બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Rahul Gandhi in Karnataka said congress will change the GST Slab

રાજનીતિ / રાહુલ ગાંધીનું મોટું એલાન, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવ્યાં બાદ GSTનું સ્ટ્રક્ચર બદલી નાખીશું

Vaidehi

Last Updated: 05:52 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Karnataka Election 2023: અરબપતિઓને બેંકથી લોન સરળતાથી મળી જાય છે અને જો કંઈ થાય છે તો સરળતાથી માફ પણ કરી દેવામાં આવે છે: રાહુલ ગાંધી

  • રાહુલ ગાંધી કર્ણાટકનાં પ્રવાસે
  • ખેડૂતો સાથે GST અંગે વાતચીત કરી
  • કહ્યું કોંગ્રેસ દિલ્હીમાં આવી તો GST સ્લેબ બદલશું

Karnataka Election 2023: કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રેલીઓ અને કાર્યક્રમો ચાલી રહ્યાં છે. હાલમાં કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બેલગાવીનાં રામદુર્ગમાં શેરડીનું વાવેતર કરતાં ખેડૂતો સાથે વાતચીત કરી હતી. ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે આજકાલ ફોકસ 2-3 અરબપતિઓ પર છે પરંતુ ખેડૂત-મજૂર અને નાનાં વેપારીઓને લઈને ચર્ચા થવી જોઈએ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે અરબપતિઓને બંકથી લોન સરળતાથી મળી જાય છે અને જો કંઈ થાય છે તો સરળતાથી માફ કરી દેવામાં આવે છે પરંતુ ખેડૂતોની લોન માફ કરવામાં આવતી નથી.

'GSTમાં જે 5 સ્લેબ છે તેને અમે બદલશું'
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેલગામમાં કહ્યું કે GST દેશનાં અમીર લોકોને મદદ કરવા માટે લગાવવામાં આવ્યું છે. એટલી જટિલ સંરચના છે કે અડધા લોકોને તો આ સિસ્ટમ સમજાતી જ નથી કે ક્યારે અને કેવી રીતે ભરવું. મોટા ઉદ્યોગોમાં એકાઉન્ટેન્ટ હોય છે પરંતુ નાનકડાં વેપારીઓની પાસે નથી હોતા જેના કારણે તે ટેક્સ નથી ભરી શકતા. તેમણે કહ્યું કે જો અમારી સરકાર દિલ્હીમાં આવે છે તો અમે GST બદલશું. એક ટેક્સ હશે અને ઓછામાં ઓછું હશે. GSTમાં જે 5 સ્લેબ છે તેને અમે બદલશું.

રાહુલ ગાંધી કર્ણાટકમાં 2 દિવસીય પ્રવાસ પર
રાહુલ ગાંધી આજથી 2 દિવસીય કર્ણાટકનાં પ્રવાસે છે. તેમણે યાત્રાની શરૂઆત બસવેશ્વની જયંતિનાં અવસર પર તેમની શ્રદ્ધાંજલિ અર્પિત કરીને કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ