બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / Rahul Gwaria from Rajasthan selected as a crpf sub inspector, mother was selling bangles for his education

પ્રેરણાદાયી / રાહુલ ગવારિયા: માએ ગલી-ગલીમાં બંગડી વેચી, પિતા શ્રમિક, હવે CRPFમાં મા ભોમની રક્ષા કરશે દીકરો

Vaidehi

Last Updated: 06:56 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કટ્ટર સમાજનો સામનો કરીને પણ રાજસ્થાનનાં આ યુવાને તનતોડ મહેનત કરી અને CRPFનાં સબ-ઈનસ્પેક્ટરની પોસ્ટ હાસિલ કરી. પ્રેરણાદાયી કહાની વાંચીને ગર્વ અનુભવશો.

  • રાજસ્થાનનાં યુવાન રાહુલની પ્રેરણાદાયી કહાની
  • માતા-પિતાએ બંગડી વેંચીને આપાવ્યું ભણતર
  • દીકરાએ CRPFનાં સબ-ઈનસ્પેક્ટરની પોસ્ટ હાસિલ કરી

રાજસ્થાનનાં બાડમેરનાં એક નાનકડાં ગામમાં રહેનારા રાહુલ ગવારિયાનું સિલેક્શન CRPFનાં સબ-ઈનસ્પેક્ટર પોસ્ટ પર થયું છે. રિપોર્ટ અનુસાર રાહુલ, બાડમેર જિલ્લા જ નહીં પરંતુ સમગ્ર જોધપુર સંભાગમાં પોતાના ગવારિયા સમાજથી આ પરીક્ષા પાસ કરનારા એકમાત્ર વ્યક્તિ છે. રાહુલ ગવારિયા કહે છે કે તેમનાં સમાજમાં દીકરા કે દીકરીને ભણતર આપવામાં આવતું નથી. પરંતુ તેના માતા-પિતાએ બંગડી વહેંચી અને મજૂરી કરીને તેને ભણાવ્યું છે. રાહુલની આ કહાની વાંચીને તમને પણ ગર્વ અનુભવાશે.

માતાએ કહી પોતાની આપવીતી
રાહુલ ગવારિયાની માતા બંગડીઓ વહેંચતી હતી. રાહુલને ભણાવવા માટે તે ટોકરીમાં બંગડીઓ ભરીને પોતાના ગામથી ઢાણી અને અન્ય શહેરોમાં ફરતી હતી. થોડા સમય બાદ તેમણે પોતાની દુકાન ખોલી લીધી. રાહુલની માતા પોતે ભણેલી નથી જ્યારે પિતાએ માત્ર 8 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે પરંતુ પુત્ર રાહુલને ઓફિસર બનાવવા પાછળ માતા-પિતાએ દિવસ-રાત એક કરી દીધાં હતાં.રાહુલની માતા કમલા દેવીએ કહ્યું કે દીકરાનાં ભણતરને લઈને તેમને સમાજનાં લોકોની અનેક વાતો સાંભળવી પડી હતી. પરંતુ હવે જ્યારે તેમનો દીકરો સબ-ઈંસ્પેક્ટર બની ગયો છે ત્યારે તે ખુબ ખુશ છે.

ફોર્સમાં જવાનો લીધો નિર્ણય
રાહુલે કહ્યું કે તેમણે 2017માં 12માં ધોરણમાં જ નક્કી કરી લીધું હતું કે તેને ફોર્સમાં જવું છે. બાડમેરમાં કોલેજનાં અભ્યાસ દરમિયાન રાહુલે NCC જોઈન કર્યું. 2019માં ગણતંત્ર દિવસ કેમ્પમાં ભાગ લીધો અને જોધપુર ગ્રુપ કેડેટ્સમાં બેસ્ટ કેડેટનો એવોર્ડ જીત્યો. આ બાદ રાહુલે સેનામાં જવાની તૈયારીઓ શરૂ કરી દીધી. થોડી નિષ્ફળતાઓ પણ આવી પરંતુ હાર ન માની. હાલમાં જ CRPF ભરતીનું રિઝલ્ટ આવ્યું અને રાહુલને સબ-ઈંસ્પેક્ટરની પોસ્ટ મળી ગઈ. રિપોર્ટ અનુસાર CRPFમાં સબ-ઈંસ્પેક્ટર બનવા માટે પાંચ સ્તર પર થતી પરીક્ષા રાહુલ ગવારિયાએ પહેલા જ અટેમ્પ્ટમાં પાસ કરી લીધી.

7 લાખ યુવાનોએ કર્યું હતું અપ્લાય
રાહુલે જણાવ્યું કે આ પરીક્ષામાં દેશભરમાંથી આશરે 7 લાખ યુવાનોએ અપ્લાય કર્યું હતું. તેમાંથી એક લાખ યુવાનો જ પ્રીલિમ્સ ક્લિયર કરી શક્યાં. તેમાંથી 68 હજાર યુવાનોને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યું અને છેલ્લે મેઈન પરીક્ષા માટે માત્ર 15000 યુવાઓનું સિલેક્શન થયું. આ બાદ ડોક્યૂમેંટ વેરિફિકેશન માટે 12000 લોકોને મેડિકલ માટે બોલાવવામાં આવ્યું. અંતે 4300 યુવાનોની પસંદગી થઈ જેમાં રાહુલનું પણ નામ શામેલ હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ