બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Police showed live demo about fake tickets of India Pakistan match

અમદાવાદ / ભારત પાકિસ્તાન મેચની તમારી ટિકિટ નકલી તો નથી ને? પોલીસે બતાવ્યો લાઈવ ડેમો, 4 ફીચર્સથી આવી રીતે કરો ચેક

Kishor

Last Updated: 11:20 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-પાકિસ્તાન વચ્ચે મેચને લઈ નકલી ટિકિટનો કારોબાર સામે આવતા વધતા કેસોને લઈને અસલી ટિકિટની ઓળખ માટે ચાર સુરક્ષા ફીચર્સ બનાવાયા છે.

  • ભારત-પાકિસ્તાન વચ્ચેના મેચને લઈ નકલી ટિકિતનો કારોબાર
  • આ રીતે ઓળખાશે નકલી- અસલી ટીકીટ
  • અસલી ટિકિટની ઓળખ માટે ચાર સુરક્ષા ફીચર્સ બનાવાયા

વર્ષોથી ભારત-પાકિસ્તાન વચ્ચેનો મેચ હોય ત્યારે લોકોનો ઉત્સાહ આસમાને જ હોય છે. સ્ટેડિયમ પણ વર્ષો જુની પરંપરા મુજબ ખીચોખીચ ભરાઈ જતું હોય છે. તેમાં પણ આ વખતે તો તો મેચ અમદાવાદમાં રમાઈ રહી છે અને તે પણ વર્લ્ડ કપની મેચ. એટલે ક્રિકેટ રસીકોનો આનંદ બેવડાયો છે. જેને લઈને ટીકીટની માંગ વધી રહી છે. લોકો મોઢે માંગ્યા રૂપિયા આપવા તૈયાર થતા હોય છે. આવી સ્થિતિમાં ભેજાબાજ આરોપીઓ નકલી ટિકિટ વેચી છેતરપિંડી કરી રહ્યા છે. જેના વધતા કેસોને લઈને અસલી ટિકિટની ઓળખ માટે ચાર સુરક્ષા ફીચર્સ બનાવાયા છે. તો તમે મેળવેલી ટીકીટ અસલી છે કે નકલી તે જાણવામાં આ સુરક્ષા ફીચર્સના મદદ કરી શકશે. પોલીસે બતાવેલ લાઈવ ડેમો સુરક્ષા ફીચર્સ વિષે વિસ્તારથી.

 

જાણો સુરક્ષા ફીચર્સ વિષે

  • પ્રથમ સુરક્ષા ફીચર્સ છે ટિકિટમાં ડાયનેમિક કલર-ઇન્ફ્યુઝ્ડ પેપર. જેના ઉપયોગ થકી જ્યારે ટિકિટ ફાટે અથવા ચેડાં કરવામાં આવે ત્યારે એ અલગ ગુલાબી રંગ બતાશે જેને લઈને ગોબાચારી બહાર આવી શકે છે. 
  • ટેમ્પર-એવિડન્ટ વોઈડ ઈન્ડિકેટર જે એક બીજું સુરક્ષા ફીચર્સ છે. આના ઉપયોગ થકી ટિકિટમાં કોઈપણ પ્રકારનાં ચેડાં કરવામાં આવશે તો તાત્કાલિક જાણ થઈ શકે છે.
  • વધુમાં નકલી ટીકીટ ઓળખવામાં માઇક્રોસ્કોપિક સિક્યોરિટી લેન પણ મદદ કરશે. જે ટિકિટની સિક્યોરિટીને વધુ મજબૂત બનાવે છે. તેને મેગ્નિફાઇગ ગ્લાસની મદદથી પણ જોઈ શકાશે.
  • અને અંતે યુનિક બારકોડ જે બધી ટિકિટ પોતાના એક અલગ બારકોડ સાથે અપાઈ છે. જે એન્ટ્રી કાયદેસર છે.જેની ચકાસણી કરશે.

ટિકિટના કાળા બજારમાં 50 હજાર ભાવમાં વેચાણ
ઉલ્લેખનીય છે કે ભારત પાકિસ્તાન મેચને લઈ ટિકિટનું બ્લેકમાં ધૂમ વેચાણ થાય છે. 3 હજારની ટિકિટનું કાળા બજારમાં 35 હજાર સુધી વેચાણ તો 4 હજારની ટિકિટનું 40 હજારમાં વેચાણ અને રૂ. 12 હજારની ટિકિટના કાળા બજારમાં 50 હજાર ભાવમાં વેચાણ થતું હોવાની રાવ ઉઠી રહી છે. વોટ્સએપ અને સોશિયલ મીડિયા થકી બ્લેકમાં ટિકિટોનું વેંચાણ થાય છે.જેમાં મેચ ટિકિટના ફોટો મોકલી ઇન્ટરનેટથી ટિકિટની ડીલ થઇ રહી છે.પ્રેક્ષકોની ઉંચી ડિમાન્ડને લઇ કાળા બજારમાં ટિકિટના ભાવ આસમાને છે અને અસલ કિંમતથી એક હજાર ટકા મોંઘા દરે ટિકિટનું વેચાણ થઈ રહ્યું છે.

 

ગઈકાલે બોડકદેવની ક્રિષ્ના ઝેરોક્ષમાં ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડી હતી. જેમાં 108 મેચની ડુપ્લિકેટ ટિકિટ અને 25 પેજ ટિકિટ ઝેરોક્ષ મળી આવી હતી. જેમાં 1 પેજ પર 3 ટિકિટની કલર પ્રિન્ટ બનાવી હતી. ડુપ્લિકેટ 108 ટિકિટ તેમજ 125 છપાયેલા પેજ પણ ઝડપાયા ઝડપાયા છે. જે તમામ પોલીસે કબજે કરી 4 આરોપીની કરી ધરપકડ છે. 2 હજારના દરની બોગસ ટિકિટ બનાવી હતી. ટિકિટ વેચાય તે પહેલા જ આરોપીઓને દબોચી લેવાયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ