બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 02:47 PM, 26 January 2024
ADVERTISEMENT
આજકાલ ઘર નાનુ હોવાને કારણે ખાલી હોય તો તે જગ્યાનો અલગ અલગ કામમાં ઉપયોગ કરતા હોય છે. કેટલાક લોકો સીડીઓ નીચે ટોયલેટ, બાથરૂમ, કિચન અથવા પૂજા ઘર બનાવતા હોય છે. અનેક લોકો આ જગ્યાને સ્ટોર તરીકે ઉપયોગ કરે છે અને ઘરનો વધારાનો સામાન અથવા જૂતા ચપ્પલ મૂકતા હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ પ્રકારે કરવું તે અયોગ્ય માનવામાં આવે છે.
સીડીઓ નીચે આ વસ્તુ ના બનાવવી
સીડીઓ નીચે ક્યારેય પણ કિચન, ટોયલેટ, બાથરૂમ અથવા પૂજા ઘર ના બનાવવું જોઈએ. જૂતા ચપ્પલ રાખવા માટે સીડીઓ નીચેની જગ્યાનો ઉપયોગ ના કરવો જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ પ્રકારે કરવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે, જેના કારણે ઘરની સુખ-શાંતિ અને પ્રગતિમાં અવરોધ ઉભો થાય છે.
ADVERTISEMENT
પાણીની ટાંકી અથવા નળ
ઘરમાં સીડીઓ નીચે નળ અથવા ટાંકી હોય તો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, પાણીનો વ્યય ના થાય. નહીંતર પૈસા પાણીની જેમ વપરાય છે.
કચરો ના રાખવો
અનેક લોકો ઘરમાં સીડીઓ નીચે કચરાપેટી રાખે છે, જે વાસ્તુ પ્રમાણે અયોગ્ય માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી ઘરમાં નકારાત્મક પ્રભાવ પડે છે.
વધુ વાંચો: બુધ, શુક્ર અને મંગળની ઊથલપાથલ, આ ત્રણ રાશિ વાળાના ટેસડો!, ડબલ લાભ માટે થઈ જાઓ તૈયાર
પરિવારજનોની તસવીર
અનેક લોકો ઘરમાં ખાલી પડેલ જગ્યામાં પરિવારજનોની તસવીર લગાવે છે. વાસ્તુ અનુસાર આ પ્રકારે કરવું તે અયોગ્ય માનવામાં આવે છે. જેના કારણે ઘરના સભ્યો વચ્ચે ઝઘડા અને મતભેદ ઊભા થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.