બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / rashmika mandanna likely celebrates her bithday with rumoured boyfriend vijay deverakonda

મનોરંજન / રશ્મિકા મંદાના છુપી રુસ્તમ નીકળી ! 'બોયફ્રેન્ડ' વિજય દેવરકોંડાના ઘરમાં ઘુસી, વીડિયો વાયરલ થતાં સામે આવીને બોલી

Bijal Vyas

Last Updated: 09:50 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશ્મિકા મંદનાએ 5 એપ્રિલ, બુધવારે પોતાનો જન્મદિવસ ઉજવ્યો, આ અવસર પર રશ્મિકાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો- જુઓ વીડિયો

  • રશ્મિકાએ જન્મદિનની શુભેચ્છા બદલ ફેન્સનો માન્યો આભાર 
  • રશ્મિકા અને વિજયનું નામ કેટલાય સમયથી સાથે લેવામાં આવી રહ્યું છે
  • વીડિયો દ્વારા બંને એક જગ્યાએ હોવાનું અનુમાન

જ્યારે સાઉથ સિનેમાની અભિનેત્રીની વાત કરવામાં આવે ત્યારે રશ્મિકા મંદાનાનું નામ સૌથી પહેલુ મોઢા પર આવે છે. રશ્મિકા મંદન્નાએ 5 એપ્રિલ, બુધવારે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. જન્મદિવસના અવસર પર રશ્મિકાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે તેના ફેન્સનો જન્મદિવસની શુભેચ્છાઓ માટે આભાર માનતી જોવા મળે છે. પરંતુ આ વીડિયો જોયા બાદ એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે રશ્મિકા મંદન્નાએ તેનો જન્મદિવસ રુમર્ડ બોયફ્રેન્ડ વિજય દેવરાકોંડા સાથે સેલિબ્રેટ કર્યો છે. આ દાવાઓ પર રશ્મિકા મંદન્નાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

શું રશ્મિકાએ વિજય સાથે ઉજવ્યો બર્થડે
રશ્મિકા મંદાનાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના જન્મદિવસ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રશ્મિકા મંદના તેના ફેન્સનો આભાર માની રહી છે, જેમણે તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પરંતુ જે જગ્યાએ રશ્મિકાનો આ વીડિયો છે, વિજય દેવરકોંડાએ પણ તે જ જગ્યાએથી વીડિયો સોશિયલ મીડિયા પોસ્ટ શેર કર્યો છે. હવે આ મુદ્દાને લઈને, ફેન્સએ એવી ચર્ચા ઉભી કરી છે કે રશ્મિકા મંદનાએ આ ઘરમાં વિજય સાથે તેનો જન્મદિવસ ઉજવ્યો છે. પરંતુ વિલંબ કર્યા વિના, 'પુષ્પા 2' અભિનેત્રીએ આ બાબતે પ્રતિક્રિયા આપી છે અને તેના અને વિજયના અફેર સાથે જોડાયેલા ટ્વીટ પર ટિપ્પણી કરી છે કે - 'અય્યો આટલુ બધુ ના વિચારો બાબુ' 

લાંબા સમયથી જોડાઇ રહ્યું છે રશ્મિકા અને વિજયનું નામ
આ પહેલીવાર નથી જ્યારે વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદનાનું નામ જોડાયુ હોય. આ પહેલા માલદીવ ટ્રિપની તસવીરો જોઈને ફેન્સે વિજય અને રશ્મિકાના ડેટિંગના સમાચારને હવા આપી હતી. ઉલ્લેખનીય છે કે, રશ્મિકા મંદના અને વિજય દેવરકોંડા સાઉથ સિનેમાની સુપરહિટ ફિલ્મો 'ડિયર કોમરેડ' અને 'ગીતા ગોવિંદમ'માં સાથે જોવા મળ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ