બ્રેકિંગ ન્યુઝ

logo
logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Political parties are trying hard to win voters in the assembly elections.

ચૂંટણી 2022 / ગુજરાતમાં પ્રચંડ જીત મેળવવા કેન્દ્રીય નેતૃત્વ ચૂંટણી રણમેદાને, PM મોદી-અમિત શાહ સહિતના નેતાઓનો ધુંઆધાર પ્રચાર

Malay

Last Updated: 08:08 AM, 26 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભાની ચૂંટણીમાં મતદારો રિઝવવા માટે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે અમિત શાહ એકજ દિવસમાં 5 જનસભા સંબોધશે, જ્યારે મલ્લિકાર્જુન ખડગે અને પીએમ મોદી પણ આવતીકાલે 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

 

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 5 જનસભા સંબોધશે
  • PM મોદી આવતીકાલે ફરી આવશે ગુજરાત, બે દિવસમાં 7 સભા
  • આવતીકાલથી મલ્લિકાર્જુન ખડગે 2 દિવસીય ગુજરાત પ્રવાસે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી રોડ શૉ અને સભાઓ ગજવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી આજે એક જ દિવસમાં 5 જનસભા સંબોધશે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ફરી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવામાં ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 4 જિલ્લામાં 5 જનસભા સંબોધશે. અમિત શાહ અમરેલી, ભાવનગર, વડોદરા, અમદાવાદ અને અમરેલી જિલ્લામાં સભાઓ ગજાવશે. તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની,  ધર્મેન્દ્ર પ્રધાન,  પરસોત્તમ રૂપાલા પ્રચાર કરશે. તેઓ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જાહેર સભાને સંબોધશે.

અમિત શાહની 5 જનસભા 

- અમરેલીના જાફરાબાદમાં અમિત શાહની જનસભા
- ભાવનગરના તળાજા અને મહુવામાં જનસભા સંબોધશે
- વડોદરાના નિઝામપુરામાં અમિત શાહ જનસભા સંબોધશે
- અમદાવાદમાં પ્રહલાદનગરમાં અમિત શાહની જનસભા

PM મોદી ફરી આવશે ગુજરાત   
પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ફરી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. 2 દિવસમાં પીએમ મોદી 7 સભાને સંબોધન કરશે. તેઓ આવતીકાલે ખેડા, નેત્રંગ અને સુરતમાં સભાને સંબોધન કરશે. જ્યારે પીએમ મોદીની 28 નવેમ્બરે અંજાર, જામનગર, પાલીતાણા અને રાજકોટમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વના ગુજરાતમાં ધામા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ આવતીકાલથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે ખડગે ડેડીયાપાડા અને ઓલપાડમાં સભા સંબોધશે. તેઓ 28 નવેમ્બરે કડી અને બહેરામપુરામાં સભા સંબોધશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ