બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / After Shoaibs third marriage Sania Mirza returned to India with her son

ચિંતા / ત્રણ દિવસ સ્કૂલ ન ગયો... બાળક પરેશાન: શોએબના ત્રીજા લગ્ન બાદ પુત્રને લઈને ભારત પરત આવી સાનિયા મિર્ઝા

Published By: Mahadev Dave

Last Updated: 05:14 PM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શોએબ મલિક અને સાનિયા મિર્ઝા જ્યારથી અલગ થયા છે. ત્યારથી તેનો પુત્ર ખુબ પરેશાની ભોગવી રહ્યો છે.

  • શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના અલગ થઈ ગયા બાદ પુત્ર પરેશાન
  • ઈઝહાનનો જન્મ 2018માં થયો હતો

પાકિસ્તાન ક્રિકેટર શોએબ મલિક અને ભારતની પૂર્વ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા હવે અલગ થઈ ગયા છે. શોએબએ પાકિસ્તાની એક્ટ્રેસ સના જાવેદ સાથે લગ્ન કરી લીધા છે. આ શોએબ મલિકના ત્રીજા લગ્ન છે. છેલ્લા ઘણા સમયથી શોએબ અને સાનિયા વચ્ચે માથાકુટ ચાલી રહી હતી અને ઘણા સમયથી બંનેના અલગ થવાની ખબરો પણ સામે આવી રહી હતી. તમને જણાવી દયે કે શોએબ મલિક અને સાનિયા મિર્ઝાને એક દિકરો પણ છે.. જેનું નામ ઈઝહાન છે. ઈઝહાનનો જન્મ 2018માં થયો હતો. જ્યારથી ઈઝાહાનના માતા-પિતા અલગ થયા છે. ત્યારથી તે પરેશાન છે.

ઈઝહાન છે પરેશાન
શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના અલગ થઈ ગયા હોવાના કારણે ઈઝહાન અત્યારે ખુબ જ પરેશાન છે.. પાકિસ્તાની ચેનલ ડેલી પાકિસ્તાનના એક વીડિયોમાં બતાવવામાં આવી રહ્યું છે કે શોએબ મલિકના ત્રીજા લગ્નના કારણએ ઈઝહાન છેલ્લા 3 દિવસથી સ્કુલે જઈ રહ્યો નથી.

આટલુ જ નહીં તે હવે ભારત પરત આવી ગયો છે. ઈઝહાનને તેના ક્લાસમેટ ચિડાવી પણ રહ્યાં છે. ડેલી પાકિસ્તાનના આ વીડિયોમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે જ્યારથી શોએબ મલિક અને સના જાવેદના લગ્ન થયા છે ત્યારથી ઈઝહાન પરેશાન છે. એક તરફ શોએબ બીજા લગ્ન કરી રહ્યો હતો અને બીજી તરફ સાનિયા પોતાના દિકરા પાસે કુરાન કંઠસ્થ કરાવી રહી હતી. જો કે સાનિયા મિર્ઝાને શોએબના પરિવાર સાથે કોઈ સમસ્યા ન હતી. તેમને કહ્યું કે શોએબ મલિકના પરિવારે તેને ખુબ જ સપોર્ટ કર્યો છે.

વધુ વાંચો: IPL 2024ની શરૂઆત પહેલા ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો, આ દિગ્ગજ ખેલાડી અનફીટ, ચાહકો નિરાશ

શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના લગ્ન 2010માં થયા હતા

ડેલી પાકિસ્તાન મુજબ શોએબ મલિકે પોતાના આ ત્રીજા લગ્નમાં કોઈને ઈન્વાઈટ કર્યા ન હતા. શોએબના માતા અને તેમની બહેન પણ આ લગ્નમાં હાજર ન હતી. તમને જણાવી દયે કે શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના લગ્ન 2010માં થયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Sania Mirza Sania Mirza son Shoaib શોએબ મલિક સાનિયા મિર્ઝા Sania Mirza

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ