બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / વિશ્વ / Questioned on security of G7 meeting after attack on Japanese PM, says 'my responsibility'

મોટું નિવેદન / જાપાનના PM પર હુમલા બાદ G7 બેઠકની સુરક્ષા પર સવાલ, કહ્યું 'મારી જવાબદારી'

Priyakant

Last Updated: 11:44 AM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Japan G7 Meeting: જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદાએ G7ની બેઠકની સલામતીની ખાતરી કરવા માટે શક્ય તેટલું બધું કરવાની પ્રતિજ્ઞા લીધી

  • જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા પર હુમલા બાદ મોટું નિવેદન 
  • જાપાનમાં આગામી મહિને  યપજનર G7 દેશોની બેઠકને લઈ આપ્યું નિવેદન 
  • PM કિશિદાએ કહ્યું કે, આ બેઠકની સુરક્ષાની જવાબદારી મારી રહેશે

જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા પર ભાષણ દરમિયાન સ્મોક બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. જોકે જાપાનના પીએમ સ્મોક બોમ્બ હુમલાથી બચી ગયા હતા. આ તરફ પોલીસે હુમલાના શંકાસ્પદને પકડી લીધો હતો. જોકે હવે આ ઘટના બાદથી જાપાનમાં યોજાનારી G7 બેઠકની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.  

જાપાનમાં આગામી મહિને  G7 દેશોની બેઠક યોજાવાની છે. આનાથી હુમલામાંથી બચી ગયાના એક દિવસ પછી જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદાએ ઔદ્યોગિક શક્તિઓના જૂથ (G7) ની બેઠકની સલામતીની ખાતરી કરવા માટે શક્ય તેટલું બધું કરવાની પ્રતિજ્ઞા લીધી. કિશિદાએ કહ્યું કે, આ બેઠકની સુરક્ષાની જવાબદારી મારી રહેશે.

કેવી રીતે થયો હતો હુમલો ? 
પશ્ચિમ જાપાનના ચૂંટણી પ્રચાર દરમિયાન કિશિદા પર એક શકમંદ દ્વારા સ્મોક બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો. પીએમ 23 એપ્રિલે સંસદના નીચલા ગૃહની પેટાચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા. એક ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, પોલીસ દ્વારા 24 વર્ષીય રિયુજી કિમુરા તરીકે ઓળખાયેલ શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી ત્યારે તેની પાસે છરી હતી. શંકાસ્પદ વ્યક્તિ પાસે બીજું વિસ્ફોટક ઉપકરણ પણ હતું, જેને તેણે ઘટનાસ્થળે જ વિસ્ફોટ કર્યો હતો.

આવા જ એક હુમલામાં પૂર્વ PM શિન્ઝો આબેનું થયું હતું મોત 
કિશિદાએ કહ્યું કે, જેઓ જાપાનની લોકશાહીના પાયા પર હુમલો કરે છે તેમને હિંસાનો આશરો લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જણાવી દઈએ કે, ગયા વર્ષે જ પૂર્વ પીએમ શિંજો આબેની ચૂંટણી સભામાં હત્યા કરવામાં આવી હતી. આબેને પ્રચાર દરમિયાન ભાષણ આપતી વખતે એક વ્યક્તિએ ગોળી મારી હતી, જે બાદ તેમનું મૃત્યુ થયું હતું.

G7માં કયા કયા દેશો સામેલ ? 
જાપાનમાં આગામી મહિને  G7 દેશોની બેઠક યોજાવાની છે. જોકે તમને જણાવી દઈએ કે, G7 એ કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત વિશ્વની સાત મુખ્ય ઔદ્યોગિક શક્તિઓનું જૂથ છે. આ ઉપરાંત યુરોપિયન યુનિયન પણ તેનો સભ્ય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ