે રમવાનો જે જુસ્સો છે તે તેમને સતત પ્રેરિત કરતો રહે છે.'

તલવાર ફેરવવી એ આ રાજપૂતોની પરંપરા છેઃ રિવાબા
ક્રિકેટ મેદાનમાં તલવારની જેમ બેટ ફેરવવા અંગે રિવાબાએ કહ્યું કે, 'તેઓ ક્ષત્રિય સમાજમાં આવે છે. તલવાર છે એ શક્તિનું પ્રતિક છે. આજ તેમનું નાનું એક સેલિબ્રેશન છે કે જે તેમને બધાથી અલગ પાડે છે. તલવાર ફેરવવી એ રાજપૂતોની પરંપરા છે અને તેઓ તલવારબાજી સાથે ઉજવણી કરવાનો રિવાજ ધરાવે છે. તેથી જ તેઓ અડધી સદી અથવા સદી ફટકાર્યા પછી તલવારની જેમ બેટ ફેરવે છે.' અંતમાં તેમણે ટીમ ઈન્ડિયાને પણ શુભેચ્છા પાઠવી હતી. 

Topic | VTV Gujarati

ICCએ જાડેજાને ફટકાર્યો દંડ
આપને જણાવી દઈએ કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ ક્રિકેટ મેચને લઈને ભારતીય ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા વિવાદમાં પણ આવ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ઈનિંગ્સના પહેલા દિવસે એટલે કે 9 ફેબ્રુઆરી ગુરુવારે પ્રથમ ઇનિંગની 46મી ઓવરમાં રવિન્દ્ર જાડેજા તેમની આંગળીમાં ક્રીમ લગાવતા હોય તેવા દાવા સાથેનો વીડિયો વાયરલ થયો હતો. આ મુદ્દે વિવાદ થતાં ICCએ જાડેજાને તેમની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ