બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Ram Mandirs card was torn apart Raavan shared the video

કાર્યવાહી / કરોડો લોકોની આસ્થા સાથે રમત! ગાળો ભાંડીને ફાડી નાખ્યું રામમંદિરનું કાર્ડ, 'રાવણ'એ વીડિયો કર્યો શેર, કેસ ક્રાઈમ બ્રાન્ચમાં

Kishor

Last Updated: 09:35 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખુદને રાવણ બતાવનાર એક વ્યક્તિએ અપશબ્દો સાથે રામમંદિરવાળુ પોસ્ટર ફાડી નાખ્યું હતું અને તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો છે

  • દેશમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ
  • ઘણા શખ્સો કરી રહ્યા છે શાંતિ ડહોળવાનો પ્રયાસ
  • પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી

એક તરફ જ્યાં દેશ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ છે. તેવામાં ઘણા શખ્સો આવા માહોલને ખરાબ કરી શાંતિ ડહોળવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. આવુ એટલા માટે કારણ કે ખુદને રાવણ બતાવનાર એક વ્યક્તિએ અપશબ્દો સાથે રામમંદિરવાળુ પોસ્ટર ફાડી નાખ્યું હતું અને તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો છે. જો કે આ પોસ્ટરને ફાડી રહેલા વ્યક્તિની ઓળખ થઈ નથી. પણ ગ્વાલિયર પોલીસે આ મામલે FIR દાખલ કરી છે અને આ મામલે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે.

રાજેશ સિંહ ચંદેલને આ પોસ્ટને લઈને ફરિયાદ કરી

અત્યારે તો ભગવાન રામના પોસ્ટરને ફાડીને અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર યુવકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. હિન્દુ સેવાના છોટુ કુશવાહાએ ગ્લાલિયરના એસપી રાજેશ સિંહ ચંદેલને આ પોસ્ટને લઈને ફરિયાદ કરી હતી. જેથી પોલીસે આ મામલાને ઉગ્રતાથી લઈને તપાસ હાથ ધરી હતી અને સોશિયલ મીડિયા એજન્સીઓને ઈમેઈલ કર્યો હતો. આ વ્યક્તિ ઈન્સ્ટાગ્રામ પર પોતાને ગોપાલ રાવણ બતાવી રહ્યો છે. જેના ડીપીમાં ભીમ આર્મી નેતા ચંદ્રશેખર રાવણની તસવીર લગાવવામાં આવેલી છે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે

આ મામલે હિન્દુ સેનાએ પોસ્ટ વાયરલ કરનાર વિરૂદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે. જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. આ શખ્સની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં અન્ય એક આરોપી પણ સામેલ હોવાની વાત સામે આવી છે જેની તપાસ અત્યારે ચાલી રહી છે.

વધુ વાંચો:રામના ફોટા કોણે વાયરલ કર્યા? પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામલલાનો ફોટો લીક થતાં કાર્યવાહી કરશે ટ્રસ્ટ, ઓફિસરો પર લેવાશે એક્શન

જવાબદારો સામે કડક કાર્યવાહી

ગ્લાલિયરના એસપી રાજેશ સિંહ ચંદેલે કહ્યું કે આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં એક છોકરો આમંત્રણ પત્રને ફાડતો જોવા મળી રહ્યો છે. જેના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોસ્ટ વાયરલ કરનાર વ્યક્તિની અટકાયત કરી લેવામાં આવી છે. ગ્લાલિયરના એસપી રાજેશ સિંહ ચંદેલે કહ્યું કે આવી પોસ્ટ બીજા લોકોની ભાવનાને ઠેસ પહોંચાડે છે. જેથી આ એક દંડનીય ગુનો છે. જેથી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ