બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ગુજરાત / રાજકોટ / PM Modi will decide on the candidates for the two Saurashtra seats

ઈલેક્શન 2022 / હવે PM મોદી જ લેશે નિર્ણય! સૌરાષ્ટ્રની સૌથી ચર્ચિત બે બેઠકો પર જોરદાર સસ્પેન્સ, જાણો રેસમાં કોનું નામ આગળ

Malay

Last Updated: 10:46 AM, 6 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ હવે દરેક પક્ષો ઉમેદવારોની પસંદગીની કવાયત હાથ ધરી છે. તેવામાં 15% લેઉવા પટેલ, 12% બ્રાહ્મણ સાથેની સૌરાષ્ટ્રની રાજકોટ દક્ષિણ બેઠકમાં પણ રાજકારણ ગરમાયું છે.

 

  • રાજકોટ વિધાનસભાની 4 બેઠક માટે ભાજપનું મંથન
  • પાર્લામેન્ટ્રી બોર્ડ પછી ચારેય બેઠકમાં ઉમેદવારને લઈ સસ્પેન્સ 
  • દક્ષિણ અને પૂર્વ બેઠકમાં ભાજપમાં ભારે ઘમાસાણ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહી છે. ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પાર્ટીઓ તનતોડ મહેનત કરી રહી છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની 10મી યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. તો કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરાઈ નથી. એવામાં ભાજપ દ્વારા રાજકોટ વિધાનસભાની 4 બેઠક માટે મંથન ચાલી રહ્યું છે. પાર્લામેન્ટ્રી બોર્ડ બાદ ચારેય બેઠકમાં ઉમેદવારને લઈ સસ્પેન્સ યથાવત છે. 

ટિકિટ માટે ભાજપમાં ભારે ઘમાસાણ
રાજકોટની દક્ષિણ બેઠક અને પૂર્વ બેઠકમાં ટિકિટ માટે ભાજપમાં ભારે ઘમાસાણ જોવા મળી રહ્યું છે. દક્ષિણ બેઠક માટે ગોવિંદ પટેલની રિપીટની થવાની અટકળો તેજ બની છે. તો દક્ષિણ બેઠક પર ઉદ્યોગપતિ રમેશ ટીલાળાએ પણ ટિકિટની માંગણી કરી છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ગઈકાલે ચાર્ટર પ્લેનમાં અમદાવાદ આવતા એકવાર ફરી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. નરેશ પટેલ અમદાવાદ આવતાં ફરીવાર ચર્ચાઓને નવો વેગ મળ્યો છે. એમાંય વળી નરેશ પટેલ સાથે રમેશ ટીલાળા પણ અમદાવાદ આવ્યાં હતા. મહત્વનું છે કે, રમેશ ટીલાળાએ ભાજપમાં રાજકોટ દક્ષિણ બેઠકની ટિકિટની માંગ કરી છે. પૂર્વ બેઠકની વાત કરીએ તો રાજકોટ પૂર્વ બેઠક પર અરવિંદ રૈયાણી રિપીટ થવાની શક્યતા છે. રાજકોટ પૂર્વ બેઠક પર જૈન, રઘુવંશી અને બ્રાહ્મણ સમાજના ઉમેદવારોએ પણ ટિકિટ માટે ઈચ્છા દર્શાવી છે

ત્રણ નામો ચાલી રહ્યા છે આગળ
રાજકોટ દક્ષિણ બેઠક ઉપર હાલ ભાજપમાંથી હાલ ત્રણ નામો આગળ ચાલી રહ્યા છે. ભાજપમાં ગોવિંદ પટેલ, ભરત બોઘરા અને ધનસુખ ભંડેરી રેસમાં છે. તો કોંગ્રેસે દક્ષિણ બેઠકમાં હિતેશ વોરાને ટિકિટ આપી છે. આ સાથે આમ આદમી પાર્ટીએ પણ શિવલાલ બારસિયાને ટીકીટ આપી છે.    

રાજકોટ દક્ષિણ બેઠકનું શું છે ગણિત ? 
સૌરાષ્ટ્રની રાજકોટ દક્ષિણ બેઠકમાં લેઉવા પટેલ, બ્રાહ્મણ, કડીયા, લોહાણા અને સોની સમાજનું પ્રભુત્વ છે. આ સાથે કુલ મતદારો પૈકી લેઉવા પટેલ 15%, બ્રાહ્મણ 12%, કડીયા 10%, લોહાણા 9% અને સોની 9% અને અન્ય 43% છે. તેવામાં હવે ભાજપ દ્વારા પણ ગોવિંદ પટેલ, ભરત બોઘરા અને ધનસુખ ભંડેરી કે પછી અન્ય કોઈની પસંદગી કરવામાં આવી શકે છે. રાજકોટ દક્ષિણ બેઠક વિધાનસભા 70માં કુલ 2,58,673 મતદારો છે. જેમાં 1,32,933 પુરુષ મતદારો અને 1,25,736 સ્ત્રી મતદારો છે. 

ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા પણ માંગી છે ટિકિટ
ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા વિધાનસભાની ચૂંટણી લડવા માંગે છે. તેઓ રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડવા માંગે છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાનું રાજકોટ જિલ્લામાં મોટું નામ છે. રમેશ ટીલાળા વેરાવળ શાપર ઇન્ડસ્ટ્રીઝ એસો.ના ચેરમેન પણ છે. શાપર ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા અને ખેતીથી કરિયરની શરૂઆત કરનારા ટીલાળાએ આજે 7 ઈન્ડસ્ટ્રી ઊભી કરી છે અને 1500 લોકોને રોજગારી પૂરી પાડે છે. માત્ર 10 પાસ ટીલાળા આજે અનેક દેશોમાં બિઝનેસ કરે છે.

કોંગ્રેસે કોને આપી છે ટિકિટ? 
રાજકોટ દક્ષિણ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. દક્ષિણ બેઠકમાં કોંગ્રેસે હિતેશ વોરાને ટિકિટ આપી છે. હિતેશ વોરા લેઉવા પાટીદાર અને યુવા ઉદ્યોગપતિ છે. આ સાથે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ છે. આ તરફ કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરા સાથે VTVએ ખાસ વાતચીત કરી હતી. જેમાં હિતેશ વોરાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે મને નાની ઉંમરે મોટી જવાબદારી આપી છે અને હું ચૂંટણી માટે તૈયાર છું. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, દક્ષિણ બેઠકમાં છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન છે. આ વખતે દક્ષિણ બેઠકમાં કોંગ્રેસની જીત થશે. 

આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉમેદવાર જાહેર 
રાજકોટ દક્ષિણ બેઠકમાં કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધા છે. તેવામાં હવે આ ચૂંટણીમાં વિધાનસભા 70માં આપના ઉમેદવાર પણ મજબૂત છે. આમ આદમી પાર્ટીએ શિવલાલ બારસિયાને ટિકિટ આપી છે. 

બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીની 8 ડિસેમ્બરે થશે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ