બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Raghavji Patel's big statement on crop damage assistance

સહાય / મને આશા છે કે ખેડૂતોને...', પાક નુકસાની સહાય અંગે રાઘવજી પટેલનું મોટું નિવેદન, જુઓ ક્યાં પહોંચી પ્રોસેસ

Vishal Khamar

Last Updated: 08:01 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભર ઉનાળે રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને પડતા પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે મોટા ભાગનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. કૃષિ મંત્રીએ સહાય અંગે કહ્યું કે ખેડૂતોને થોડાક જ દિવસોમાં સહાય ચૂકવી દેવામાં આવશે.

  • કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો ખેડૂતોને ટૂંક સમયમાં મળશે વળતર
  • ખેડૂતોને થયેલા નુકસાન અંગે બોલ્યા કૃષિમંત્રી રાઘવજી પટેલ
  • સહાય અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા થઈ છેઃ રાઘવજી પટેલ
  • નુકસાની અંગેનો અમે મુખ્યમંત્રીને અહેવાલ સબમિટ કર્યો છેઃ રાઘવજી પટેલ

રાજ્યમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન છે. ત્યારે હવે ખેડૂતોને ટૂંક સમયમાં સહાય આપવાની કૃષિ મંત્રીએ જાહેરાત કરી. ખેડૂતોને વરસાદથી થયેલા નુકસાન અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, સહાય અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા થઈ છે. નુકસાની અંગેનો અહેવાલ સબમિટ કરાયો છે. ટૂંક સમયમાં ખેડૂતોને સહાય આપવામાં આવશે.

સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું
માવઠાથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. રવિ પાક અને બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઘઉં જેવા જીવન જરૂરી ધાન્યના ભાવ ઉપર માવઠાને કારણે અસર પડી. કેરીના પાકને પણ માવઠાથી વ્યાપક નુકસાન થયું. ખેડૂતોએ વાવેલા શાકભાજી માવઠાને કારણે બગડી ગયા. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

ખેડૂતોને શું છે પરેશાની? 
માવઠાને કારણે પાકને સતત નુકસાન થઈ રહ્યું છે. કેટલાક વિસ્તારમાં સરવે થયાને 15 દિવસથી વધુનો સમય વિત્યો છે. કેટલાક વિસ્તાર સરવે માટે ટીમ ન પહોંચી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. આગામી દિવસોમાં વાવેતર શું કરવુ તે અંગે ખેડૂતો અસમંજસમાં છે. પાકના વાવેતર માટે લાખોનો ખર્ચ કર્યો પરંતુ પાક નાશ પામ્યો. રાજ્યના કેટલાક જિલ્લામાં સરવેમાં વિસંગતતા જોવા મળી છે. ખેતીવાડી અધિકારીઓએ સરવેની કામગીરી પૂર્ણ પણ જાહેર કરી દીધી છે. સરકારનો 33 ટકા નુકસાનીનો નિયમ પણ ખેડૂતો માટે મુશ્કેલી ભરેલો છે. ઘઉં જેવા રવિ પાક એવા છે કે જે નજીવા વરસાદે બગડી જાય છે તો તેમા માપદંડ શું? 

ખેડૂતોને સહાય કેમ જરૂરી?
રાજ્યના કેટલાક જિલ્લામાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદથી તૈયાર થયેલા રવિ પાકને નુકસાન થયું. ઘઉ એવો પાક છે જેને વરસાદ કરતા સિંચાઈના પાણીની વધુ જરૂર છે. રાજ્યમાં અનેક જગ્યાએ કરા પણ પડ્યા. કરા પડવાથી તડબૂચ, ટેટી, કેરીના પાકને નુકસાન થયું છે.  ગીર-સોમનાથમાં કેરીના પાકને 70 ટકા જેટલા નુકસાનનો દાવો. પાક બગડી જવાથી ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યા. અનેક જગ્યાએ ખેડૂતો પાકને વેચવાની તૈયારી કરતા હતા અને વરસાદ પડ્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ