બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / progress and wealth in business, the natives of this zodiac will get new opportunities in the job, see today horoscope prediction

27 જાન્યુઆરી / નોકરીમાં પ્રમોશન, વ્યવસાયમાં ધનલાભ... તુલા સહિત આ રાશિના જાતકોને આજે ઘી-કેળાં, જાણો આજનું રાશિફળ

Dinesh

Last Updated: 07:30 AM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
27 01 2024 શનિવાર
માસ પોષ
પક્ષ વદ
તિથિ બીજ
નક્ષત્ર આશ્લેષા બપોરે 1:00 પછી મઘા
યોગ સૌભાગ્ય
કરણ તૈતિલ બપોરે 2:25 પછી ગર
રાશિ કર્ક (ડ.હ.) બપોરે 1:00 પછી સિંહ (મ.ટ.)

મેષ (અ.લ.ઈ.)  
આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે તેમજ સ્નેહીના સંપર્કથી લાભ થશે અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે, પરિવારના સુખમાં વૃદ્ધિ થશે

વૃષભ (બ.વ.ઉ.) 
સરકારી કામમાં સફળતા મળશે અને કરેલા કાર્યો ફળદાયી બનશે તેમજ નોકરી બાબતે સારા સમાચાર મળશે અને ધંધામાં લાભ મેળવી શકશો 

મિથુન  (ક.છ.ઘ.) 
કામમાં નિરાશાનો અનુભવ થશે અને સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે તેમજ ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે, ધર્મપ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે 

કર્ક  (ડ.હ.) 
કર્ક રાશિના જાતકોને ધન માનનો વ્યય જણાશે તેમજ નોકરીમાં પરેશાની રહેશે અને માનસિક તણાવ જણાશે અને વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે 

સિંહ (મ.ટ.) 
આ રાશિના જાતકોને કામકાજમાં સફળતા મળશે તેમજ ધંધામાં નવી તકો મળશે અને નોકરીમાં બઢતીની તકો મળશે અને પારિવારિક સંબંધોમાં લાભ થશે

કન્યા (પ.ઠ.ણ.) 
ધંધાના કામમાં સફળતા મળશે અને પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો તેમજ આત્મવિશ્વાસમાં વધારો થશે અને ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે

તુલા  (ર.ત.) 
ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે અને નવા સંબંધોમાં નિરાશા જણાશે તેમજ નોકરીમાં નવી તકો મળશે અને સંતાનપક્ષે શુભ સમાચાર મળશે

વૃશ્ચિક (ન.ય.) 
પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે અને સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે તેમજ નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે અને વ્યવસાયમાં ધનલાભ થશે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આજે ભાગ્ય અનુકૂળ જણાય છે અને રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે તેમજ વિકાસના કાર્યોમાં ગતિ આવશે, દિવસ આનંદમાં પસાર થશે

મકર (ખ.જ.) 
વાદ-વિવાદના કામથી બચવું અને આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે તેમજ ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે અને પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે

કુંભ  (ગ.શ.ષ.સ.) 
કામની સફળતામાં ખુશી અનુભવશો અને નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે તેમજ સ્વજનોનો સહયોગ મળશે, ધંધામાં સુધારો જોવા મળશે

મીન (દ.ચ.ઝ.થ) 
માનસિક તણાવ જણાશે અને કામમાં મધ્યમ સફળતા મળશે તેમજ વિરોધીઓથી સાવધાન રહેવું, ખર્ચ બાબતે સંભાળવું

વાંચવા જેવું: ઘરના પગથિયાં નીચે આ વસ્તુઓ મુક્તા હોય સાવધાન, પારિવારિક ભૂકંપના સંકેત, આર્થિક ફટકો પણ પડશે

શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12:33 થી 3:54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9:00 થી 10:30 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ