બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / PM Modi will head an open debate of united nations security council open debate on meritime security

સંયુક્ત રાષ્ટ્ર / પ્રથમ વખત PM મોદી કરશે આ કામ, ભારત માટે મોટો દિવસ

Mayur

Last Updated: 10:27 AM, 9 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત માટે આજે સંયુક્ત રાષ્ટ્રમાં મહત્વનો દિવસ છે. પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્રની ઓપન ડિબેટની અધ્યક્ષતા કરશે.

  • ભારત આ વર્ષે ઓગસ્ટ મહિના માટે UNSC ની અધ્યક્ષતા
  • PM મોદી પહેલા આવા વડાપ્રધાન 
  • સાંજે 5:30 વાગ્યે શરૂ થશે સમુદ્રી સુરક્ષા મામલે યોજાનારી ઓપન ડિબેટ

PM મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સમુદ્રી સુરક્ષા મામલે યોજાનારી ઓપન ડિબેટની અધ્યક્ષતા કરશે. 

આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સમુદ્રી સુરક્ષા મુદ્દે યોજાનાર ઓપન ડિબેટમાં ભારત વતી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિબેટની અધ્યક્ષતા સંભાળશે. આ ડિબેટ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાશે. આ ડિબેટ સાંજે 5:30 વાગ્યે શરૂ થશે 

PM મોદી પહેલા આવા વડાપ્રધાન 
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઓપન ડિબેટની અધ્યક્ષતા કરનાર પહેલા વડાપ્રધાન બનશે પ્રધાનમંત્રી મોદી. આ રીતે ભારત માટે આ મોટો દિવસ છે. 

આ દેશોના નેતાઓના હાજરી આપવાની અપેક્ષા
નાઇજરના રાષ્ટ્રપતિ, કેન્યાના રાષ્ટ્રપતિ, વિયેતનામના વડાપ્રધાન, અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોઇન બ્લિન્કેન, કોંગોના રાષ્ટ્રપતિ પણ આ ચર્ચામાં ભાગ લઇ શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આ ચર્ચાનો ભાગ બનશે.

જણાવી દઈએ કે ભારત આ વર્ષે ઓગસ્ટ મહિના માટે UNSC ની અધ્યક્ષતા કરી રહ્યું છે. ભારતે પણ 1 ઓગસ્ટથી આ જવાબદારી સંભાળી છે. યુએનએસસીમાં યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન, બ્રિટન, રશિયા અને ફ્રાન્સ માત્ર પાંચ કાયમી સભ્યો છે. અત્યારે ભારત સુરક્ષા પરિષદમાં બે વર્ષ માટે અસ્થાયી સભ્ય છે.

1 ઓગસ્ટથી આવતા એક મહિના સુધી સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની કમાન ભારતના હાથમાં આવવાની છે. ભારત પોતાની અધ્યક્ષતા હેઠળ સમુદ્રી સુરક્ષા, શાંતિ સ્થાપના અને આતંકવાદ પર આકરો પ્રહાર કરવા માટે તૈયાર રહેશે. મહાસભા અધ્યક્ષના કાર્યાલયથી મળેલી જાણકારી અનુસાર, ભારતનાં રાજદૂત ટીએસ તીરુમૂર્તિએ યુએન મહાસભા પ્રમુખને ભારતની અધ્યક્ષતા દરમિયાન થનાર ગતિવિધિથી વાકેફ કરાવ્યા હતા. 

આ મુખ્ય મુદ્દાઓ રહેશે 
પોતાની અધ્યક્ષતા દરમિયાન ભારત સમુદ્રી સુરક્ષા,શાંતિ રક્ષા અને આતંકવાદને રોકવા જેવા વિષયો પર ધ્યાન આપશે. આ મુદ્દા પર ઉચ્ચ સ્તરીય કાર્યક્રમોની અધ્યક્ષતા પણ કરશે અને કઠોર રણનીતિ બનાવવા પર ધ્યાન આપશે. તિરુમૂર્તિએ કહ્યું હતું કે ભારત પરિષદની અંદર અને બહાર આતંકવાદ સામે લડવા પર ભાર આપતું આવ્યું છે. અમે આતંકવાદ સામે લડવાના પ્રયાસો મજબૂત કર્યા છે અને આતંકવાદને પોષણ આપનાર ધન અને તમામ પાસાઓ પર ધ્યાન આપ્યું છે. તો આ બાબતે ઘટતી જાગરૂકતા પર પ્રકાશ પાડવા માટે પ્રયત્નો કર્યા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ