બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Rainy weather in Ahmedabad: Thunderstorm in many areas, heavy rain forecast in Gujarat in next 24 hours

મેઘમહેર / અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ: અનેક વિસ્તારોમાં મેઘરાજાની રમઝટ, આગામી 24 કલાકમાં ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

Vishal Khamar

Last Updated: 05:22 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સતત બીજા દિવસે પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે સાંજનાં સુમારે અમદાવાદ શહેરમાં એકાએક વરસાદ વરસવાનું શરૂ થવા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી.

  • અમદાવાદમાં સતત બીજા દિવસે પણ છવાયો વરસાદી માહોલ
  • બપોર બાદ એકાએક વાતાવરણમાં આવ્યો પલ્ટો
  • વસ્ત્રાપુર, એસ.જી.હાઈવે, માનસી સર્કલ ખાતે ધોધમાર વરસાદ

 અમદાવાદમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. ત્યારે બપોર બાદ એકાએક વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. જેમાં વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ, એસ.જી.હાઈવે, સિંધુ ભવન રો઼ડ તેમજ માનસી સર્કલ, પ્રહલાદનગર, સરખેજ તેમજ ગોતામાં વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા શહેરીજનોએ કંઈક અંશે બફારાથી રાહત મેળવી હતી.

2 થી 5 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશેઃઅંબાલાલ પટેલ
રાજ્યાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. 2 જુલાઈએ હવાનું દબાણ સર્જાશે. જેનાથી 5 જુલાઈ સુધી વરસાદ આવશે. તેમજ 2 થી 5 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે. જ્યારે 8 થી 12 જુલાઈ દરમિયાન રાજ્યનાં મોટા ભાગનાં જીલ્લામાં વરસાદ થશે. તેમજ 11 થી 12 જુલાઈ દરમિયાન દરિયા કિનારે પવન ફૂંકાશે. અને 18 થી 20 જુલાઈ દરમ્યાન હવાનું દબાણ ઉભું થશે અને વરસાદ થશે. 

આવતીકાલે છુટા છવાયા વરસાદની સંભાવનાંઃ હવામાન વિભાગ
વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 24 કલાક રાજ્યમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહેશે. તેમજ આવતીકાલે છુટા છવાયા વરસાદની સંભાવનાં છે. ત્યારે ઉ. ગુજરાત અને મ. ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદ પડ્યો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ