બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Prabhu Ramlala will give 24 hours darshan to devotees in Ayodhya on Ram Navami

Ayodhya Ram Mandir / રામનવમી પહેલા અયોધ્યાથી આવ્યા ગુડ ન્યુઝ, પ્રભુ રામલલા આ દિવસે ભક્તોને આપશે 24 કલાક દર્શન

Priyakant

Last Updated: 12:53 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News : જો તમે પણ રામનવમીના દિવસે અયોધ્યામાં રામ મંદીરે જવાના છો તો આ સમાચાર તમારી માટે છે. રામનવમીના દિવસે રામ મંદિર 24 કલાક ખુલ્લુ રહેશે

Ayodhya Ram Mandir : અયોધ્યા રામમંદિરને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે, અયોધ્યામાં રામમંદિરની  પ્રાણ પ્રતિષ્ઠા બાદ દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીરામના દર્શન કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન હવે રામનવમીના દિવસે પણ અહીં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચશે. જો તમે પણ રામનવમીના દિવસે અયોધ્યામાં રામ મંદીરે જવાના છો તો આ સમાચાર તમારી માટે છે. વિગતો મુજબ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખો યોગી સરકારે રામનવમીના દિવસે રામ મંદિર 24 કલાક ખુલ્લુ રહેશે.

અયોધ્યામાં રામનવમીના દિવસે રામલલા 24 કલાક ભક્તોને દર્શન આપશે. પૂજા દરમિયાન મંદિરના દરવાજા થોડા સમય માટે જ બંધ રહેશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંદિર પ્રશાસન અને અધિકારીઓને આ અંગે સૂચના આપી છે. આ વર્ષે રામ નવમી 17મી એપ્રિલ (બુધવાર)ના રોજ ઉજવવામાં આવશે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ભગવાનના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મંદિર પ્રશાસનના અધિકારીઓ સાથે બેઠક કરી અને સંપૂર્ણ માહિતી લીધી.

વધુ વાંચો: 'બોન્ડના નંબર જાહેર કરો', ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે SBI પર ભડકી સુપ્રીમ કોર્ટ, આપ્યો સોમવાર સુધીનો સમય

અયોધ્યા રામ મંદીરમાં ભગવાન રામના દર્શન કરવા માટે દરરોજ લગભગ દોઢથી બે લાખ રામ ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. રામ નવમીના દિવસે આ સંખ્યા ઘણી વધી શકે છે. આ જ કારણ છે કે કોઈપણ પ્રકારની અરાજકતાથી બચવા માટે યોગી આદિત્યનાથે તમામ પ્રકારની સુવિધાઓ સમયસર પૂરી પાડવા, સ્વચ્છતા અને સુરક્ષામાં સુધારો કરવાના નિર્દેશ આપ્યા છે. આ માટે તેમણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સભ્યો સાથે સંકલન સ્થાપિત કરવા સૂચના આપી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ