બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / ravindra jadeja needs one wicket to become 2nd indian player to complete 500 wickets

ક્રિકેટ / ઈન્દોર ટેસ્ટમાં 1 વિકેટ ઝડપતા જ રવીન્દ્ર જાડેજા રચશે ઈતિહાસ, આવું કરવા વાળો બનશે બીજો ભારતીય

Premal

Last Updated: 07:37 PM, 27 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્દોરમાં યોજાનાર ત્રીજી ટેસ્ટ મેચમાં જાડેજાની પાસે વધુ એક મેચ વિનિંગ પ્રદર્શન કરવાની સુવર્ણ તક છે. ત્રીજી ટેસ્ટમાં જાડેજા જો 1 વિકેટ લે છે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂરી કરી લેશે.

  • ઈન્દોરમાં ટેસ્ટમાં જાડેજા પાસે વિનિંગ પ્રદર્શન કરવાની સુવર્ણ તક 
  • ત્રીજી ટેસ્ટમાં જાડેજા જો 1 વિકેટ લે તો પ્રાપ્ત કરશે આ સિદ્ધી
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂરી કરી લેશે

ઓસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાનુ મહત્વનું યોગદાન 

રોહિત શર્માની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે પ્રારંભિક બે ટેસ્ટ મેચને જીતીને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી છે. આ બંને ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ બોલિંગ અને બેટીંગથી મહત્વનું યોગદાન આપ્યું. 

જાડેજાને બંને મેચમાં પ્લેયર ઑફ ધ મેચથી નવાજવામાં આવ્યાં

જાડેજાને બંને મેચમાં પ્લેયર ઑફ ધ મેચથી નવાજવામાં આવ્યાં. ઈન્દોરમાં યોજાનાર ત્રીજી ટેસ્ટ મેચમાં જાડેજાની પાસે વધુ એક મેચ વિનિંગ પ્રદર્શન કરવાની સુવર્ણ તક છે. ત્રીજી ટેસ્ટમાં જાડેજા જો 1 વિકેટ લે છે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂરી કરી લેશે અને પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવની સ્પેશિયલ ક્લબમાં સામેલ થશે. 

રવિન્દ્ર જાડેજા પ્રાપ્ત કરશે આ સિદ્ધી 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં 1 માર્ચથી ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એક વિકેટ લેવાની સાથે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટની 500 વિકેટ પૂરી કરી લેશે. તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5000 રનની સાથે 500 વિકેટ લેનારા બીજા ભારતીય ખેલાડી બની જશે.

અત્યાર સુધી ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવના નામે છે રેકોર્ડ 

ઉલ્લેખનીય છે કે જાડેજા પહેલા આ સિદ્ધી અત્યાર સુધી ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવના નામે છે. કપિલ દેવે પોતાની કારકિર્દીમાં રમેલ 131 ટેસ્ટ અને 225 વનડેમાં અનુક્રમે 5248 અને 3783 રન બનાવવાની સાથે 434 અને 253 વિકેટ લીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ