બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Police constable of Gaekwad Haveli committed suicide in Ahmedabad, hanged himself at home
Vishal Khamar
Last Updated: 08:28 PM, 12 September 2023
ADVERTISEMENT
અમદાવાદનાં રામોલ વિસ્તારમાં રહેતા અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ દ્વારા પોતાનાં ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ કિરણ લકુમે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતક દ્વારા આપઘાત કરવા પાછળનું કારણ હજુ અકબંધ છે.
આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ
પોલીસ કોન્સ્ટેબલ કિરણ લકુમ દ્વારા અગમ્ય કારણોસર ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાની જાણ પરિવાર સહિત પોલીસ બેડામાં થતા પોલીસ બેડામાં તેમજ મિત્ર વર્તુળમાં શોક છવાઈ જવા પામ્યો હતો. ત્યારે મૃતક ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પીસીઆર 1 માં ફરજ બજાવતો હતો પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે મોકલી કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.