બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Police Commissioner in charge of Ahmedabad in action as torture of rickshaw gangs increases

એક્શન પ્લાન / અમદાવાદમાં રિક્ષા ગેંગના આતંક બાદ ઇન્ચાર્જ પો. કમિશનર એક્શનમાં, આપ્યો તાબડતોબ આદેશ

Malay

Last Updated: 04:19 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ગુના આચરતી રિક્ષા ગેંગનો ત્રાસ વધતા ટ્રાફિક પોલીસને મહત્વની કામગીરી સોંપવામાં આવી છે. હવેથી સતત અવરજવર કરતી શટલ રિક્ષા ઉપર ટ્રાફિક પોલીસની બાજ નજર રહેશે. જો એક જ પેસેન્જર વારે વારે શટલ રિક્ષામાં બેઠાં હોય તો તેના ઉપર પણ વોચ રાખવામાં આવશે.

 

  • શહેરમાં વધ્યો ગુનો આચરતી રિક્ષા ગેંગનો ત્રાસ
  • ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહે આપ્યો આદેશ
  • રિક્ષાચાલક પર ટ્રાફિક પોલીસની રહેશે બાજ નજર

અમદાવાદ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે, જેને ઘટાડવા માટે પોલીસ એડીચોટીનું જોર લગાવી રહી છે. મોબાઇલ, પર્સ તેમજ ચેઇન સ્નેચિંગ, ચોરી, લૂંટની ઘટનાઓ સૌથી વધુ બની રહી છે તેની સાથે-સાથે ગુનો આચરતી રિક્ષા ગેંગનો ત્રાસ પણ વધી રહ્યો છે. રિક્ષાચાલકો તેના સાગરીતો સાથે મળીને પેસેન્જરને લૂંટી રહ્યા છે. જેના પર કંટ્રોલ લાવવા માટે ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહે ઉચ્ચ અધિકારીઓને આદેશ આપ્યા છે. સ્થાનિક પોલીસની સાથે ટ્રાફિક પોલીસને પણ રિક્ષાચાલક પર બાજનજર રાખવાની સૂચના આપી દેવાઇ છે. હવે ટ્રાફિક પોલીસ પણ રિક્ષાચાલક પર વોચ રાખશે અને શંકમદો વિરુદ્ધ કાર્યવાહી કરીને નજીકની પોલીસને જાણ કરશે. 

પ્રેમવીરસિંહે બોલાવી હતી IPS અધિકારીઓની બેઠક
અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત્ત થતાં તેમની જગ્યા પર ક્રાઇમ બ્રાંચના જેસીપી પ્રેમવીરસિંહને ઇન્ચાર્જ પોલીસ કમિશનર બનાવાયા છે. પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળતાની સાથે જ ગઇ કાલે પ્રેમવીરસિંહે આઇપીએસ અધિકારીઓની બેઠક બોલાવી હતી. જેમાં શહેરનો ક્રાઇમ કંટ્રોલ કરવાના અલગ અલગ મુદ્દાઓ પર મહત્વની ચર્ચા થઇ હતી. ઉચ્ચ અધિકારીઓની મિટિંગમાં મહત્વનો મુદ્દા ગુનાખોરી આચરતી રિક્ષા ગેંગનો હતો.

ટ્રાફિક પોલીસને આપી મોટી જવાબદારી
શહેરમાં ગુનાખોરી આચરતી કેટલીક રિક્ષા ગેંગ છે. જે પેસેન્જરોને યેનકેન પ્રકારે લૂંટી લેતી હોય છે. આવી ગેંગને ઝડપી પાડવા તેમજ તેમના પર વોચ રાખવાના આદેશ શહેરના તમામ પોલીસ સ્ટેશનને આપી દીધા છે. આ સિવાય રિક્ષા ગેંગને ઝડપી પાડવાની જવાબદારી હવે ટ્રાફિક પોલીસને પણ આપી છે. ટ્રાફિક પોલીસ પણ હવે ગુનાખોરી આચરતી રિક્ષા ગેંગને ઝડપી પાડશે. 

યુનિયનોમાં ફાટફૂટઃ થોડા કલાકોની રિક્ષાની હડતાળ પણ નિષ્ફળ | auto-rickshaw  drivers protest new motor vehicle act in Ahmedabad strike failed
પ્રતિકાત્મક તસવીર

રિક્ષાચાલક પર રહેશે પોલીસની બાજનજર
કેટલીક રિક્ષામાં ચોરી, લૂંટ કરતી ગેંગ હોય છે. પેસેન્જરોને બેસાડીને તેમને છરીની અણીએ લૂંટી લેવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે ત્યારે પેસેન્જરોના સ્વાંગમાં બેઠેલા ગઠિયાઓ નજર ચૂકવીને કિંમતી દાગીના ચોરી કરતા હોવાના પણ અનેક કિસ્સા છે. કેટલાક રિક્ષાચાલકોની ગુનાખોરીની નીતિને કારણે બીજા નિર્દોષ રિક્ષાચાલકો પણ પીસાય છે. આવી સ્થિતિમાં હવે પોલીસ કર્મચારીઓ રિક્ષાચાલક ઉપર બાજનજર રાખશે. શહેરનાં તમામ નાનાં મોટાં જંક્શન પર ટ્રાફિક પોલીસ તૈનાત હોય છે જે હવે રિક્ષાચાલક પર નજર રાખશે. બિનજરૂરી રિક્ષામાં પેસેન્જર બેસી રહ્યા હોય તો ટ્રાફિક પોલીસ તેમની પૂછપરછ કરશે અને જરૂર પડે તો તેમની જડતી પણ લેશે. જો જડતી દરમિયાન પેસેન્જર પાસેથી હથિયાર મળી આવ્યું તો તેના વિરુદ્ધ   સ્થાનિક પોલીસને બોલાવીને કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય સતત અવરજવર કરતી શટલ રિક્ષા ઉપર પણ ટ્રાફિક પોલીસની બાજ નજર રહેશે. જો એક જ પેસેન્જર વારે વારે શટલ રિક્ષામાં બેઠાં હોય તો તેના ઉપર પણ વોચ રાખવામાં આવશે. 

સુરત પોલીસ દ્વારા ટ્રાફિક દંડ વસૂલાત મામલે લેવાયો મોટો નિર્ણય, તમારે જાણવું  જરૂરી | Big decision taken by Surat police in collection of traffic fines
પ્રતિકાત્મક તસવીર

નારોલમાં છરીથી હુમલો કરીને લૂંટી લીધો 
થોડા દિવસ પહેલા કાલુપુર રેલવે સ્ટેશનથી એક પેસેન્જર રિક્ષામાં બેઠો હતો જેને નારોલ જવાનું હતું. રિક્ષા ચાલક તેને નારોલ લઇ જવા માટે નિકળ્યો હતો, જ્યા તેણે દાણીલીમડાથી તેના મિત્રને બેસાડ્યો હતો. રિક્ષા ચાલક અને તેનો મિત્ર નારોલ પીરાણા ડંપીગ સાઇટ નજીક પેસેન્જરને લઇ ગયા હતા જ્યા તેને ચપ્પાની અણીએ લૂંટી લીધો હતો. પેસેન્જર પર છરી વડે હુમલો કર્યો હતો અને બાદમાં તેને લૂંટીને નાસી ગયા હતા. આવી અનેક ઘટનાઓ શહેરમાં બની રહી છે જ્યા પેસેન્જરોને હથિયાર બતાવીને લૂંટી લેવામાં આવે છે.    
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ