બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Punjab haryana high court says adult male uder 21 cannot marriage but live in with consenting partner

ઓર્ડર...ઓર્ડર / 21 વર્ષ પહેલા લગ્ન ન થાય પણ શું લીવ-ઈનમાં રહી શકાય? હાઈકોર્ટે આપેલા ચુકાદાની દેશભરમાં ચર્ચા

Parth

Last Updated: 12:42 PM, 21 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં લગ્ન પહેલા યુવક યુવતીને સાથે રહેવાને લઈને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા મોટો ચુકાદો આપવામાં આવ્યો છે.

  • લગ્નની ઉંમરને લઈને દેશભરમાં ચર્ચા 
  • લીવ ઇન રિલેશનશીપને લઈને મોટો ચુકાદો 
  • લગ્ન પહેલા સાથે રહી શકે છે કપલ: હાઈકોર્ટ 

હાઈકોર્ટના ચુકાદાની ચર્ચા 
હાલમાં જ દીકરીઓના લગ્નની ઉંમરને લઈને ભારતમા રાજકારણ ગરમાયું છે, મોદી સરકાર દીકરીઓનાં લગ્ન માટેની ઉંમર 21 વર્ષ કરવા જઈ રહી છે ત્યારે અનેક પાર્ટીઓ દ્વારા તેનો ખુલ્લો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં લીવ ઇન રિલેશનશીપને લઈને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. 

લગ્ન પહેલા લીવ ઇન રિલેશનશિપમાં રહી શકે છે યુવકો 
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા એક કેસમાં ચુકાદો આપવામાં આવ્યો છે કે કોઈ પણ યુવક 21 વર્ષ પહેલા લગ્ન તો નહીં કરી શકે પરંતુ 18 કે તેથી વધારે ઉંમર હોવા પર મહિલાની સહમતી સાથે કપલની જેમ સાથે રહી શકે છે. નોંધનીય છે કે વર્ષ 2018માં જ સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે કોઈ પણ યુવક અને યુવતી લગ્ન વગર કપલની જેમ સાથે રહી શકે છે, આ જ ચુકાદાના આધારે જ હાઇકોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. 

શું છે આખો કેસ ? 
નોંધનીય છે કે એક યુવા કપલ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરીને સુરક્ષાની માંગ કરવામાં આવી હતી. કપલની ઉંમર 18 વર્ષથી ઉપર છે અને બંને એકબીજાને પ્રેમ કરે છે પરંતુ હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે 21 વર્ષ પહેલા લગ્ન કરી શકે તેમ નથી. કપલે હાઇકોર્ટમાં અરજી કરી હતી કે પરિવાર દ્વારા તેમના જીવને ખતરો છે અને તેમને સુરક્ષા આપવામાં આવે, તેમને ડર છે પરિજનો તેમની હત્યા કરી નાંખશે. 

સુરક્ષા આપવાના આદેશ 
હાઇકોર્ટે કહ્યું કે સરકારની જવાબદારી છે કે દરેક નાગરિકની સુરક્ષા અને સ્વતંત્રતાની રક્ષા કરવામાં આવે. SSPને પણ આદેશ આપવામાં આવ્યા કે યુવા કપલને સુરક્ષા આપવામાં આવે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ