બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / priyanka chopra to anushka sharma these bollywood actresses belong to army background

મનોરંજન / બોલિવુડની આ હિરોઇનો ભારતીય આર્મી સાથે ધરાવે છે અનેરો નાતો, એકના તો પિતા પણ થઇ ચૂક્યાં છે શહીદ

Manisha Jogi

Last Updated: 07:22 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મોમાં સેલેબ્સ અલગ અલગ પાત્ર ભજવે છે. કોઈ ડોકટરનું પાત્ર ભજવે છે, તો કોઈ વકીલનું પાત્ર ભજવે છે. કેટલાક સેલેબ્સે આર્મીનું પાત્ર ભજવ્યું છે. પ્રિયંકા ચોપરાથી લઈને અનુષ્કા શર્માના પિતાએ આર્મીમાં આપી છે સેવા.

  • અનેક સેલેબ્સ આર્મી પરિવારમાંથી આવે છે
  • લિસ્ટમાં પ્રિયંકા ચોપરાથી લઈને અનુષ્કા શર્માનું નામ શામેલ
  • આ અભિનેત્રીના પિતા દેશ સેવામાં થયા શહીદ

ફિલ્મોમાં સેલેબ્સ અલગ અલગ પાત્ર ભજવે છે. કોઈ ડોકટરનું પાત્ર ભજવે છે, તો કોઈ વકીલનું પાત્ર ભજવે છે. કેટલાક સેલેબ્સે આર્મીનું પાત્ર ભજવ્યું છે. અનેક એવી સેલેબ્સ છે, જે આર્મી પરિવારમાંથી આવે છે. આ લિસ્ટમાં પ્રિયંકા ચોપરાથી લઈને અનુષ્કા શર્માનું નામ શામેલ છે. 

ઐશ્વર્યા રાય બચ્ચન
મિસ વર્લ્ડ રહી ચૂકેલ ઐશ્વર્યા રાયનો જન્મ એક આર્મી પરિવારમાં થયો છે. તેમના પિતા ઈન્ડિયન આર્મીમાં એક ઓફિસરની પોસ્ટ પર ફરજ બજાવી ચૂક્યા છે. 

અનુષ્કા શર્મા
અનુષ્કા શર્માના પિતાએ આર્મીમાં રહીને દેશની સેવા કરી છે. અનુષ્કા શર્માના પિતા અજય કુમાર શર્મા ભારતીય સેનામાં કર્નલ હતા. તેમણે વર્ષ 1999માં ઐતિહાસિક કારગિલ યુદ્ધમાં દુશ્મનો સામે લડાઈ લડી હતી. અનુષ્કાએ બેંગલુરુમાં આર્મી સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું છે. 

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરાના માતા-પિતા બંનેએ આર્મીમાં યોગદાન આપ્યું છે. તેમના પિતા ડૉ.અશોક ચોપરા અને તેમની માતા મધુ ચોપરાએ ભારતીય સેનામાં ડૉકટર તરીકે કામ કર્યું હતું.  પ્રિયંકા ચોપરાના પિતાએ કેન્સર સામે જંગ લડ્યા પછી 10 જૂન 2013ના રોજ મૃત્યુ પામ્યા હતા. 

પ્રીતિ ઝિંટા
પ્રીતિ ઝિંટાના પિતા દુર્ગાનંદ ઝિંટા ભારતીય સેનામાં મેજર હતા. એક રોડ દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. 

સુષ્મિતા સેન
આ લિસ્ટમાં સુષ્મિતા સેનનું નામ પણ શામેલ છે. સુષ્મિતા સેનના પિતા વિંગ કમાંડર શુબીર સેન ઈન્ડિયન એરફોર્સ વિંગ કમાન્ડર હતા. 

નેહા ધૂપિયા
નેહા ધૂપિયા નેવીના બેકગ્રાઉન્ડમાંથી આવે છે. અભિનેત્રીના પિતા પ્રદીપ સિંહ ધૂપિયા એક્સ-કમાન્ડર તરીકે દેશની સેવા કરી ચૂક્યા છે. 

લારા દત્તા
બોલીવુડ અભિનેત્રી લારા દત્તાના પિતા એલ.કે. દત્તા ‘ઈન્ડિયન એરફોર્સ’માં વિંગ કમાન્ડર રહી ચૂક્યા છે. લારા દત્તાની બહેન ચેરિલ દત્તા પણ આર્મ્ડ ફોર્સમાં સેવા આપી રહી છે. 

નિમ્રત કૌર
નિમ્રત કૌરના પિતા ભુપિંદર સિંહ ભારતીય સેનામાં મેજર હતા અને સેનામાં એક એન્જિનિયર પણ હતા. તેઓ હિબ્જ-ઉલ-મુદજાહિદ્દીન હુમલામાં શહીદ થઈ ગયા હતા. 

ગુલ પનાગ 
બોલીવુડમાં પોતાનો જલવો દેખાડનાર અભિનેત્રી ગુલ પનાગના પિતા હરચરણજીત સિંહ પનાગ ભારતીય સેનાના રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ