બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Rapes, molestations unearthed at Gujarat National Law University

ક્રાઈમ / અમદાવાદની આ યુનિવર્સિટીમાં 2 છોકરીઓ પર રેપ, વગદારનું નામ સામે આવ્યું, HC ખફા

Hiralal

Last Updated: 04:42 PM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં રેપ સહિતની બીજી ઘટનાઓની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે.

ગુજરાત હાઈકોર્ટે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (જીએનએલયુ) માં રેપ અને બીજી ઘટનાઓની ગંભીર નોઁધ લીધી છે. ગત અઠવાડિયે ફેક્ટ ફાઈડિંગ કમિટીએ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના પરિસરમાં બળાત્કાર, હોમોફોબિયા અને ભેદભાવની ઘટનાઓનો રિપોર્ટ હાઈકોર્ટમાં જમા કરાવ્યો હતો. રિપોર્ટને આધારે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ખંડપીઠે બુધવારે આ ઘટનાઓ માટે જીએનએલયુની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે યુનિવર્સિટીનો વહીવટ વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં સામેલ છે.

ફેક્ટ ફાઈડિંગ કમિટીએ શું રિપોર્ટ હતો
ફેક્ટ ફાઈડિંગ કમિટીના રિપોર્ટમાં એવું સામે આવ્યું હતું કે જીએનએલયુમાં બે છોકરીઓનું યૌન શૌષણ થયું હતું. ખંડપીઠે કહ્યું કે રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યા મુજબ જાતીય સતામણી અથવા બળાત્કારની માત્ર બે ઘટનાઓ જ નથી બની, પરંતુ છેડતી, બળાત્કાર, ભેદભાવ, હોમોફોબિયા, પક્ષપાત, અવાજોનું દમન થઈ રહ્યું છે.

વગદાર વ્યક્તિનું નામ આવ્યું 
હાઈકોર્ટે કહ્યું કે પીડિતાએ કહ્યું છે કે રાજકીય રીતે પ્રભાવશાળી વ્યક્તિ પોલીસ પર કેસ રફદફે કરવાનું દબાણ કરી રહ્યો છે. પીડિતાએ આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખઈ હતી. ત્રીજી (સોશિયલ મીડિયા) પોસ્ટને યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને ગર્લ્સ હોસ્ટેલના વોર્ડનના હસ્તક્ષેપને કારણે બળજબરીથી દૂર કરવામાં આવી હતી.

ફેકલ્ટીના કેટલાક પુરુષ સભ્યો સામે પણ આરોપ 
હાઈકોર્ટના ચીફ જસ્ટીસે એવું પણ કહ્યું કે વિદ્યાર્થીઓના અવાજને દબાવવા માટે જવાબદાર વ્યક્તિઓના નામ આપવામાં આવ્યા છે, અને ફેકલ્ટીના કેટલાક પુરુષ સભ્યો સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. હાઇકોર્ટે વધુ સુનાવણી 12 માર્ચે મુલતવી રાખી છે.

રાષ્ટ્રીય કક્ષાની લો કોલેજમાં આવી ઘટનાઓ કેવી રીતે બની શકે? 
ચીફ્ જસ્ટિસે બહુ ગંભીર સવાલ કર્યો હતો કે, રાષ્ટ્રીય કક્ષાની એક લો કોલેજમાં આ પ્રકારની ઘટનાઓ કેવી રીતે બની શકે..? હાઇકોર્ટે જીએનએલયુના રજિસ્ટ્રારના એવા દાવા કે, સંસ્થામાં આવું કંઇ બન્યું નથી અને અમારી જાણમાં આવ્યું નથી તેને યાદ કરીને જીએનએલયુ સત્તાવાળાઓને ઝાટકતાં જણાવ્યું કે, રજિસ્ટ્રારે આવું સોગંદનામુ કરી અદાલતને સુઓમોટો પિટિશનનો નિકાલ કરવા વિનંતી કરી હતી. કોર્ટમાં આ મુદ્દો આવ્યો તેમ છતાં આ રીતે નિકાલ કરવાની અપીલ કરવાની તેમનામાં હિંમત છે તો તેઓ વિદ્યાર્થીઓનું શું રક્ષણ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ