બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / rajkot police made an affidavit not to grant bail to Devayat Khavad news

BIG BREAKING / દેવાયત ખવડના આગોતરા જામીન અંગે પોલીસની સૌથી મોટી કાર્યવાહી, લેવાયા તાબડતોબ એક્શન

Dhruv

Last Updated: 02:01 PM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવાયત ખવડ વિરૂદ્ધ પોલીસ હવે આકરાં પાણીએ આવી જતા પોલીસે દેવાયત ખવડ વિરૂદ્ધ જામીન અંગે સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે.

  • દેવાયત ખવડ વિરૂદ્ધ પોલીસ હવે આકરાં પાણીએ
  • પોલીસે દેવાયતને જામીન ન આપવા કર્યું સોગંદનામું
  • સોગંદનામામાં દેવાયતની ગુનાહિત કુંડળીઓનો ઉલ્લેખ

છેલ્લા કેટલાંક દિવસથી વિવાદમાં રહેનાર લોક સાહિત્યકાર દેવાયત ખવડને લઇને પોલીસ હવે એક્શનમાં આવી છે. દેવાયત ખવડની આગોતરા જામીન મુદ્દે પોલીસ એક્શનમાં આવતા પોલીસે દેવાયતને જામીન ન આપવા અંગેનું સોગંદનામું તૈયાર કર્યું છે. પોલીસે રજૂ કરેલા સોગંદનામામાં દેવાયતની ગુનાહિત કુંડળીઓનો ઉલ્લેખ કરાયો છે.

દેવાયત ખવડ સામે 3 ગુનાઓ દાખલ
તમને જણાવી દઇએ કે, દેવાયત ખવડ સામે 3 ગુનાઓ દાખલ છે. જેમાંના એક ગંભીર ગુનાની નોંધ છે. 2015માં ચોટીલામાં મારામારીના ગુના હેઠળ દેવાયત ખવડ વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી તો 2017માં સુરેન્દ્રનગરમાં આર્મ્સ એક્ટ હેઠળ દેવાયત ખવડ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. મહત્વનું છે કે, આવતીકાલે દેવાયત ખવડની આગોતરા જામીન પર કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

 રાજકોટમાં પોતાના સાથીદાર સાથે મયુરસિંહ રાણા પર હુમલો કર્યા બાદ દેવાયત ખવડ છેલ્લા કેટલાંય દિવસોથી ફરાર છે. ત્યારે હવે મયુરસિંહ રાણાના પરિવારે હુમલા અંગેની વાત છેક PMO સુધી પહોંચાડી છે. PMO સુધી મયુરસિંહ રાણાના પરિવારે આ ઘટના અંગેની રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી છે. તમને જણાવી દઇએ કે, થોડાક દિવસો અગાઉ રાજકોટમાં દેવાયત ખવડે પોતાના સાથીદાર મિત્ર સાથે જાહેરમાં એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. જ્યાર બાદથી તે અને પોતાનો સાથી મિત્ર પોલીસ પક્કડથી સતત દૂર છે. ગઈકાલે આ અંગે ક્ષત્રિય સમાજે પણ આ અંગે પોલીસમાં રજૂઆત કરી હતી.

દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો#devayatkhavad #vtvcard #gujarat #PMO pic.twitter.com/hu137r8Yp9

— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 16, 2022

દેવાયત ખવડે કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી ગઇકાલે ટળી ગઇ
વધુમાં તમને જણાવી દઇએ કે, લોકસાહિત્યકાર દેવાયત ખવડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. દેવાયત ખવડે ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી. દેવાયત ખવડે કરેલી આગોતરા જામીનની અરજીની સુનાવણી ગઇકાલે ટળી ગઇ હતી. ત્યારે હવે રાજકોટ કોર્ટમાં આગામી 17 ડિસેમ્બરે દેવાયત ખવડની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.

હુમલો કર્યાના 8 દિવસ બાદ પણ દેવાયત ખવડ પોલીસ પક્કડથી છે દૂર
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં મૂળ ધ્રાંગધ્રાના કોંઢ ગામના ક્ષત્રિય યુવાન પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરિતે લાકડી વડે હુમલો કરી જીવલેણ ઈજા પહોંચાડી હતી. ત્યારપછી દેવાયત નાસી ગયો છે. રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડ 8 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે.  દેવાયત ખવડ અને પોલીસ પોલીસકર્મીઓ વચ્ચે સાઠગાંઠ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એવામાં આ મામલે DCP ઝોન-2 સુધીરકુમાર દેસાઈનું નિવેદન સામે આવ્યું છે.

દેવાયત ખવડને પકડવા માટેના ચક્રો ગતિમાન છેઃ DCP
DCP ઝોન-2 સુધીરકુમાર દેસાઈએ જણાવ્યું કે, પીડિતના પરિવારજનો આજે રજૂઆત માટે આવ્યા હતા. આ દરમિયાન અત્યાર સુધીમાં આરોપીને પકડવા માટે જે કંઈ કામગીરી કરવામાં આવી છે, પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. તે અંગે તેમને(પીડિતના પરિવારને) માહિતગાર કરવા આવ્યા હતા. સાથે જ આગળની પોલીસ દ્વારા કરવામાં આવનાર કાર્યવાહીની પણ તેઓને સમજ આપવામાં આવી છે. પીડિતના પરિવારની રજૂઆત છે તેની નોંધ લઈને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

સાથે સંકળાયેલા લોકોના પણ નિવેદન લેવાયા: DCP
તેઓએ જણાવ્યું કે, આરોપીના ઠેકાણા પર પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસે તેમના લાગતાવળગતા લોકોના નિવેદન પણ નોંધ્યા છે. હાલ ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ પોલીસ આરોપી પકડવા માટે પ્રયત્નશીલ છે.  આગામી દિવસોમાં આ કેસ ઝડપથી ઉકેલાય જાય તે માટે પોલીસ સતત પ્રયાસો કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ