બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi's address at Vibrant Summit: Target to make India a developed country in 25 years

વાઈબ્રન્ટ સમિટ 2024 / વાઇબ્રન્ટ સમિટમાં PM મોદીનું સંબોધન: કહ્યું 25 વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો ટાર્ગેટ

Vishal Khamar

Last Updated: 02:36 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 માં દુનિયાભરનાં નેતાઓ, ઉદ્યોગપતિ આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તમારા સપના જેટલા મોટા એટલો જ મારો સંકલ્પ પણ મોટો હશે. તેમજ ભૂતકાળમાં ભારનાં આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થયા છે.

  • વાઈબ્રન્ટ સમિટમાં પીએમ મોદીનું નિવેદન
  • તમામ લોકોને 2024ની શુભકામના પાઠવી
  • ભારત હવે આગલા 25 વર્ષના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે

 ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024માં પ્રધાનમંત્રી મોદી દ્વારા સંબોધન કર્યું હતું. સંબોધનની શરૂઆતમાં PM મોદીએ 2024ના વર્ષની શુભકામના પાઠવી હતી. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે નજીકના ભૂતકાળમાં ભારતના આઝાદીના 75 વર્ષ પૂરા થયા છે.  હવે ભારત આગામી 25 વર્ષ માટે કામ કરી રહ્યું છે. આઝાદીના 100 વર્ષ થશે ત્યારે ભારત વિકસિત દેશ હશે. આથી 25 વર્ષનો કાર્યકાળ ભારતનો અમૃતકાળ છે. નવા સપના, સંકલ્પ અને નિત્ય સિદ્ધીઓનો કાર્યકાળ છે. 

 ભારત અને UAE વચ્ચે આત્મીયતાના સંબંધ છેઃ વડાપ્રધાન
તેમણે જણાવ્યું કે અમૃતકાળમાં પહેલી વાઇબ્રન્ટ સમિટ છે. પ્રધાનમંત્રીએ આવેલા મહેમાનોનું સ્વાગત કરતા કહ્યું કે, UAEના રાષ્ટ્રપતિનું આયોજનમાં આવવું ખૂબ ખુશીની વાત છે.  ભારત અને UAE વચ્ચે આત્મીયતાના સંબંધ છે. સાથે જ તેમણે આફ્રિકન યુનિયનને સ્થાયી સદસ્યતા, ભારત-આફ્રિકા વચ્ચેની મિત્રતાની વાત કરી હતી.  તો ભારત વિશ્વમાં મિત્રની ભૂમિકામાં આગળ હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. PMએ કહ્યું કે સ્ટાર્ટઅપ, બ્લ્યુ ઈકોનો સાથે દરેક ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ માટે નવા અવસર ઉભા થઈ રહ્યા છે. ભારતમાં 1.15 લાખ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ છે.

ભારત અત્યારે વિશ્વની પાંચમી સૌથી મોટી શક્તિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'મારી ગેરંટી છે કે આગામી થોડા વર્ષોમાં ભારત ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે. ભારત અત્યારે વિશ્વની પાંચમી સૌથી મોટી શક્તિ છે. અમારા સ્થાને અતિથિ દેવો ભવ છે. તેની શરૂઆતથી છેલ્લા 20 વર્ષોમાં, વાઈબ્રન્ટ ગુજરાત સમિટે નવા વિચારોને એક પ્લેટફોર્મ આપ્યું છે અને રોકાણ અને વળતર માટે નવા રસ્તાઓ ખોલ્યા છે. 2024ની થીમ 'ગેટવે ટુ ધ ફ્યુચર' છે. 21મી સદીનું ભવિષ્ય આપણા પ્રયત્નો અને પ્રતિબદ્ધતા દ્વારા જ જીવંત થશે. તેના G20 પ્રમુખપદ દરમિયાન, ભારતે વૈશ્વિક ભવિષ્ય માટે રોડમેપ આપ્યો હતો. આજે આપણે એ વિઝનને આગળ લઈ જવા માંગીએ છીએ.

વધુ વાંચોઃ દુનિયાનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ બનશે ગુજરાતમાં: વાઇબ્રન્ટ સમિટમાં થયેલ આ એલાનથી જાણો ગુજરાતને શું થશે ફાયદો

ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા

પીએમ મોદીએ કહ્યું, 'આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. જ્યારે 10 વર્ષ પહેલા ભારત 11મા સ્થાને હતું. આજે વિશ્વની દરેક મોટી રેટિંગ એજન્સીનો અંદાજ છે કે આગામી થોડા વર્ષોમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. એવા સમયે જ્યારે વિશ્વ અનેક અનિશ્ચિતતાઓથી ઘેરાયેલું છે. ત્યારે ભારત વિશ્વમાં વિશ્વાસના નવા કિરણ તરીકે ઉભરી આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ