બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Railway Station use free wifi at railway station time limit for wifi

ટેક્નોલોજી / રેલવે સ્ટેશનો પર તમે ઉઠાવી શકશો ફ્રી WiFiનો આનંદ, એ કેવી રીતે, આ રીતે કરો લેપટોપ-મોબાઇલને કનેક્ટ

Arohi

Last Updated: 11:24 AM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Railway Station Use Free Wifi: ભારતીય રેલવે યાત્રીઓને Free Wifiની સુવિધા આપે છે. તેના દ્વારા હવે યાત્રી રેલવે સફર વખતે હાઈ-સ્પીડ ઈન્ટરનેટનો લાભ ઉઠાવી શકે છે. Free Wifi યુઝ કરવા માટે યાત્રીને રેલવાયરની વેબસાઈટ પર જઈને પોતાનો ફોન કે લેપટોપને કનેક્ટ કરવાનું રહેશે.

ઈન્ટરનેટ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનો રોલ નિભાવી રહ્યું છે. આ વાત ભારતીય રેલવે પણ જાણે છે. એવામાં ભારતીય રેલવેએ યાત્રીને સુવિધા આપવા માટે Free Wifiની સુવિધા શરૂ કરી છે. હવે ભારતીય રેલવે દેશના બધા રેલવે સ્ટેશન પર હાઈ સ્પીડ ઈન્ટરનેટની સુવિધા આપી રહ્યું છે. 

હવે યાત્રી અડધા કલાક સુધી ફ્રી-વાઈફાઈનો ઉપયોગ કરી શકે છે. આ Free Wifi રેલટેલ રેલવાયરના નામથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. અડધા કલાક બાદ પણ યાત્રી Free Wifiનો લાભ ઉઠાવી શકે છે. પરંતુ તેના માટે યાત્રીને પૈસા આપવા પડશે. રેલવેએ 10 રૂપિયાથી ઈન્ટરનેટ પેક શરૂ કર્યું છે. 

ક્યાં ક્યાં મળશે ફ્રી વાઈ-ફાઈનો લાભ 
જણાવી દઈએ કે Free Wifiનો લાભ ફક્ત રેલવે સ્ટેશન પર જ મળે છે. ટ્રેનમાં મુસાફરી વખતે રેલવાયર કામ નથી કરતા. તમે રેલવાયરના ઈન્ટરનેટ પેકની જાણકારી તેમની વેબસાઈટ railwire.co.inથી લઈ શકો છો. 

જો તમે રેલવાયરનું ઈન્ટરનેટ પેક ખરીદવા માંગો છો તો તમે નેટ બેંકિંગ, વોલેટ, ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરી શકો છો. 

Free Wifiમાં 1Mbpsની સ્પીડ ઓફર કરવામાં આવે છે. ત્યાં જ ઈન્ટરનેટ પેકમાં 34Mbpsની સ્પીડ મળે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં થયેલી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2023માં ખબર પડી કે રેલવે સ્ટેશનો પર દર મહિને 46 લાખ GBથી વધારે ઈન્ટરનેટનો ઉપયોગ થાય છે. 

વધુ વાંચો: ઉનાળામાં AC લેવાનો વિચાર હોય બદલી નાખો,હાલ 50% ડિસ્કાઉન્ટમાં મળે છે Split AC, બ્રાન્ડ પણ સારી

આ રીતે કરો લેપટોપ-મોબાઇલને કનેક્ટ

  • પોતાના ડિવાઈસના સેટિંગમાં જાઓ.
  • ત્યાર બાદ વાઈ-ફાઈ નેટવર્ક સર્ચ કરો. 
  • હવે તમે રેલવાયરના નેટવર્કને સિલેક્ટ કરો. 
  • ત્યાર બાદ રેલવાયરના વેબપેજને ઓપન કરો. હવે તમે પોતાનો મોબાઈલ નંબર પર એડ કરો. 
  • ત્યાર બાદ મોબાઈલ પર OTP આવશે. 
  • હવે તમને રેલવાયરથી કનેક્ટ કરવા માટે OTP દાખલ કરવાનો રહેશે. 
  • ઓટીપી ભર્યા બાદ તમે ઈન્ટરનેટથી કનેક્ટ કરી શકશો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ