Red Sheep Sweater Auction: હાલમાં જ એક લાલ રંગના સ્વેટરની હરાજી કરવામાં આવી જેની કિંમત 9 કરોડ રૂપિયા છે. પરંતુ આટલું મોંઘુ સ્વેટર છે કોનું? અને કેમ આટલી મોટી કિંમતમાં વેચાયું? આવો જાણીએ...
પૈસાનો ધુમાડો કરવા તૈયાર છે અમીરો
9 કરડોમાં વેચાયુ લાલ કલરનું સ્વેટર
જાણો એવું તો શું છે આ સ્વેટરમાં ખાસ
હવે શિયાળાની સીઝન આવશે અને આ સિઝનમાં સ્વેટરોની ડિમાંન્ડ ઝડપથી વધી જાય છે. માર્કેટમાં સસ્તા અને મોંઘા સ્વેટર બન્ને ઉપલબ્ધ હોય છે પરંતુ શું તમે ક્યારેય 9 કરોડ રૂપિયાનું સ્વેટર જોયું છે?
હાલમાં જ એક લાલ રંગના સ્વેટરની હરાજી થઈ છે જેની કિંમત 9 કરોડ રૂપિયા લગાવવામાં આવી હતી. આ સ્વેટર જુનું છે અને એકદમ સામાન્ય સ્વેટર જેવું જ દેખાઈ રહ્યું છે. તો તેની કિંમત આટલી બધી વધારે કેમ છે?
કોનું છે આ સ્વેટર?
ભલે આ સ્વેટર જુનુ થઈ ગયું હોય અને જેવામાં સામાન્ય લાગતું હોય પરંતુ આ જે શખ્સનું છે તે શખ્સ સામાન્ય નથી. એક સમય એવો હતો જ્યારે આ સ્વેટની માલકિન દુનિયાની સૌથી ફેમસ મહિલાઓમાંથી એક હતી.
આ સ્વેટર બ્રિટનની પૂર્વ રાજકુમારી ડાયનાનું છે. બ્રિટનના રાજા ચાર્લ્સની પત્ની અને પ્રિંસ હેરી અને વિલિયમની માતા લેડી ડાયનાનું આ સ્વેટર 9 કરોડ રૂપિયામાં વેચાયું છે.
ચર્ચામાં આવ્યું હતું આ સ્વેટર
જૂન 1981માં ચાર્લ્સ સાથે સગાઈના થોડા દિવસ બાદ પ્રિંસેસ ડાયના એક પોલો મેચમાં શામેલ થયા હતા. ત્યારે તે 19 વર્ષના હતા. તે સમયે તેમણે આજ લાલ સ્વેટર પહેર્યું હતું. ફોટો એટલો વધારે ચર્ચામાં આવી ગયો કે તેમનું આ લાલ સ્વેટર એક સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની ગયું હતું અને આ ડિઝાઈનનું સ્વેટર ખરીજવાની લાઈન લાગી ચુકી હતી.
સ્વેટર પર ઘણા બધા ઘેટાં દોરેલા છે બધા જ સફેદ કલરના છે ફક્ત એક બ્લેક કલરનું છે. તે સમયે લોકો અંદાજ લગાવતા હતા કે ડાયના આ સ્વેટર દ્વારા સંકેત આપે છે કે તે રોયલ ફેમિલીમાં કાળા ઘેટાંની જેમ અલગ ચે. 1996માં તેમણે ચાલર્સને ડિવોર્સ આપ્યા અને 1997માં જ્યારે તે ફક્ત 36 વર્ષના હતા ત્યારે પેરિસમાં એક કાર દુર્ઘટનામાં તેમનું મોત થઈ ગયું હતું.