બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Ranji Trophy 2024 Tanmay Agarwal created history by scoring a triple century in just 147 balls

રણજી ટ્રોફી / કોણ છે તન્મય અગ્રવાલ? જેને 147 બોલમાં ત્રેવડી સદી ફટકારીને સર્જ્યો ઇતિહાસ, આ દિગ્ગજોને પણ પાછળ છોડ્યા

Megha

Last Updated: 09:44 AM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તન્મય અગ્રવાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી ટ્રિપલ સેન્ચુરી જ નહીં પરંતુ ભારતીય તરીકે સૌથી ઝડપી બેવડી સદી પણ ફટકારી છે. આ મામલે તન્મયે રવિ શાસ્ત્રીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

  • 147 બોલમાં ત્રેવડી સદી ફટકારનાર તન્મય અગ્રવાલ કોણ છે? 
  • 160 બોલમાં 323 રન બનાવ્યા બાદ પણ અણનમ રહ્યો તન્મય અગ્રવાલ. 
  • 119 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરનાર તન્મયે રવિ શાસ્ત્રીનો રેકોર્ડ તોડ્યો. 

હૈદરાબાદના ઓપનર તન્મય અગ્રવાલે રણજી ટ્રોફી રાઉન્ડ ચાર મેચ દરમિયાન નેક્સજેન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અરુણાચલ પ્રદેશ સામે 147 બોલમાં સૌથી ઝડપી ફર્સ્ટ ક્લાસ ટ્રિપલ સેન્ચુરી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. આ ત્રેવડી સદી સાથે અગ્રવાલે દક્ષિણ આફ્રિકાના માર્કો મેરાઈસનો રેકોર્ડ તોડી નાખ્યો, જેણે 2017માં પૂર્વીય પ્રાંત સામે બોર્ડર માટે 191 બોલમાં 300 રન બનાવ્યા હતા. 

તન્મએ 160 બોલમાં 323 રન બનાવ્યા બાદ ત્રીજા દિવસની રમતના અંત સુધી અણનમ રહ્યો હતો. આ ઇનિંગમાં તેણે 33 ફોર અને 21 સિક્સર ફટકારી હતી. આ સાથે જ તન્મય અગ્રવાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી ટ્રિપલ સેન્ચુરી જ નહીં પરંતુ ભારતીય તરીકે સૌથી ઝડપી બેવડી સદી પણ ફટકારી છે. 119 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરનાર તન્મયે આ મામલે પૂર્વ ભારતીય બેટ્સમેન રવિ શાસ્ત્રીનો 39 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

આ મેચના પહેલા જ દિવસે 21 સિક્સર ફટકારનાર આ ઓપનિંગ બેટ્સમેને રણજી ટ્રોફીમાં પોતાના નામે વધુ એક મોટો રેકોર્ડ નોંધાવ્યો છે અને આ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટની એક ઇનિંગ દરમિયાન 14 સિક્સર મારનાર ઈશાન કિશનના સિક્સરનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. આ સિવાય તન્મયે કેપ્ટન રાહુલ સિંહ ગેહલોત સાથે પ્રથમ વિકેટ માટે 40.2 ઓવરમાં 440 રનની શાનદાર ભાગીદારી પણ કરી હતી. તન્મયના આ શાનદાર પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર તેના વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

કોણ છે તન્મય અગ્રવાલ?
28 વર્ષના તન્મયનો જન્મ 3 મે 1995ના રોજ આંધ્ર પ્રદેશમાં થયો હતો. જ્યારે તેણે નાની ઉંમરમાં ક્રિકેટ તરફ રસ દાખવ્યો ત્યારે તેના માતા-પિતાએ તેને આ રમત તરફ પ્રોત્સાહિત કર્યો. તન્મયની વિસ્ફોટક રમતનું પરિણામ એ આવ્યું કે તેણે હૈદરાબાદની અંડર-14 ટીમમાં સ્થાન મેળવ્યું. તે અંડર-16, અંડર-19, અંડર-22 અને અંડર-25માં ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો હતો. વર્ષ 2014માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી. તન્મયે ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદમાં પણ જગ્યા બનાવી છે. 56 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 3500 થી વધુ રન બનાવ્યા છે.

વધુ વાંચો: ત્રણ દિવસ સ્કૂલ ન ગયો... બાળક પરેશાન: શોએબના ત્રીજા લગ્ન બાદ પુત્રને લઈને ભારત પરત આવી સાનિયા મિર્ઝા

તન્મયે હવે 147 બોલમાં ત્રેવડી સદી ફટકારીને વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન વિવ રિચર્ડ્સે 244 બોલ ટ્રેવડી સદીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. એક દિવસમાં 300 રન બનાવીને તન્મયે ભારતીય દિગ્ગજ વીરેન્દ્ર સેહવાગને પણ પાછળ છોડી દીધો. 2009માં તેણે શ્રીલંકા સામે બ્રેબોર્ન ટેસ્ટમાં એક દિવસમાં 284 રન બનાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ