બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / rahul gandhi attacked on PM Modi in london with an interview with Indian Journalists association

રાજનીતિ / PM બનવાના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું, સેન્ટ્રલ આઇડિયા BJP-RSSને હરાવવાનો છે

Vaidehi

Last Updated: 09:02 AM, 5 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધી લંડનમાં ઈન્ડિયન જર્નલિસ્ટ એસોસિએશનનાં કાર્યક્રમમાં બોલી રહ્યાં હતાં. તેમણે PM મોદી પર નિશાન સાધતાં કહ્યું કે તેમણે છેલ્લાં 60-70 વર્ષોમાં કંઈ જ નથી કર્યું.

  • રાહુલ ગાંધીએ લંડનમાં કર્યું જનસંબોધન
  • PM મોદી સહિત ભાજપ પર કર્યાં પ્રહારો
  • કહ્યું, 'ભારતનું અપમાન તો PM મોદી કરે છે'

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર વિદેશમાં પ્રધાનમંત્રી પર નિશાન સાધ્યું છે. આ સાથે જ તેમણે ભાજપ દ્વારા કરવામાં આવેલા કેટલાક નિવેદનો પર પણ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે 'મોદીએ ખુદ કહ્યું છે કે છેલ્લાં 60-70 વર્ષોમાં તેમણે કંઈ જ નથી કર્યું. તેમણે એવું કહીને ભારતીયો અને તેમના દાદા-દાદીનું અપમાન કર્યું છે કે ભારતે એક દશક ગુમાવ્યું છે. અને આ બધું તેઓ વિદેશની ધરતી પર કહે છે. '

ત્રણ દશક જૂની ભાજપની રથયાત્રાની કરી સરખામણી
હાલમાં રાહુલ ગાંધી લંડનમાં ઈન્ડિયન જર્નલિસ્ટ અસોસિએશનનાં કાર્યક્રમમાં ભાજપનાં એ આરોપો પર પલટવાર કરી રહ્યાં છે જેમાં તેમના પર ભારતને કુખ્યાત કરવાનાં આરોપો લગાવાયા હતાં. એટલું જ નહીં આ દરમિયાન તેમણે પોતાની ભારત જોડો યાત્રાની તુલના ત્રણ દશક જૂની ભાજપની રથયાત્રા સાથે કરી. તેમણે કહ્યું કે ભાજપે પણ રથયાત્રા કરી હતી, એક ફરક છે. તે યાત્રાનું કેન્દ્ર એક રથ હતું જે રાજાનું પ્રતીક છે. અમારું રથ તો લોકોને ભેગું કરી રહ્યું છે- ભેટી રહ્યું છે.

RSS અને ભાજપને લઈને બોલ્યાં રાહુલ
રાહુલે કહ્યું કે 'RSS અને ભાજપને હરાવવાની જરૂરીયાત હવે લોકોનાં મનનાં ઊંડાણમાં બેસી ગઈ છે. ભારત જોડો દરમિયાન અનેક દ્રષ્ટિકોણ હતાં. તેમણે કહ્યું કે અમે સંસ્થાગત રીતે લડી રહ્યાં છીએ. RSS અને ભાજપએ એ સંસ્થાનોને કબ્જે કરી લીધાં છે જેમણે તટસ્થ રહેવું જોઈએ.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ