બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Pragyan on the moon and Pragyanananda on earth: Second consecutive game draw in Chess World Cup, now this is how the champion will be decided

BIG NEWS / ચંદ્ર પર પ્રજ્ઞાન અને ધરતી પર પ્રજ્ઞાનાનંદા : ચેસ વર્લ્ડ કપમાં સતત બીજી ગેમ ડ્રો, હવે આ રીતે નક્કી થશે ચેમ્પિયન

Pravin Joshi

Last Updated: 08:57 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેસ વર્લ્ડ કપ 2023 ફાઇનલ : ચેસ વર્લ્ડ કપ 2023ની ફાઇનલની બીજી ગેમ ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનાનંદા અને મેગ્નસ કાર્લસન વચ્ચે ડ્રોમાં થઈ. હવે આવતીકાલે રમાનારી ટાઈબ્રેકરમાં આ વર્લ્ડ કપનો વિજેતા નક્કી થશે

  • ચેસ વર્લ્ડ કપની ફાઈનલની બીજી ગેમ પણ ડ્રોમાં પરિણામી
  • આર પ્રજ્ઞાનાનંદા અને મેગ્નસ કાર્લસન વચ્ચેની બીજી મેચ પણ ડ્રો થઈ
  • આવતીકાલે રમાનારી ટાઈબ્રેકરમાં આ વર્લ્ડ કપનો વિજેતા નક્કી થશે

ભારતના ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનાનંદા અને મેગ્નસ કાર્લસન વચ્ચે રમાયેલી ચેસ વર્લ્ડ કપની ફાઈનલની બીજી ગેમ પણ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ પહેલા મંગળવારે પ્રથમ ગેમ પણ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. વ્હાઇટ પીસ સાથે રમતા કાર્લસન અને બ્લેક પીસ સાથે રમતા પ્રજ્ઞાનાનંદા જોરદાર લડત આપી અને બંનેએ અંતે ડ્રો રમ્યો. હવે આવતીકાલે રમાનારી ટાઈબ્રેકરમાં આ વર્લ્ડ કપનો વિજેતા નક્કી થશે. 18 વર્ષીય પ્રજ્ઞાનાનંદાએ વિશ્વના નંબર-1 ખેલાડી કાર્લસન સામે જોરદાર લડત આપી અને તેને ડ્રો રમવા માટે મજબૂર કર્યો.વર્લ્ડ કપની ફાઇનલમાં બે ક્લાસિકલ ગેમ છે અને જ્યારે તે બંને ડ્રો થાય છે ત્યારે ટાઈબ્રેકથી વિજેતા નક્કી થાય છે. 30 ચાલ પછી બંને ડ્રો રમવા સંમત થયા. આ ખેલ લગભગ દોઢ કલાક સુધી ચાલ્યો હતો.

કાર્લસને પહેલી ગેમ બાદ કહ્યું હતું કે તેને ફૂડ પોઈઝનિંગની સમસ્યા હતી 

કાર્લસને પહેલી ગેમ બાદ કહ્યું હતું કે તેને ફૂડ પોઈઝનિંગની સમસ્યા હતી અને તેના કારણે તે બીજા રાઉન્ડમાં પણ પરેશાન દેખાઈ રહ્યો હતો. આ કારણે તે આ ગેમમાં ડ્રો માટે રમ્યો હતો. હવે કાર્લસન ત્રીજી ગેમમાં સંપૂર્ણપણે તાજગી સાથે પરત ફરશે. આ સાથે જ પ્રજ્ઞાનંદ પણ ફરી એકવાર કાર્લસનને હરાવવાનો પ્રયાસ કરશે. આ પહેલા પણ પ્રજ્ઞાનાનંદાએ કાર્લસનને હરાવી ચૂક્યો છે. પ્રથમ ગેમ ચાર કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. આ પછી કાર્લસને કહ્યું કે તે કોઈ મુશ્કેલીમાં છે.

Chess World Cup 2023: Praggnanandhaa's tenacity makes him a huge talent,  says Viswanathan Anand - India Today

પ્રજ્ઞાનાનંદાએ ઈતિહાસ રચ્યો

પ્રજ્ઞાનાનંદાએ ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનાર તે ભારતનો બીજો ખેલાડી છે. તેમના પહેલા વિશ્વનાથ આનંદ આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યા હતા. તેમના પછી પ્રજ્ઞાનાનંદાએ આ પદ પ્રાપ્ત કર્યું. સેમી ફાઇનલમાં પ્રજ્ઞાનાનંદાએ ફાબિઆનો કેરુઇનાને 3.5-2.5થી પરાજય આપીને ફાઇનલમાં જગ્યા બનાવી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ