બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / ગુજરાત / અમદાવાદ / preparations for the centenary festival of Pramukhswami planned in 600 acres

ભવ્યાતિભવ્ય / દેવોની નગરી ધરતી પર ઊતરશે: પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવની ન ભૂતો, ન ભવિષ્યતિ જેવી તૈયારી, 600 એકરમાં આયોજન

Kishor

Last Updated: 11:27 PM, 6 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનું વિશ્વમાં ગૌરવ વધારનાર સંત પૂજય શ્રી પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. આગામી ડિસેમ્બર-જાન્યુઆરીમાં અમદાવાદ નજીક સાયન્સસિટી- ઓગણજ વચ્ચે આ મહોત્સવ યોજાશે.

  • પૂજય શ્રી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાશે
  • 600 એકર ભૂમિ પર અદ્યાત્મનગર
  • સાયન્સસિટી- ઓગણજ વચ્ચે મહોત્સવનું આયોજન

 પૂજય શ્રી પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવ માટે રિંગરોડ કિનારે સાયન્સસિટી- ઓગણજ વચ્ચે યુદ્ધના ધોરણે તૈયારી ચાલી રહી છે. સ્થાનિક ખેડૂતો, બિલ્ડરો તથા વેપારીઓએ મહોત્સવ માટે આપેલી કુલ 600 એકર જમીન પર સ્વામિનારાયણનગર આકાર લઈ રહ્યું છે. આ નગરમાં પાંચ ડોમ ઊભા કરવામાં આવશે, જેમાં જીવનને અલંકૃત કરે એવી વિવિધ પ્રેરણાઓ આપતાં પ્રદર્શનો હશે. સાંસ્કૃતિક સંદેશ આપતા અનેકવિધ રચનાત્મક સ્પોટ્સ હશે. આ સિવાય બાળકોને શિક્ષણ, સંસ્કાર, સ્વાસ્થ્યની પ્રેરણા આપતી અનોખી બાળનગરી હશે. આ 600 એકર જમીનમાંથી 200 એકર જમીનમાં મહોત્સવની ભવ્ય ઉજવણી થશે. 

પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી મૂર્તિ રહેશે
સ્વામિનારાયણનગરમાં નવી દિલ્હી સ્થિત અક્ષરધામની નાની પ્રતિકૃતિ રૂપે મંદિર ઊભું કરાશે, જ્યાં સૌકોઈ દર્શનનો લાભ લઈ શકશે તેમજ પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી મૂર્તિ રહેશે. એની આસપાસ 100 જેટલી પ્રમુખસ્વામીની નાની મૂર્તિઓ મૂકવામાં આવશે.મહોત્સવમાં દેશ-વિદેશમાંથી લાખો હરિભક્તોનું માનવ મહેરામણ ઊમટી પડશે, નગરમાં પ્રવેશવા માટે સાત પ્રવેશદ્વાર બનશે. એસ.પી. રિંગ રોડ પરના મુખ્ય પ્રવેશદ્વાર VVIPઓ માટે રહેશે, જ્યારે નગરની ડાબી તેમજ જમણી બાજુ ત્રણ-ત્રણ પ્રવેશદ્વાર ઊભાં કરાશે.

ન ભૂતો, ન ભવિષ્યતિ હશે નજારો
પ્રવેશ કરતાંની સાથે જ બન્ને બાજુ પ્રેમવતી અને પુસ્તકના સ્ટોલ રહેશે. ત્યાર બાદ અંદર અદભુત બગીચો ઊભો કરવામાં આવશે. ત્યાં ફૂલોના છોડમાં લાઈટો મૂકવામાં આવશે.જેમની વ્યસ્થા માટે આ મહોત્સવમાં 40 હજાર સ્વયંસેવક સેવા આપશે. તેમના માટે સંસ્થા તરફથી અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. બાકીના 400 એકરમાં સ્વયંસેવકો માટે ભોજનશાળા, તેમના રહેઠાણ ઉપરાંત ફ્રેશ થવાની વ્યવસ્થા ઊભી કરાશે. મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુમાં ફ્લેટમાં લગભગ 700 સ્વામીઓના રહેવા માટેની સુવિધા ઊભી કરવામાં આવશે.ત્યારે ખરા  અર્થમાં આ મહોત્સવ ન ભૂતો ન ભવિષ્યતિ બની રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ