બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / સુરત / Rahul Gandhi has sought a stay against the sentence in the defamation case, Sessions Court hearing at 11 today

Surat / માનહાની કેસમાં સજા સામે રાહુલ ગાંધીએ કરી છે સ્ટેની માંગ, આજે 11 વાગ્યે સેશન્સ કોર્ટમાં સુનાવણી

Priyakant

Last Updated: 07:27 AM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi Defamation Case: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે માનહાની કેસ મામલે આજે સુરત કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે, સજા સામે રાહુલ ગાંધીએ સ્ટેની કરી છે માંગ

  • રાહુલ ગાંધી સામે માનહાની કેસ મામલે આજે સુરત કોર્ટમાં સુનાવણી
  • માનહાનિ કેસમાં સજા સામે રાહુલ ગાંધીએ સ્ટેની કરી છે માંગ
  • ફરિયાદી પુર્ણેશ મોદી તરફ વાંધા સાથે જવાબ કરાયો છે રજૂ 
  • સુરત કોર્ટમાં આજે સવારે 11 વાગ્યાથી સુનાવણી હાથ ધરાશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર આજે એટલે કે ગુરુવારે સુરતની સેશન્સ કોર્ટમાં સુનાવણી થશે. સુરત મેટ્રોપોલિટન કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં દોષી ઠેરવ્યા બાદ તેમને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ તરફ રાહુલને 24 માર્ચે લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. તેમણે 3 એપ્રિલના રોજ સેશન્સ કોર્ટમાં તેની દોષિત ઠરાવ સામે અપીલ દાખલ કરી હતી.

એડિશનલ સેશન્સ જજ આરપી મોગેરાની કોર્ટે 3 એપ્રિલે રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા અને દોષિત ઠેરવવા પર સ્ટે માંગતી તેમની અરજી પર સુનાવણી 13 એપ્રિલ સુધી મુલતવી રાખી હતી. કોર્ટે પૂર્ણેશ મોદીની સાથે ગુજરાત સરકારને પણ નોટિસ પાઠવી હતી. બુધવારે આ જ સુનાવણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ફોજદારી માનહાનિ કેસમાં દોષિત ઠરાવવાની રાહુલ ગાંધીની અરજીનો વિરોધ કરતા કહ્યું કે, કોંગ્રેસ નેતા "પુનરાવર્તિત અપરાધ" છે અને તેમને અપમાનજનક નિવેદનો કરવાની આદત છે.

શું કહ્યું છે પૂર્ણેશ મોદીએ ? 
આ કેસના ફરિયાદી પૂર્ણેશ મોદીએ કહ્યું કે, રાહુલ ગાંધી જે રીતે મેજિસ્ટ્રેટના આદેશ સામે અપીલ દાખલ કરવા માટે દેખાયા તે તેમની "અહંકાર અને કોર્ટ પર દબાણ લાવવાનું અપરિપક્વ કૃત્ય" દર્શાવે છે. પૂર્ણેશ મોદી કોર્ટની બહાર કોંગ્રેસના શક્તિ પ્રદર્શનનો ઉલ્લેખ કરી રહ્યા હતા.  પૂર્ણેશ મોદીએ મંગળવારે કોર્ટમાં રાહુલ ગાંધીની તેમની 'મોદી સરનેમ' ટિપ્પણી પર માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર રોક લગાવવાની અરજીના જવાબમાં તેમનું સોગંદનામું દાખલ કર્યું. તેમણે રાહુલ ગાંધી પર તેમના સાથી પક્ષો અને કોંગ્રેસના નેતાઓ દ્વારા કોર્ટ સામે "અનવ્યાજબી અને અપમાનજનક ટિપ્પણી" કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આરોપી "પુનરાવર્તિત અપરાધીઓ" છે અને તેમના બદનક્ષીભર્યા નિવેદનો માટે અન્યત્ર આરોપોનો સામનો કરી રહ્યા છે અને એક કેસમાં માફી માંગ્યા પછી હાઇકોર્ટે તેમને ચેતવણી આપી હતી. તેમના સોગંદનામામાં બીજેપી નેતાએ 11 ફોજદારી માનહાનિના કેસનો ઉલ્લેખ કર્યો છે જેનો રાહુલ ગાંધી સામનો કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ