બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / બિઝનેસ / prices of covaxin and coveshield may change central government is talking with companies

કોરોના વાયરસ / ભારત બાયોટેક અને સીરમ સાથે રસીની કિંમત પર ફરી વાતચીત કરી શકે છે કેન્દ્ર સરકાર

Dharmishtha

Last Updated: 09:15 AM, 10 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની રસીની કિંમતો પર ફરી વાતચીત કરી શકે છે.

  • રસીકરણ નીતિમાં ફેરફારની સાથે કેન્દ્ર રસી નિર્માતાઓ સાથે કરશે વાત
  • રસીની કિંમત 150 રુપિયા પ્રતિ ડોઝ કરી દેવામાં આવી 
  • કિંમતો પર ઉઠતા સવાલ અને વિવાદ બાદ રાજ્યો માટે ખરીદ કિંમતને ઘટાડી દેવાઈ 

રસીકરણ નીતિમાં ફેરફારની સાથે કેન્દ્ર રસી નિર્માતાઓ સાથે કરશે વાત

કોરોના સંક્રમણની વિરુદ્ધ જારી રસીકરણ નીતિમાં ફેરફારની સાથે કેન્દ્ર સરકાર ભારત બાયોટેકની કોવેક્સીન અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડની કિંમતો પર ફરી વાતચીત કરી શકે છે.  અંગ્રેજી અખબાર અનુસાર એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યુ કે પ્રતિ ડોઝની સંશોધિત ખરીદ કિંમત નવી પ્રણાલી હેઠળ હજું નક્કી કરવામાં આવશે. અધિકારીએ કહ્યુ કે કેન્દ્ર કિંમત નક્કી કરવાની રુપરેખાને અંતિમ રુપ આપી રહી છે.

રસીની કિંમત 150 રુપિયા પ્રતિ ડોઝ કરી દેવામાં આવી 

જ્યારે કેન્દ્રએ જાન્યુઆરીમાં રસીકરણ શરુ કર્યુ તો તેમણે કોવિશીલ્ડના 1 કરોડ 10 લાખ ડોઝ 200 રુપિયામાં અને કોવેક્સીનના લગભગ 55 લાખ ડોઝ 206 રુપિયામાં ખરીદ્યા. જો કે બાદમાં તેની કિંમત ઘટાડીને 150 રુપિયા પ્રતિ ડોઝ કરી દેવામાં આવી છે.  એપ્રિલમાં નક્કી ખાનગી હોસ્પિટલોને સરકારના માધ્યમથી રસી ખરીદવી પડતી હતી. કેન્દ્ર બન્ને રસી પ્રતિ ડોઝ કિંમત 250 રુપિયામાં તેમને વેચી રહ્યુ હતુ.

હાલમાં શું છે કિંમત?

જ્યારે 18થી 44 વર્ષના લોકો માટે રસીકરણ શરુ થયું તો કેન્દ્રના ખરીદ મુલ્યમાં કોઈ ફેરફાર નથી આવ્યો. સ્વાસ્થ્ય મંત્રાલયે 24 એપ્રિલે ટ્વીટ કરી, ‘ભારત સરકાર દ્વારા ખરીદવામાં આવી રહેલા બન્ને રસીની કિંમત 150 રુપિયા પ્રતિ ડોઝ છે.’

કિંમતો પર ઉઠતા સવાલ અને વિવાદ બાદ રાજ્યો માટે ખરીદ કિંમતને ઘટાડી દેવાઈ 

એપ્રિલમાં નિર્માતાઓએ રાજ્યો અને ખાનગી હોસ્પિટલો માટે કિંમત નક્કી કરવાની પરવાનગી આપી હતી. સીરમ અને ભારત બાયોટેકે શરુઆતમાં રાજ્યો માટે રસીની કિંમત ક્રમશઃ 400થી 600 રુપિયા અને ખાનગી હોસ્પિટલો માટે ક્રમશઃ 600થી 1200 રુપિયા રાખી હતી.  કિંમતો પર ઉઠતા સવાલ અને વિવાદ બાદ રાજ્યો માટે ખરીદ કિંમતને ઘટાડી દેવાઈ હતી. એ બાદ કોવિશીલ્ડના પ્રતિ ડોઝ કિંમત 300 રુપિયા અને કોવેક્સિનની કિંમત 400 રુપિયા પ્રતિ ડોઝ રાખવામાં આવી.

આ કામ રાજ્ય સરકારોની પાસે રહેશે

ઉલ્લેખનીય છે કે હાલમાં પ્રધાનમંત્રીએ કહ્યુ હતું કે  દેશમાં બની રહેલી રસીમાંથી 25 ટકા ખાનગી ક્ષેત્ર સીધી મેળવી શકે છે.  આ વ્યવસ્થા જારી રહેશે. ખાનગી હોસ્પિટલની નિર્ધારિત કિંમત ઉપરાંત એક ડોઝ પર મહત્તમ 150 રુપિયા જ સેવા ફી લઈ શકાશે. આના પર નજર રાખવાનું કામ રાજ્ય સરકારોની પાસે રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ