બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Rahul gandhi will contest for election from amethi says up congress president ajay rai

રાજનીતિ / BIG BREAKING: રાહુલ ગાંધી અમેઠીથી લડશે ચૂંટણી, UP કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાયે કર્યું એલાન

Vaidehi

Last Updated: 05:01 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UP કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે રાહુલ ગાંધીનાં અમેઠીથી ચૂંટણી લડવા બાબતે ખુલાસા કરતાં કહ્યું કે,'હા ચોક્કસથી લડશે...'

  • UP કોંગ્રેસ અધ્ય અજય રાય સાથે મીડિયાની વાતચીય
  • એરપોર્ટથી નિકળતાની સાથે કાર્યકર્તાઓએ કર્યું સ્વાગત
  • કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી વિશે કરી ચર્ચા

ઉત્તરપ્રદેશ કોંગ્રેસ કમિટીનાં નવા અધ્યક્ષ બન્યાં બાદ અજય રાય પહેલીવખત પોતાના ગૃહ જનપદ વારાણસીનાં લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પર પહોંચ્યાં હતાં. એરપોર્ટ પર પહોંચતાની સાથે હજારો કાર્યકર્તાઓએ અજય રાયનું ધુમધામથી સ્વાગત કર્યું. મીડિયા સાથેની વાતચીત દરમિયાન અજય રાજે ચૂંટણીને લઈને કેટલાક ખુલાસા પણ કર્યાં.

વિશ્વાસને લઈને જનતામાં જશે
વાતચીત દરમિયાન અજય રાયે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીએ તેમને 2014માં મહત્વની જવાબદારી સોંપી હતી. ભાજપાએ તેમની સામે તમામ દાવ રચ્યાં હતાં. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ન તો અજય રાય ત્યારે નમ્યો હતો અને ન તો આગળ નમશે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખરગેએ જે વિશ્વાસ રાખ્યો છે તે વિશ્વાસને લઈને તેઓ જનતામાં જશે. અજય રાયે જણાવ્યું કે 2014 અને 2019માં જે જવાબદારી તેમને આપવામાં આવી હતી તેઓ ખરા ઉતર્યાં છે અને હંમેશા સારું કામ કરીને દેખાડ્યું છે. આ જ કારણે તેમને આજે આ જવાબદારી પણ મળી છે.

અમેઠીથી ચૂંટણી લડશે રાહુલ
શું રાહુલ અમેઠીથી ચૂંટણી લડશે? આ પ્રશ્નનો જવાબ આપતાં અજય રાયે કહ્યું કે ચોક્કસથી લડશે અને અમેઠીનાં લોકો તો અહીં આવ્યાં છે. પ્રિયંકા ગાંધી જ્યાંથી કહેશે અમે તેમનું સંપૂર્ણ સમર્થન કરશું. તેમણે સ્મૃતિ ઈરાની પર કહ્યું કે તે બોખલાઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે કમળનું બટન દબાવો 13 રૂપિયે કિલો ખાંડ મળશે, શું તે અપાવી શકી?

રાહૂલનો સિપાહી છું...
અજય રાયે કહ્યું કે હું સૌથી પહેલા ગાજીપુર શહીદોની ધરતી પર તેમને નમન કરવા જઈ રહ્યો છું. શહીદો અને બલિદાનીઓની ધરતી કે જ્યાં આપણાં વીરોને 1942માં ઝંડો ફરકાવવા પર ગોળી મારી દેવામાં આવી હતી તેમને નમન કરવા જઈ રહ્યો છું. તેમણે કહ્યું કે હું રાહુલ ગાંધીનો સિપાહી અને કાર્યકર્તા છું જે પૂર્ણ મજબૂતીની સાથે ભાજપ અને નરેન્દ્ર મોદીની સામે લડ્યો હતો. હવે ચંદોલીથી ગાઝિયાબાદ સુધી લડવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ