બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / Extra / pm-narendra-modi-to-begin-navratri-fast

NULL / માતાજીના ભક્ત છે PM મોદી વર્ષોથી કરે છે નવરાત્રીના ઉપવાસ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નવરાત્રી એટલે કે નવ દિવસ સુધી માતાની અર્ચના કરીને ગરબા ઝૂમવાનો તહેવાર પરંતુ સાથે સાથે તેનું આધ્યાત્મિક મહત્વ પણ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ  9 દિવસ નવરાત્રીના ઉપવાસ રાખે છે તેઓ પોતાના કોઇપણ નવા કામની શરૂઆત પણ નવરાત્રીમાં જ કરવાનું પંસદ કરે છે. નવરાત્રી પ્રધાનમંત્ર મોદી માટે ખૂબ જ મહત્વનો છે. વર્ષ 2014માં જ્યારે તેઓ અમેરિકાની મુલાકાત ગયા ત્યારે તેઓએ માત્ર લીબું પાણીનું જ સેવન કરીને સભાઓ સંબોધિત કરી હતી જેનાથી તે સમયના અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ ચોંકી ગયા હતા. 

ક્યારથી રાખે છે વ્રત:

PM મોદી છેલ્લા 4 દાયકાથી પણ વધુ સમયથી નવરાત્રીનું વ્રત રાખે છે. તેમણે નવરાત્રીના ઉપવાસ કેવી રીતે શરૂ કર્યા તે કિસ્સો ખરેખરમાં રસપ્રદ છે. 1969-70માં મોદી પોતાના વતન વડનગરથી નીકળીને અમદાવાદમાં આવ્યા હતા તે જ સમયમાં મોદીની મુલાકાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા પ્રચારક લક્ષ્મણરાવ ઇમાનદાર અર્થાત વકીલ સાહેબ સાથે થઇ. વકીલ સાહેબને વારેઘડીએ ઉપવાસ કરવાની આદત હતી. તેમની આદતથી પ્રભાવિત થઇને PM મોદીએ પણ નવરાત્રિના દિવસોમાં નવ દિવસ ઉપવાસ કરવાનું શરૂ કરી દીધું.

કેવી રીતે કરે છે ઉપવાસ:

PM મોદી આ દિવસોમાં અન્નનો સંપૂર્ણ ત્યાગ કરે છે અને માત્ર હુફાળું પાણી પીવે છે. ઉલ્લેખનીય છે કે તેઓ માત્ર લીબું પાણી અને હુફાળું પાણી પીવે છે. છેલ્લા ચાલીસ વર્ષથી તેઓ આ ઉપવાસ રાખે છે.ઉપવાસ શરૂ ક્યારે ત્યારે તેઓ સંઘના સામાન્ય પ્રચારક હતા. આજે તે વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રધાનમંત્રી છે. જો કે આટલા વર્ષોમાં તે વર્ષમાં 2 વખત નવરાત્રીનું વ્રત રાખવાનું ક્યારેય નથી ચૂક્યા. આ ગાળામાં આરામ કરવાને તેઓ વ્યસ્ત રહે છે અને તેમછતાં ઉપવાસના તમામ નિયમોનું પાલન કરે છે. 

આત્મશુદ્ઘિકરણ માટે કરે છે વ્રત:

નવરાત્રી દરમિયાન મોદી વધારે વાત કરતા નથી પણ 2012માં તે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક બ્લોગમાં જણાવ્યુ હતુ કે છેલ્લા 35 વર્ષથી  નવરાત્રીનું વ્રત કરે છે. તે આત્મા શુદ્ઘિકરણ માટે ઉપવાસ કરે છે તેમના જણાવ્યા મુજબ આ વ્રત તેમને શક્તિ આપે છે.

જ્યારે PMનો ઉપવાસથી ચોંકી ગયા ઓબામા:

વર્ષ 2014ના સપ્ટેમ્બરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ પર ગયા હતા તે દિવસોમાં નવરાત્રી ચાલી રહી હતી અને તેઓ ઉપવાસ કરી રહ્યા હતા. રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વ્હાઇટ હાઉસમાં નરેન્દ્ર મોદીના સમ્માનમાં એક શાનદાર દાવત રાખી હતી તે સમયે પ્રધાનમંત્રી માત્ર લીબું પાણી પીને પોતાના ઉપવાસના નિયમોનું પાલન કર્યુ. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને જ્યારે આ વ્રત વિશે ખબર પડી ત્યારે તેઓ ચોંકી ગયા હતા. તે સમયે આ ચર્ચા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મીડિયામાં ખૂબ થઇ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ