બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / rahu could be dangerous for these five zodiac signs including tula in new year 2023

રાશિ ભવિષ્ય / 2023માં આ 5 રાશિના જાતકો સાવધાન રહેજો! નહીં તો રાહુ જીવનમાં ઊભી કરશે અનેક સમસ્યા

Premal

Last Updated: 04:21 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2023માં રાહુની ચાલ પર નજર કરીએ તો આ ગ્રહ 30 ઓક્ટોબર 2023 સુધી મંગળના સ્વામિત્વવાળી રાશિ મેષમાં રહેશે. ત્યારબાદ રાહુ મેષ રાશિમાંથી નિકળીને દેવગુરૂની સ્વામિત્વવાળી મીન રાશિમાં જશે. જ્યોતિષીઓનુ કહેવુ છે કે નવા વર્ષમાં રાહુ પાંચ રાશિના જાતકોને વધારે પરેશાન કરી શકે છે.

  • શનિ બાદ રાહુની ચાલ સૌથી ધીમી હોય છે
  • રાહુ 2023માં 30 ઓક્ટોબર 2023 સુધી મેષ રાશિમાં રહેશે
  • આ પાંચ રાશિના જાતકોને સૌથી વધુ પરેશાન કરી શકે 

વર્ષ 2023માં રાહુ 30 ઓક્ટોબર 2023 સુધી મેષ રાશિમાં રહેશે

જ્યોતિષ શાસ્ત્રમાં શનિ બાદ રાહુની ચાલ સૌથી ધીમી હોય છે. આ ગ્રહ હંમેશા વક્રી ચાલ ચાલે છે અને લગભગ દોઢ વર્ષના સમયગાળામાં પોતાની રાશિ બદલે છે. વર્ષ 2023માં રાહુની ચાલ પર નજર કરીએ તો આ ગ્રહ 30 ઓક્ટોબર 2023 સુધી મેષ રાશિમાં રહેશે. ત્યારબાદ મેષમાંથી નિકળીને મીન રાશિમાં જતો રહેશે. જ્યોતિષીઓનુ કહેવુ છે કે નવા વર્ષમાં રાહુ પાંચ રાશિના જાતકોને સૌથી વધુ પરેશાન કરી શકે છે. જાણો એવી કઈ છે પાંચ રાશિઓ. 

મેષ- રાહુ તમારી બુદ્ધીને અમુક અંશે ભ્રમમાં નાખશે. તમે દરેક કામમાં જલ્દબાજી બતાવશો. જેનાથી તમારા કાર્યોમાં સમસ્યા આવી શકે છે. આ દરમ્યાન તમે મોટા ષડયંત્રોનો શિકાર પણ થઇ શકો છો. લોકો સાથે તમારા ઝગડા અથવા વિવાદ વધી શકે છે. ઘરમાં સભ્યોની સાથે પણ તમારે વિવાદ થઇ શકે છે.

વૃષભ- નવા વર્ષમાં રાહુ તમારા ખર્ચમાં સતત વધારો કરતો રહેશે. રાહુ તમને કારણ વગરનો ખર્ચ કરનારો બનાવશે. તમે વિચાર્યા અને સમજ્યા વગર નાણાનો ખર્ચ કરશો. રાહુ તમને માનસિક રીતે પણ પરેશાન કરી શકે છે. શોર્ટકટ રીતે સફળતા મેળવવાની લાલચ તમને મુશ્કેલીમાં નાખી શકે છે. શારીરીક રીતે પણ તમારી પરેશાની વધી શકે છે. 

તુલા- વેપારી મામલામાં તમે વધુ નિરંકુશ મહેસૂસ કરી શકો છો. તમે ઘણી વખત વિચાર્યા-સમજ્યા વગર નિર્ણય લેશો જે તમારા બિઝનેસમાં ઘણી વખત હાનિ અથવા નુકસાનનુ કારણ બનશે. તમારે પોતાના બિઝનેસ પાર્ટનરની સાથે પણ સાવધાનીથી રજૂ થવુ પડશે. લોકો સાથે તમારે મતભેદ જલ્દી થશે. તો નોકરિયાત કર્મચારીઓએ પણ થોડુ સંભાળીને રહેવુ પડશે. 

મકર- રાહુ તમારા જીવનમાં ઉતાર-ચઢાવની સ્થિતિને લઇને આવશે. પારિવારિક સંબંધ નબળા બનશે. તમારે પારિવારિક જીવનમાં સામંજસ્ય બેસાડવા માટે વધારે પ્રયાસ કરવા પડશે. ઘરનો માહોલ થોડો અશાંત હોઇ શકે છે. દામ્પત્ય જીવનમાં સમસ્યાઓ વધવાની સંભાવના છે. તેથી તમારે થોડુ શાંતિથી કામ લેવુ પડશે. 

મીન- આ વર્ષે રાહુ તમને ઉત્તમ ધનની પ્રાપ્તિ કરાવશે. પરંતુ તમે જેટલા ધનની નજીક પહોંચશો તેટલા જ પરિવારથી દૂર થઇ જશો. પરિવાર સાથે તમારો વિવાદ શરૂ થઇ જશે. તેથી તમારે ખૂબ વિચારી-સમજીને સામંજસ્ય બેસાડવાનો પ્રયાસ કરવો પડશે. બીજી તરફ અસંતુલિત ભોજન અથવા ખાન-પાનના કારણે તમારા હેલ્થમાં ઘટાડો આવી શકે છે. તેથી તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પ્રત્યે જાગૃત રહેવુ પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ