બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Prajnesh Patel filed a bail application in the court for cancer treatment, the court reserved its decision

ઈસ્કોન અકસ્માત / તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજીની સુનાવણી પૂર્ણ, કોર્ટે ચુકાદો રાખ્યો અનામત, કેન્સરનો સ્કેચ કોર્ટ સમક્ષ મૂક્યો

Vishal Khamar

Last Updated: 05:41 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

20 જુલાઈનાં રોજ રાત્રીનાં સુમારે પુરપાટ ગાડી ચલાવી 9 લોકોનાં જીવ લેનાર તથ્ય પટેલ જેલમાં છે. બીજી તરફ તેનાં પિતા પ્રજ્ઞેશ પટેલ દ્વારા મેડીકલનું કારણ આપી કોર્ટમાં જામીન અરજી મુકી હતી. જેની સુનાવણી આજે હાથ ધરાઈ હતી. જામીન બાબતે કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો છે.

  • તથ્યના પિતાની જામીન અરજી પર સુનાવણી
  • મોઢામાં કેન્સરને લઇ જામીન માટે અરજી 
  • પ્રજ્ઞેશ પટેલે કેન્સરના સ્કેચ કોર્ટ સમક્ષ મુક્યા
  • ગ્રામ્ય કોર્ટ 19 ઓગસ્ટે સંભળાવશે ચુકાદો

 તથ્ય પટેલનાં પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મુદ્દે સુનાવણી પૂર્ણ થઈ છે. બંને પક્ષોની દલીલો બાદ ગ્રામ્ય કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. મોઢામાં કેન્સરનાં બહાનાં હેઠળ તથ્યનાં પિતાએ જામીન માંગ્યા હતા. જે બાબતે કોર્ટેમાં સારવારનાં દસ્તાવેજ અને કેન્સરનાં ભાગનો સ્કેચ કોર્ટ સમક્ષ મુકાયો હતો. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી સામે સરકારી વકીલ દ્વારા દલીલ કરાઈ હતી. જેમાં 4 નવેમ્બર 2019 બાદ કોઈ સારવાર લીધી નથી. તેમજ જેલમાં પણ સારવાર ઉપલબ્ધ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટ 19 ઓગસ્ટનાં રોજ ચુકાદો સંભળાવશે.

અગાઉનાં કેસોમાં હાઈકોર્ટ-સેશન્સ કોર્ટે પણ સારવાર માટે રાહત આપી છેઃ પ્રજ્ઞેશ પટેલનાં વકીલ
પ્રજ્ઞેશ પટેલનાં જામીન અંગે પ્રજ્ઞેશ પટેલનાં વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, 2019 થી મોઢાનું કેન્સર છે.  અગાઉનાં કેસોમાં પણ હાઈકોર્ટે- સેશન્સ કોર્ટે સારવાર માટે રાહત આપી છે. તેમજ 23 ઓગસ્ટનાં રોજ એપોઈમેન્ટ છે. 
વર્ષ 2019 સુધીની સારવારની માત્ર રસીદો જ રજૂ કરાઈ છેઃ સરકારી વકીલ
સરકારી વકીલ દ્વારા પ્રજ્ઞેશ પટેલનાં જામીનને લઈ દલીલ કરી હતી કે, 4 નવેમ્બર 2019 બાદ કોઈ સારવાર લીધી નથી. વર્ષ 2019 સુધીની સારવારની માત્ર રસીદો જ રજૂ કરાઈ છે. સારવાર લીધી કે નહીં તે સ્પષ્ટ થતું નથી. સારવાર અહીં પણ ઉપલબ્ધ છે. ઘટના બાદથી રેગ્યુલર જામીન અરજી સુધી કેન્સરનો કોઈ ઉલ્લેખ નથી. 
પ્રજ્ઞેશ પટેલ કોણ છે
એકસાથે 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ ગોતાના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલ દીકરો હોવાનું સામે આવ્યું હતું. એવું પણ જાણવા મળ્યું હતું કે, અકસ્માત સર્જાયા બાદ પ્રજ્ઞેશ પટેલે ઘટનાસ્થળે પહોંચીને પોલીસ સાથે દાદાગીરી કરી હતી અને તથ્યને છોડાવીને રાત્રે જ લઇ ગયો હતો. આપને જણાવી દઈએ કે, પ્રજ્ઞેશ પટેલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. નવેમ્બર 2020માં તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. 
નવેમ્બર 2020માં શું બની હતી ઘટના?
રાજકોટની યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી અપાવવાનું કહીને અમદાવાદ શહેરના પાંચ યુવકે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ અમદાવાદ ખાતે નોંધાઈ હતી. આ તમામ યુવતીને આબુ અને ત્યાંથી ઉદેપુર લઈ ગયા હતા. જ્યાં કોલ્ડ્રિંકમાં દારૂ ભેળવી યુવતીને બેભાન કરી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવતીનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ