બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Prasadi case in Ambaji reaches Delhi, Danta State Maharaja Paramveer Singh tweets tagging PM Modi

'વિવાદની પ્રસાદી' / અંબાજીમાં પ્રસાદીનો મામલો દિલ્હી પહોંચ્યો, દાંતા સ્ટેટ મહારાજા પરમવીર સિંહએ PM મોદીને ટેગ કરી કર્યું ટ્વિટ, કરી આ ખાસ અપીલ

Kishor

Last Updated: 07:24 PM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજી મંદિરમાં પ્રસાદ મુદ્દે ચાલતા વિરોધ વચ્ચે હવે દાંતાના મહારાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટ કરી મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા માંગ કરી છે.

  • અંબાજી મોહનથાળ મામલે દાંતાના મહારાજાનું ટ્વીટ
  • દાંતા સ્ટેટ મહારાજા પરમવીર સિંહનું નરેન્દ્ર મોદીને ટ્વીટ
  • મોહનથાળનો પ્રસાદ 900 વર્ષ અગાઉથી ધારાવાય છે

અંબાજી મંદિરની ઓળખ ધરાવતા મોહનથાળ પ્રસાદ બંધ કરાતા વિરોધનો મધપૂડો છંછેડાયો છે. પ્રસાદનો આ મામલો હજુ પણ દેશભરમાં ગાજી રહ્યો છે. અનેક વખત માંગ અને રજુઆત છતાં મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવામાં ન આવતા ભક્તોમાં આક્રોશનો જ્વાળા ભભૂકયો છે. અનેક સંગઠનો માંગ કરી રહ્યા છે. છતાં તંત્ર આ દિશામાં કાર્યવાહી ન કરતા હવે અંબાજીમાં પ્રસાદી મામલે દાંતાના મહારાજાનું ટ્વીટ સામે આવ્યું છે. દાંતા સ્ટેટ મહારાજા પરમવીર સિંહ દ્વારા PM મોદીને ટ્વીટ કરવામાં આવ્યું છે જે ને લઈને મામલો દિલ્હી દરબારમાં પહોંચ્યોછે. જેમાં મોહનથાળનો પ્રસાદ 900 વર્ષ અગાઉથી માતાજીને ધરાવાય છે. જેની સાથે પરંપરા અને શ્રદ્ધા જળવાયેલી છે. જેથી મોહનથાળનો પ્રસાદ બંદ કરવો અયોગ્ય છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા ભક્તોમાં પણ નારાજગી સાથે આસ્થા ખૂટી રહી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

 


ગુજરાત કોંગ્રેસ પ્રમુખનું નિવેદન

અંબાજી મંદિરમાં પ્રસાદ વિવાદ મામલે કોંગ્રેસે ભાજપ પર આક્ષેપો કર્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રહાર કરતા કહ્યું હતું કેમહુડીમાં પણ સુખડીનો પ્રસાદ બંધ કરી ગોળધાણાં ચાલુ કરી શકે છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા સ્થાનિકોની રોજગારી છીનવાઇ છે. આ તમામ લોકોની સમસ્યાને ધ્યાને લઈને અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ થાય તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે.  પ્રસાદ તો મોહનથાળનો જ રહેવો જોઇએ તે અંગે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમનું પણ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. રાજ્યમાં આવેલા અંબાજી મંદિરોમાં કોંગ્રેસ મોહનથાળનો પ્રસાદ ચડાવી વિરોધ વ્યક્ત કરશે.

દેશના 51 શક્તિપીઠોમાંથી એક પૌરાણિક મંદિર છે અંબાજી | know the facts of  ambaji temple and history

 વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતા હવે વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવ્યું છે.  જેમાં અંબાજી ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણાં યોજવામાં આવ્યા હતા. પ્રસાદ બંધ કરવાના મામલે VHPના મંત્રી અશોક રાવલના નેતૃત્વમાં ધરણા કરાયા હતા. આદ્ય શક્તિમાં જગદઅંબાનું મંદિર વિક્રમ સંવત 1137થી એટલે કે આશરે (900 વર્ષ ઉપરાંત સમયથી)  મહારાજ સાહેબ જસરાજસિંહ દાંતા સ્ટેટ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું. ત્યારથી  અવિરત પણે ચોખ્ખા ઘી માંથી મોહનથાળનો પ્રસાદ બનાવીને માતાજીને ધરાવવામાં આવતો. ત્યારે અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરાતા લાખો ભક્તો સહિત સંસ્થાઓ સંગઠનો, ભૂદેવો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. દિવસેને દિવસે વિવાદ ઘેરો બન્યો જાય છે. ત્યારે અંબાજી માતાજીના ઉપાસક અને દાંતા રાજવી પરિવારનાં મહારાજા પરમવીરસિંહે ખુદ મોહનથાળ પ્રસાદ મામલે નારાજગી વ્યક્ત કરી હતી.  જો મોહનથાળ પ્રસાદ ચાલુ કરવામાં નહિ આવે તો છેલ્લે કોર્ટ નો સહારો લેવો પડશે તેવી રાજવી પરમવીરસિહે ચીમકી પણ ઉચ્ચારી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ