બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભારત / વિશ્વ / President Swami Maharaj's picture and message will land on the moon

ચંદ્ર પર જય સ્વામિનારાયણ / પ્રમુખ સ્વામી મહારાજની તસવીર અને સંદેશ ચંદ્ર પર થશે લેન્ડ: નાસાએ અનોખી રીતે આપી શ્રદ્ધાંજલિ

Priyakant

Last Updated: 01:50 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pramukh Swami Maharaj NASA Latest News: BAPSના પ્રમુખસ્વામી મહારાજને અનોખી શ્રદ્ધાંજલિ, IM-1 મિશનની સપાટી પર સ્વામી મહારાજની છબીઓ અને કાર્યો રિલેટિવ ડાયનેમિક્સ સાથે કોતરવામાં આવ્યા

Pramukh Swami Maharaj NASA : NASAનું ખાનગી અવકાશયાન BAPSના પ્રમુખસ્વામી મહારાજને અનોખી શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. વાત જાણે એમ છે કે, NASAનું ખાનગી અવકાશયાન ઓડીસિયસ હાલમાં ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. આ અવકાશયાન BAPS સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા ગુરુ પ્રમુખસ્વામી મહારાજને અનોખી શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. IM-1 મિશનની સપાટી પર સ્વામી મહારાજની છબીઓ અને કાર્યો રિલેટિવ ડાયનેમિક્સ સાથે કોતરવામાં આવ્યા છે. સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપવા અને તેમની નિઃસ્વાર્થ સેવાના સાર્વત્રિક માનવ મૂલ્યને સમર્થન આપવાનો આ એક પ્રયાસ છે. નાસાના IM-1 મિશન હેઠળ લોન્ચ કરવામાં આવેલ આ અવકાશયાન 22 ફેબ્રુઆરીએ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે.

સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતાં Intuitive Missionsએ લખ્યું કે, રિલેટિવ ડાયનેમિક્સ સાથે સંકલનમાં બનેલું IM-1 મિશન પાંચમા ગુરુ પરમ પવિત્ર પ્રમુખસ્વામી મહારાજને શાશ્વત શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. આ કોતરણી સ્વામી મહારાજની સેવાનું સન્માન કરે છે, જેમણે નિઃસ્વાર્થ સેવાના સાર્વત્રિક માનવ મૂલ્યની હિમાયત કરી હતી. રાષ્ટ્રો વચ્ચેના આવા સાંસ્કૃતિક જોડાણ અવકાશ સંશોધનના અનુસંધાનમાં વહેંચાયેલા મૂલ્યો, પ્રયત્નો અને જવાબદારીને પ્રોત્સાહન આપે છે.

1921માં થયો હતો પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ
ગુજરામાં 7 ડિસેમ્બર, 1921ના રોજ શાંતિલાલ પટેલના રૂપમાં જન્મેલા પ્રમુખ સ્વામી મહારાજ એવા વ્યક્તિત્વમાંના એક હતા જેમણે BPS સંસ્થાને ખૂબ જ ઊંચાઈએ પહોંચાડી હતી. તેમણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ BAPSના વિસ્તરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે હિંદુ ધર્મના સિદ્ધાંતો અને સ્વામિનારાયણ પરંપરાના સ્થાપક સ્વામિનારાયણના ઉપદેશો પર ભાર મૂક્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ BAPS એ શિક્ષણ, આરોગ્ય, સામાજિક સેવાઓ અને માનવતાવાદી પ્રયાસો સહિત વિવિધ ક્ષેત્રોમાં તેની પ્રવૃત્તિઓનો વિસ્તાર કર્યો.

વધુ વાંચો: વાળીનાથ મંદિરમાં PM મોદીના હસ્તે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા, જળાભિષેક સાથે કરાઇ અલૌકિક પૂજા-અર્ચના

ગુજરાત અને દિલ્હીમાં અક્ષરધામ મંદિરનું નિર્માણ 
પ્રમુખસ્વામી મહારાજ BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજને પોતાના ગુરુ માનતા હતા. પ્રમુખસ્વામી મહારાજે અમેરિકા સહિત અનેક દેશોમાં સ્વામિનારાયણ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. ગુજરાત અને દિલ્હીમાં અક્ષરધામ મંદિરનું નિર્માણ કરાવવા માટે તેમને ઘણી ખ્યાતિ મળી. પોતાના જીવનમાં તેમણે એક હજારથી વધુ મંદિરો બનાવ્યા. ઓગસ્ટ 2016માં તેમનું અવસાન થયું હતું. પ્રમુખસ્વામી મહારાજે 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ