બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Pray to Mataji for water in Surya village from Chhota Udaipur

આસ્થા / ગુજરાતનાં આ ગામમાં પાણી ભરતા પહેલાં લોકો કરે છે માતાજીને અરજ કે...

vtvAdmin

Last Updated: 09:13 PM, 30 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યનાં અનેક ગામોમાંથી હાલમાં પાણીનો પોકાર ઊઠી રહ્યો છે. લોકો પાણી માટે સ્થાનિક નેતાઓને અને તંત્રને રજૂઆતો કરી રહ્યાં છે. તો કોઈ પાણી વિના ઊભી થતી હાલાંકીને વ્યક્ત કરવા વિવિધ પ્રકારે પ્રદર્શન કરી રહ્યાં છે. લોકોની પાણીની માંગણી સરકારથી માંડીને ભગવાન સુધી પહોંચી છે. છોટા ઉદેપુર જિલ્લાનાં સૂર્યાગામની મહિલાઓ બેડાંઓ સાથે મંદિરમાં પ્રવેશ કર્યો હતો. એને માતાજી સામે પાણી માટે પ્રાર્થના કરી હતી.

જ્યારે પણ કોઈ મુશ્કેલીનો ઉકેલ મનુષ્યનાં હાથમાં નથી હોતો ત્યારે તેને અંતે તો કોઈ ઈશ્વરીય શક્તિનું શરણ લેવાનું જ સૂઝે છે. ત્યારે પાણી પણ એવો જ પ્રશ્ન છે. તંત્રની વ્યવસ્થાઓ અને સરકારનાં આયોજનો છતાં છોટા ઉદેપુર જિલ્લાનાં બોડેલી તાલુકાનાં સૂર્યા ગામનાં લોકોને પીવાનાં પાણી માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામની વસ્તી 500થી વધુની છે. ગામનાં લોકો મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગામનાં લોકો આખો દિવસ ખેતમજૂરીમાં જોતરાઈ રહેતાં હોય છે તેમને પીવાનાં પાણીની વ્યવસ્થા કરવાનો સમય મળતો નથી.

સાંજે લોકો કામધંધેથી પરત ફરે ત્યારે પહેલી ચિંતા પાણીની સતાવે છે. ગામમાં એક પાણીનો બોર છે પરંતુ તેનુ પાણી પીવાલાયક નથી. આથી ગામ બહાર રહેલાં એક હેન્ડપંપમાંથી પાણી ભરવા લોકોની લાઈન લાગે છે. ત્યાં પણ પાણી તો નામ માત્રનું જ મળે છે. હંમેશા પાણીની પળોજળથી ત્રસ્ત આ ગામનાં લોકોએ તંત્રને પણ અનેકવાર રજૂઆત કરી છે પરંતુ પરિણામ આજ સુધી શૂન્ય જ રહ્યું છે.

 

પાણીની સમસ્યાથી ત્રસ્ત થયેલી ગામની મહિલાઓને એવું લાગે છે કે તેમનો પાણીનો પોકાર કોઈ સાંભળે તેમ નથી. આથી આ ગામની મહિલાઓએ હવે ભગવાનનું શરણું શોધ્યું છે. આ ગામની મહિલાઓ રાત્રે પાણી ભરવા જતાં પહેલાં ગામમાં આવેલા માતાજીનાં મંદિરે પાણીનાં બેડાં સાથે આરતીમાં જોડાય છે. ગામની મહિલાઓ પાણી માટે માતાજીને વિનંતી કરે છે. તેમને લાગે છે કે કદાચ માતાજી તેમની સમસ્યાનું નિરાકરણ કરે..

ગામની મહિલાઓ મંદિરે પ્રાર્થના-આરતી કર્યા બાદ એક હેન્ડપંપ પર પાણી ભરવા જાય છે. જ્યાં થોડું ઘણું પીવાનું પાણી મળે છે. પરંતુ આટલી બધી વસ્તી વચ્ચે તે અપૂરતું છે. બોરમાં પાણી ખલાસ થયાં બાદ કેટલીક મહિલાઓને બોરમાં પાણી સ્ટોર થાય તેની રાહ જોવી પડે છે. જેમાં કેટલીક વાર મહિલાઓ વચ્ચે સંઘર્ષ પણ સર્જાય છે. મોટે ભાગે ગામ લોકોને વેચાતું પાણી લઈને પીવું પડે છે. પાણીની આ સમસ્યા ઊભી થવા પાછળનું મુખ્ય કારણ છે ગેરકાયદેસર રેતીનું ખનન. પુષ્કળ પ્રમાણમાં રેતીનું ખનન થઈ જતાં  જળસ્તર નીચે જતાં રહ્યાં છે જેને લઈને નદીમાં બનાવેલા કૂવાઓ  ખાલી થઈ ગયાં છે.

ગામ લોકો વર્ષોથી પીવાનાં પાણીની સમસ્યા સામે ઝઝુમી રહ્યાં છે. તંત્રને અનેક વાર રજૂઆત કરી ચૂક્યાં છે. તંત્ર ભૂતકાળ અને વર્તમાનમાં અનેક વાર આશા બંધાવી ચૂક્યું છે પરંતુ ગ્રામજનોનો હંમેશા નિરાશા જ હાથ લાગી છે ત્યારે હવે તેમનાં પાણી માટેનાં આરતનું જોડાણ આરતીથી થયું ત્યારે તેની આ આર્તવાણી ભગવાન સાંભળે છે કે કેમ તે જોવું રહ્યું.

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ