બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / VTV વિશેષ / Raj will change in Rajasthan, or Gehlot only the crown? Action of ED

મહામંથન / રાજસ્થાનમાં બદલાશે રાજ, અથવા ગેહલોતને જ તાજ? EDનું એક્શન, લોકોનું શું છે રિએક્શન?

Dinesh

Last Updated: 08:29 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: રાજસ્થાનને કેસરિયો ગઢ બનાવવા પ્રધાનમંત્રીએ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કર્યો તો અશોક ગેહલોત પોતાના કામ અને વચનો ઉપર વિશ્વાસ રાખીને ચાલે છે.

  • રાજસ્થાનની ચૂંટણીમાં રાજકીય યુદ્ધ ગરમાયું
  • રાજસ્થાનમાં બદલાશે રાજ, અથવા ગેહલોતને જ તાજ?
  • રાજસ્થાનમાં EDનું એક્શન, લોકોનું શું છે રિએક્શન?


મોટેભાગે રાજસ્થાનની રાજકીય તાસિર એવી છે કે જેમાં કોઈ એક પક્ષ સતત રિપીટ થતો નથી. મોટેભાગે દર 5 વર્ષે રાજસ્થાનમાં સત્તા પરિવર્તન થઈ જ જાય છે. આ વર્ષે પણ ભાજપ-કોંગ્રેસના પોતપોતાના ફૂલ ગુલાબી વચનો અને દાવાઓ છે. રાજસ્થાનને કેસરિયો ગઢ બનાવવા પ્રધાનમંત્રીએ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કર્યો તો અશોક ગેહલોત પોતાના કામ અને વચનો ઉપર વિશ્વાસ રાખીને ચાલે છે. ચૂંટણીમાં છેલ્લે છેલ્લે તો એવા દુર્લભ રાજકીય દ્રશ્યો પણ સર્જાયા કે જેમાં નરેન્દ્ર મોદી અને વસુંધરા રાજે અને અશોક ગહેલોત તથા સચિન પાયલટ ખુશનુમા અંદાજમાં એક જ મંચ ઉપર જોવા મળ્યા. જો કે એ જુદો મુદ્દો છે કે રાજકારણમાં મંચ ઉપરની ખુશી અને મનની ખુશી બંને અલગ છે. કોંગ્રેસ માટે ભાજપ પેપરલીક, લાલ ડાયરી, અને EDના રેડના મુદ્દા સતત ચગાવે છે તો રાજસ્થાનમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પણ મુદ્દો બનેલો છે તો સામે પક્ષે ભાજપ માટે માત્ર પ્રધાનમંત્રીના ચહેરા ઉપર જ મદાર રાખવો જરૂરી છે, બીજી તરફ કોઈ ફોડ પાડીને કહેતું નથી પણ વસુંધરા રાજે પણ પોતાની નારાજગી કળવા દેતા નથી અને ભાજપ આ વાત અંદરખાને જાણે છે. રાજકીય રીતે રાજસ્થાનમાં હવે ચૂંટણી પ્રચાર શાંત થઈ ગયો છે ત્યારે 25 નવેમ્બરે મતદારો પોતાનો વિકલ્પ પસંદ કરી લેવાના છે. હવે જોવાનું એ છે કે 3 ડિસેમ્બરે રાજસ્થાનમાં સત્તાનું પુનરાવર્તન થશે કે પરિવર્તન.

રાજકીય યુદ્ધ
રાજસ્થાનની ચૂંટણીમાં રાજકીય યુદ્ધ ગરમાયું છે. ભાજપ-કોંગ્રેસના સામસામે આક્ષેપ-પ્રતિ આક્ષેપ થઈ રહ્યાં છે. રાજસ્થાનની ચૂંટણીમાં અનેક મુદ્દાઓની ભરમાર તેમજ ચૂંટણી વચનો પણ રહ્યા ચર્ચામાં છે. રાજસ્થાનમાં પરિવર્તન કે પુનરાવર્તન, તેનો 3 ડિસેમ્બરે લોકચુકાદો છે

રાજસ્થાનમાં ક્યા મુદ્દા ચર્ચામાં?

  • ગેહલોત V/S પાયલટ
  • લાલ ડાયરી
  • પેપરલીક 
  • EDના દરોડા
  • કનૈયાલાલની હત્યા
  • કાયદો-વ્યવસ્થાની સ્થિતિ
  • PM ભાજપ તરફથી મુખ્ય ચહેરો
  • રાજસ્થાનમાં ભાજપનો CM પદનો ચહેરો
  • રાજસ્થાનની અસ્મિતા
  • ગેહલોત ઉપર તુષ્ટિકરણનો આરોપ

રાજસ્થાન વિધાનસભાની હાલની સ્થિતિ
ભાજપ    70
કોંગ્રેસ    108
અપક્ષ    13
રાષ્ટ્રીય લોકતાંત્રિક પક્ષ    3
ભારતીય ટ્રાઈબલ પાર્ટી    2
CPI(M)    2
રાષ્ટ્રીય લોકદળ    1
ખાલી બેઠક    1


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ