બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / PM Modi two big Janakalyan schemes like Bill Gates

દિલ્હી / PM મોદીની બે મોટી જનકલ્યાણની યોજના પર વારી ગયા, બિલ ગેટ્સ, માંડવિયાને મળીને કર્યાં ફરી વખાણ

Kishor

Last Updated: 09:01 PM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે દિલ્હી ખાતે માઇક્રોસોફ્ટ કંપનીના સહ-સ્થાપક ​​બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી હતી.

  • માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ અને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની દિલ્હીમાં મુલાકાત
  • ભારતની ડિજિટલ ટેકનોલોજીની વખાણી
  • કોવિડ મહામારી દરમિયાન ભારતે ઉમદા કામગીરી કરી એ બદલ બિલ ગેટ્સે ભારતની પ્રશંસા કરી

દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સએ દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની મુલાકાત લીધી હતી. જે મામલે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી માહિતી આપી હતી. આ દરમિયાન બિલ ગેટ્સે કોરોના મેનેજમેન્ટ, રસીકરણ અને આયુષ્માન સહિતની ભારતની ડિજિટલ મિશન જેવી સ્વાસ્થ્ય પહેલને બિરદાવી હતી. વધુમાં આ દરમિયાન G20માં ભારતની આરોગ્ય પ્રાથમિકતાઓ ઉપરાંત PM ભારતીય જનઔષધિ યોજના અને ઈ-સંજીવની વિશે ચર્ચા કરવામાં આવી હતી.

ભારત સૌથી સસ્તું 5G માર્કેટ હશે
આ વેળાએ બિલ ગેટ્સે ભારત ડિજિટલ સેવાના વખાણ કરી શ્રેષ્ઠ નેટવર્ક હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે ભારત સૌથી સસ્તું 5G માર્કેટ હશે. આજે બુધવારે ભારતની G20 અધ્યક્ષતા હેઠળ 'બિલ્ડિંગ રિસિલિઅન્ટ અને ઇન્ક્લુઝિવ ઇકોનોમીઝ - ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વચન' વિષય પર સત્ર યોજાયું હતું. જેમાં બોલતા તેમણે કહ્યું કે ભારતમાં એક મજબૂત ડિજિટલ નેટવર્ક છે અને સ્માર્ટફોનનો ઉપયોગ કરતા લોકોની ટકાવારી ખૂબ વધુ હોવાનું કહ્યું હતું. આ પ્રસંગને  ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ઐતિહાસિક વર્ષ ગણાવ્યું હતું. 

હેલ્થ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત
કોવિડના કપરા કાળમાં આકાર પામેલો વોર રૂમ જે હવે હેલ્થ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને નેશનલ પબ્લિક હેલ્થ ઓબ્ઝર્વેટરી (NPHO) તરીકે ઓળખાય છે, આરોગ્ય મંત્રીએ બિલ ગેટ્સને આ વોર રૂમની મુલાકાત કરાવી હતી.આ વોર રૂમની મદદથી કોવિડ કેસ સફળ રીતે ટ્રેક થયા હતા અને ઝડપી રસીકરણ પણ આ વોર રૂમને આભારી છે. AI અને અન્ય ટેકનોલોજીના માધ્યમથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલ કાર્યક્રમો અને અન્ય સ્વાસ્થ્ય અંગેની સામાજિક પહેલની સ્થિતિનું મોનીટરીંગ આજે અહીંથી કરવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ