ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Preparations for Olympic Village in Ahmedabad, notice to vacate residential houses too
Last Updated: 12:05 PM, 8 February 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
Ahmedabad Olympic Village : અમદાવાદમાં Olympic વિલેજ બનાવવાને લઈને કવાયત શરૂ થઈ છે. વાત જાણે એમ છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવા તંત્ર કામે લાગ્યું છે. જેને લઈ હવે આસારામ આશ્રમ સહિત કબજાવાળી 500 કરોડની જમીન ખાલી કરાવાશે. વિગતો મુજબ આસારામ આશ્રમ, સદાશિવ આશ્રમ, ભારતીય સેવા સમાજને 15,778 ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરવા તંત્ર દ્વારા નોટિસ અપાઈ છે.
ADVERTISEMENT
ઓલિમ્પિક વિલેજને લઈ હવે અમદાવાદનું તંત્ર હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ તંત્ર દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આશ્રમ સહિત કેટલાક રહેણાક મકાનોને પણ જગ્યા ખાલી કરવા નોટિસ અપાઈ છે. આ સાથે શરતોને આધીન અપાયેલી જમીનમાં શરતભંગ થતા નોટિસ અપાઈ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, ઓલિમ્પિક માટે મોટેરા બાદ કોટેશ્વરની જમીન સંપાદિત કરાશે.
સંકળાયેલા મુદ્દાઓ