બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / Pradyot Bikram Deb Barma: WHO IS HE, KNOW TRIPURA KINGs JOURNEY,

VTV વિશેષ / કોણ છે આ મહારાજા પદ્યોત? ચૂંટણી પહેલા પાર્ટી બનાવી BJPને આપી ચેલેન્જ, જોરદાર પ્રદર્શન બાદ BJPને જ સમર્થન જ આપવાનું કર્યું એલાન

Vaidehi

Last Updated: 07:41 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્રિપુરામાં ચૂંટણી દરમિયાન રાજપરિવારનાં યુવા મહારાજા પ્રદ્યોત વિક્રમ કિશોર દેબબર્મા સૌનું ધ્યાન ખેંચી રહ્યાં છે. તેમણે ચૂંટણી પહેલાં ત્રિપુરામાં પોતાની પાર્ટી બનાવી હતી જેનું નામ હતું તિપરા મોથા.

  • રાજપરિવારનાં યુવા મહારાજા પ્રદ્યોત દેબબર્મા 
  • લોકોમાં ચર્ચામાં છે આ નામ
  • ચૂંટણીમાં લોકોનું મળ્યું સમર્થન
  • આદિવાસીઓ માટે કામ કરવા ઈચ્છે છે મહારાજા

પ્રદ્યોગ રાજપરિવારનાં હયાત મુખિયા છે. એક જમાનામાં તે કોંગ્રેસ પાર્ટીમાં હતાં પરંતુ વર્ષ 2019માં તેમણે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી અને થોડા દિવસ પહેલાં જ તેમણે રાજ્યમાં પોતાની નવી પાર્ટી બનાવી જેનું નામ તિપરા મોથા છે. તિપરા મોથા એટલે કે ત્રિપુરા ઈંડીજેનસ પ્રોગ્રેસિવ રીઝનલ અલાયંસ. માનવામાં આવી રહ્યું હતું કે ત્રિપુરાનાં વિધાનસભા ચૂંટણીમાં તે ભાજપને જોરદાર ટક્કર આપશે અને રાજ્યની રાજનીતિમાં મોટો ફેરબદલ પણ કરશે.

'તે ક્યારેય વહેંચાશે નહીં...'
કાયસ્થનાં રાજવંશ પ્રદ્યોગ પોતાના વિરોધીઓને પડકારતાં કહે છે કે બેશક જીત હાર તો ચાલુ રહેશે પરંતુ કે પોતાના લોકો માટે હંમેશા લડતાં રહેશે. તેમણે સ્થાનિય ભાષામાં રાજા હોવાને કારણે બુબાગ્રા કહેવામાં આવે છે. તેઓ જનસભામાં ઘણીવાર કહે છે કે 'તે બુબાગ્રા માત્ર તમારાં છે તે ક્યારેય વહેંચાશે નહીં...' સ્માર્ટ, યુવા અને ભાષણ દેવામાં ઉત્તમ એવા પ્રદ્યોગે વોટર્સનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.  ત્રિપુરાનાં રાજા કહેનારાં એવા પ્રદ્યોગ સામાન્ય રીતે ત્રિપુરામાં જ્યાં જનસભાઓ કરી ત્યાં મોટી સંખ્યામાં ભીડ પહોંચી હતી. આપણે જાણીએ જ છીએ કે ત્રિપુરામાં મોટી સંખ્યામાં આદિવાસી જનજાતિનાં લોકો રહે છે. જે રાજાને લઈને એક લાગણી ધરાવે છે.

ત્રિપુરાનાં 185માં મહારાજાનાં પુત્ર
ત્રિપુરાનાં 185માં મહારાજા કીર્તિ બિક્રમ કિશોર દેબબર્માનો દિકરો છે પ્રદ્યોત. માતા અને પિતા બંને કોંગ્રેસ પાર્ટીનાં સાંસદ રહી ચૂક્યાં છે. તેઓ પણ કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા હતાં. રાજ્યનાં કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ રહી ચૂકેલા પ્રદ્યોતે પાર્ટીનો ત્યાગ કરીને ડિસેમ્બર 2019માં પોતાની તિપરા મોથા નામક પાર્ટી બનાવી હતી. તે કોંગ્રેસ પાર્ટીમાંથી મંત્રી અને સાંસદ બંને રહી ચૂક્યાં છે એટલું જ નહીં તેમની પત્ની મહારાણી બીહૂબી કુમારી દેવી પણ કોંગ્રેસની ટિકીટ પર 2 વખત વિધાયક બની ગઈ છે.

અલગ રાજ્યની  કરી હતી માગ
કોંગ્રેસથી અલગ થયાં બાદ તેમણે ગ્રેટર ટિપરાલેન્ડની માગ રાખી હતી. પ્રદ્યોતનું કહેવું છે કે  ગ્રેટર ટિપરાલેન્ડ હાલનાં ત્રિપુરા રાજ્યથી અલગ રાજ્ય રહેશે. નવી જાતીય માતૃભૂમિ મુખ્યરૂપથી એ ક્ષેત્રનાં સ્વદેશી સમૂહ માટે હશે કે જે વિભાજન દરમિયાન પૂર્વી બંગાળથી ભારત આવેલા બંગાળીઓનાં કારણે પોતાના જ ક્ષેત્રમાં અલ્પસંખ્યક બન્યાં છે.

હવે ભાજપને સમર્થન આપવાની વાત કરી
તિપરા મોથાનાં પ્રમુખ પ્રદ્યોત દેબબર્માનું કહેવું છે કે તે ભાજપને સમર્થન આપવા માટે તૈયાર છે. જો કે તેમણે તેના માટે કેટલીક શરતો પણ રાખી છે. આ શરત અનુસાર, સરકાર બનવાની સાથે ભાજપને આદિવાસી લોકો માટે વિશેષ કામ કરવા પડશે. જો કે તેમણે ચૂંટણી પહેલાં શરત રાખી હતી કે તે કોઈપણ પાર્ટીને સમર્થન આપશે જ્યારે તેમને લિખિતમાં આદિવાસીઓ માટે અલગ રાજ્યનું આશ્વાસન આપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ