બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / quit caffeine for a mont dont drink tea coffee body changes

Side Effects / એક મહિના માટે ચા-કોફી બંધ કરીએ તો શું થાય? ચૂસકીના બંધાણીઓ આ 3 અસર જરૂર કરશે મહેસુસ

Bijal Vyas

Last Updated: 11:53 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણીવાર ચા અને કોફીને છોડી દેવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તેમાં હાજર કેફીન નુકસાન પહોંચાડી શકે છે. આવો જાણીએ કે એક મહિના સુધી તેનો ત્યાગ કરવાથી શું અસર થશે.

  • ચા-કોફીમાં રહેલુ કેફીન સ્વાસ્થ્ય માટે હાનિકારક 
  • ચા કે કોફી પીવાનું છોડશો તો એક અઠવાડિયાની અંદર જ તમારી ઊંઘ ને લગતી સમસ્યા દૂર થવા લાગશે
  • ચા કે કોફી જેવી ગરમ વસ્તુ પીવાથી દાંતને નુકસાન થાય છે

If You Give Up Caffeine for a Month: ભારતમાં એવા કરોડો લોકો હશે જેમના દિવસની શરૂઆત ચાના એક કપથી અથવા તો કોફી પીને થતી હોય છે. ચા અને કોફીના શોખીનોની સંખ્યા ભારતમાં કદાચ સૌથી વધારે હશે. એક કપ ગરમાગરમ ચા કે કોફી પી લેવાથી શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. જે લોકોને ચા અને કોફી પીવાની આદત હોય છે તેમને જો કહેવામાં આવે કે એક મહિના સુધી ચા કે કોફી નથી પીવાની તો તેમની હાલત બગડી જાય. પરંતુ હકીકતમાં જો તમે માત્ર 30 દિવસ પણ ચા કે કોફીનું સેવન નહીં કરો તો તમારા શરીરમાં ત્રણ જોરદાર ફેરફાર જોવા મળશે. શરીરમાં જો કેફીન જતું અટકે તો શરીરમાં કેટલાક સકારાત્મક ફેરફાર જોવા મળે છે. તો આવો જાણીએ કે, ચા અને કોફી ન પીવાથી શરીર પર કેવી અસર થાય છે.

તમે પણ કોફી એડિક્ટ છો? તો જાણી લો તેના ફાયદા અને નુકસાન | Know benefits and  disadvantage of coffee

કેફીન છોડવા પર થશે આ અસર
1. બ્લડ પ્રેશર કંટ્રોલમાં 

ચા કે કોફી પીવાથી થાક તુરંત ઉતરી જાય છે તેનું કારણ કે બ્લડ પ્રેશર વધે છે. આ સ્થિતિ યોગ્ય નથી. જો તમે એક મહિના સુધી થાક કોફીના મારફતે શરીરમાં જતું કેફીન અટકાવો છો તો તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

2. સારી ઊંઘ 
ચા પીવાનું છોડવાથી ઊંઘ પર સારી અસર પડે છે. વ્યક્તિ જ્યારે કેફિનયુક્ત પદાર્થ પીવાનું શરૂ કરે છે તો તેની ઊંઘમાં ખલેલ પડવા લાગે છે. જો તમે ચા કે કોફી પીવાનું છોડશો તો એક અઠવાડિયાની અંદર જ તમારી ઊંઘ ને લગતી સમસ્યા દૂર થવા લાગશે. એક મહિનામાં તો તમને તમારા સ્વાસ્થ્યમાં પોઝિટિવ ફેરફાર જોવા મળશે કારણ કે તમે નિયમિત રીતે સારી ઊંઘ કરતા થશો.

શિયાળામાં વધુ પ્રમાણમાં આદુવાળી ચા પીતા હોવ તો ચેતી જજો, 4 મહિનામાં થઈ જશે  આવી તકલીફો | Side Effects Of Excessive Intake Of Ginger Tea in winetr

3. દાંત સફેદ થશે
ચા કે કોફી જેવી ગરમ વસ્તુ પીવાથી દાંતને નુકસાન થાય છે. જે લોકો વધારે પ્રમાણમાં છે કે કોફી પીતા હોય છે તેના દાંતનો રંગ ધીરે ધીરે બદલવા લાગે છે. સાથે જ તેમાં રહેલી ખાંડ દાંતને નબળા પણ કરે છે. આવી સ્થિતિમાં જો તમારે દાંતને નબળા પડતા અટકાવવા હોય અને દાંતને સફેદ રાખવા હોય તો ચા કે કોફી પીવાનું છોડી દો. એક મહિનામાં જ તમે તમારા દાંતમાં કુદરતી રીતે ફરક અનુભવશો

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ