બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / rajkot raid by the state vigilance team on December 31

રાજકોટ / સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ વિજિલન્સ ટીમના દરોડા, 31 ડિસેમ્બર પહેલા દારૂનું ગોડાઉન ઝડપાયું

Kishor

Last Updated: 07:20 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

31st પહેલા રાજકોટમાં સ્ટેટ મોનીટરીંગ સેલે નવાગામે આવેલ કારખાનામાંથી દારૂ અને શંકાસ્પદ કેમિકલના જથ્થા સાથે બે આરોપીની અટકાયત કરી છે.

  • રાજકોટમાં સ્ટેટ મોનીટરિંગ સેલના દરોડા 
  • નવાગામના કારખાનામાંથી દારૂ બનાવવાનું કેમિકલ ઝડપાયું
  • પોલીસે વિદેશી દારૂની મીનિ ફેક્ટરી ઝડપી લઈ સ્થાનિક પોલીસનું નાક વાઢી લીધું

રાજકોટ પોલીસની લાલિયાવાડીનો વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો છે. જેમાં વિદેશી દારૂની મીનિ ફેક્ટરી ઝડપી લઈ સ્થાનિક પોલીસનું નાક વાઢી લીધું છે. સ્ટેટ મોનિટરિંગ સેલે કુવાડવા પોલીસ સ્ટેશનના 200 મીટરના અંતરે આવેલી ફેક્ટરી ઝડપી લેતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

દારૂની સાથે સાથે શંકાસ્પદ કેમિકલ પણ કબજે લેવાયું
રાજકોટમાં 31મી ડિસેમ્બર પહેલા મોટી કાર્યવાહી કરાઈ છે.રાજકોટના નવાગામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી ધમધમતી વિદેશી દારૂની મીનિ ફેક્ટરી ઝડપી લીધી હતી. પોલીસ સ્ટેશનથી આટલી નજીક દારૂનો જથ્થો ઝડપાતા લોકોમાં પણ અનેક સવાલો ઉઠ્યા છે. મહત્વનું છે કે અગાઉ રાજકોટમાં જનતાએ દારૂ મામલે દરોડા પાડ્યા હતા. ત્યારબાદ આજે SMC ના દરોડામાં પ્લાસ્ટિકના પાર્સલના પેકિંગમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.વધુમાં દારૂની સાથે સાથે શંકાસ્પદ કેમિકલ પણ કબજે લેવાયું છે. એટલું જ નહીં દારૂની બોટલોનું રિફ્લિંગ થતું હોવાનું પણ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.જ્યારે આ પ્રકરણમાં સંડોવાયેલ 2 આરોપીઓની અટકાયત પણ કરી લેવામાં આવી છે.

પ્લાસ્ટિકના પાર્સલના પેકિંગમાંથી ઝડપાયો હતો દારૂનો જથ્થો  

રાજકોટમાં દારુનુ ગોડાઉન ઝડપાવાનો મામલે પોલીસે તપાસ હાથ ધરતા રોહિત વોરા અને હસમુખ સાકોરિયા ગોડાઉનના માલીક હોવાનું ખુલ્યુ છે. વધુમાં આ બંન્ને શખ્સો હડમતીયા ગામના રહેવાસી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વધુમાં તપાસ દરમિયાન બેટરીના પાણી માટે ગોડાઉન રાખ્યું હોવાનું ગોડાઉન માલીકએ રટણ રટયું હતું. ત્યારબાદ આ પ્રકરણમાં FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી તપાસમાં જોડાઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ