બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / PM Modi's biggest road show in Ahmedabad after 2 years

ધમધમાટ / 2 વર્ષ બાદ અમદાવાદમાં PM મોદીનો સૌથી મોટો રોડ શો, જુઓ કેવી છે તૈયારીઓ

Khyati

Last Updated: 04:50 PM, 10 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે ગુજરાતના પ્રવાસે છે જેને લઇને તૈયારીઓને અપાયો આખરી ઓપ,રોડ શોને પગલે વૈકલ્પિક રસ્તા પણ કરવામાં આવ્યા જાહેર

  • પીએમ મોદી 11અને 12 માર્ચે ગુજરાતના પ્રવાસે
  • 11 માર્ચે એરપોર્ટથી કમલમ સુધી રોડ શૉ
  • 12 માર્ચે રાજભવનથી રક્ષા શક્તિ યુનિ.સુધી રોડ શૉ

પ્રધાનમંત્રી મોદી આવતીકાલથી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેમના આગમનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદી અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધી ભવ્ય રોડ-શો કરવાના છે. જેને લઇને અમદાવાદ એરપોર્ટ પર પણ તૈયારી શરૂ કરાઈ છે. સાથે જ પોલીસે રોડ-શોનું રિહર્સલ કરીને રોડ શોના રૂટ પર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. ઉપરાંત તૈયારીના ભાગરૂપે રોડ શોના સમગ્ર રૂટ પર બેરીકેટસ પણ લગાવી દેવામાં આવ્યાં છે.

GMDC ગ્રાઉન્ડમાં તડામાર તૈયારીઓ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવનાર છે. અમદાવાદ GMDC ગ્રાઉન્ડમાં  પંચાયત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં તેઓ પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કરશે. જેને લઇને GMDC ગ્રાઉન્ડમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. લાખોની સંખ્યામાં લોકો બેસી શકે તે પ્રકારની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.

 

આ રસ્તાઓ રહેશે બંધ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને પગલે  અમદાવાદના કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જીએમડીસીમાં કાર્યક્રમ હોવાને કારણે ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે. બપોરે 12 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થયા ત્યાં સુધી કેટલાક રૂટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

  • હિમાલય મોલથી સંજીવની હોસ્પિટલ સુધી રસ્તો બંધ
  • શહીદ ચોકથી માનસી ચાર રસ્તા,
  • સંજીવની હોસ્પિટલથી NFD ચાર રસ્તાથી ગુરૂદ્વારા સુધીના રસ્તો બંધ

 

વૈકલ્પિક રૂટ કરાયા જાહેર

પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન બંધ કરાયેલા માર્ગોની સામે કેટલાક વૈકલ્પિક રુટ પણ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. હિમાલય મોલથી થલતેજ અને થલતેજથી ગુરૂદ્વારા તરફ વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે. આ સિવાય ગુરૂદ્વારાથી પકવાન અને પકવાનથી માનસી ચાર રસ્તા તરફનો માર્ગ ચાલુ રહેશે તેમ ટ્રાફિક પોલિસ દ્વારા જાણવા મળ્યુ છે.

સોમનાથ ટ્રસ્ટની મળશે બેઠક

PM નરેન્દ્ર મોદીની અઘ્યક્ષતામાં અમદાવાદમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે.  11 માર્ચે સાંજે 5.30 કલાકે સોમનાથ ટ્રસ્ટી મંડળની બેઠક મળશે.  આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપશે. આ ઉપરાંત પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, ટ્રસ્ટી પી.કે.લહેરી,જે.ડી પરમાર,હર્ષવર્ધન ટીવેટિયા પણ હાજર રહેશે. મહત્વનુ છે કે પીએમ મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન છે તેઓ ટ્રસ્ટના ચેરમેન બન્યા પછી પ્રથમ વખત પ્રત્યક્ષ રીતે બેઠકમાં હાજરી આપશે. સોમનાથ ટ્રસ્ટમાં 3 ટ્રસ્ટીઓની જગ્યા ખાલી છે.

12 માર્ચે પણ યોજાશે રોડ શૉ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  11 અને 12 માર્ચે ગુજરાતના પ્રવાસે છે. 12 માર્ચે તેઓ રાજભવનથી રક્ષાશક્તિ યુનિવર્સિટી સુધીનો રોડ શો કરશે. જેને લઇને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.  રોડ શૉમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેનાર છે જેને લઇને સુવિધામાં કોઇ ચૂક ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે દહેગામ ખાતે રક્ષા શક્તિ યુનિવર્સિટી આવેલી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ